Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 27:11 - પવિત્ર બાઇબલ C.L.

11 દાવિદ સર્વ સ્ત્રી પુરુષોને મારી નાખતો, જેથી કોઇ ગાથ જઇને તેના અને તેના માણસોના કાર્ય વિષે ખબર આપે નહિ. દાવિદ પલિસ્તીયામાં રહ્યો એ બધો સમય તે એવું જ કરતો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 દાઉદે અમુક અમુક કર્યું, ને તે પલિસ્તીઓના દેશમાં રહ્યો તે બધો વખત તે એમ જ કરતો આવ્યો છે, એવું રખેને કોઈ તેમના વિષે કહે, માટે ગાથમાં લાવવા માટે તે પુરુષ કે સ્‍ત્રી કોઈને પણ જીવતું રહેવા દેતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દાઉદે કોઈપણ પુરુષોને કે સ્ત્રીઓને ગાથમાં લાવવા માટે તેઓને જીવતાં રહેવા દીધા નહિ. તેણે કહ્યું, “રખેને તેઓ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે, કે ‘દાઉદે આમ કર્યું.” જ્યાં સુધી તે પલિસ્તીઓના દેશમાં રહ્યો તેટલો બધો વખત તે આવું જ કરતો રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 દાઉદ કદી કોઈ સ્ત્રીને કે પુરુષને જીવતાં ગાથ લાવતો નહિ, રખેને તેઓ દાઉદ અને તેનાં માંણસોની વિરુદ્ધ કહે કે, “દાઉદે આમ કર્યુ છે.” દાઉદ પલિસ્તીઓના પ્રદેશમાં રહ્યો; તે બધો સમય આ પ્રમાંણે જ કરતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 27:11
7 Iomraidhean Croise  

સત્યભાષી હોઠની સત્યતા શાશ્વત છે, પણ જૂઠાબોલી જીભનું જૂઠ પલકભર ટકે છે.


ગદાલ્યાની હત્યા પછી બીજે દિવસે હજુ કોઈને તે વિષે જાણ થઈ ન હતી તે દરમ્યાન


દાવિદે તેને કહ્યું, “તે દિવસે મેં ત્યાં દોએગને જોયો ત્યારે મને ખબર હતી કે તે જરૂરથી શાઉલને કહી દેશે. તેથી તારા સર્વ સંબંધીઓના મરણ માટે હું જવાબદાર છું.


આખીશ તેને પૂછતો, “આ વખતે તેં ક્યાં હુમલો કર્યો હતો?” દાવિદ તેને કહેતો કે તે યહૂદિયાના દક્ષિણ ભાગમાં અથવા યરાહમએલી કુળના વતનમાં અથવા કેનીઓના પ્રદેશમાં ગયો હતો.


આખીશને દાવિદ પર વિશ્વાસ હતો, કેમકે તે મનમાં કહેતો, “તેના પોતાના ઇઝરાયલી લોકો તેનો એવો તિરસ્કાર કરે છે કે તે જીવનપર્યંત મારી સેવા કરશે.”


તેમણે ત્યાં બધી સ્ત્રીઓને અને તેમની સાથે નાનાંમોટાં સૌને પકડયાં હતાં. તેમણે કોઈને મારી નાખ્યાં નહોતાં, પણ તે સર્વને પોતાની સાથે કેદ કરીને લઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan