Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 27:10 - પવિત્ર બાઇબલ C.L.

10 આખીશ તેને પૂછતો, “આ વખતે તેં ક્યાં હુમલો કર્યો હતો?” દાવિદ તેને કહેતો કે તે યહૂદિયાના દક્ષિણ ભાગમાં અથવા યરાહમએલી કુળના વતનમાં અથવા કેનીઓના પ્રદેશમાં ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આખીશ પૂછતો, “આજે તમારી સવારી ક્યાં હલ્‍લો કરી આવી?” ત્યારે દાઉદ કહેતો, “યહૂદિયાના દક્ષિણ પર, યરાહમેલીઓના દક્ષિણ પર તથા કેનીઓના દક્ષિણ પર.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 આખીશ પૂછતો, “આજે તારી સવારી ક્યાં ધાડ પાડી આવી?” દાઉદ જવાબ આપતો, “યહૂદિયાના દક્ષિણ પર,” “યરાહમેલીઓના દક્ષિણ પર,” તથા “કેનીઓના દક્ષિણ પર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 આખીશ પૂછતો કે, “આજે તમે કયાં હુમલો કરવા જાવ છો?” અને દાઉદ કહેતો, “યહૂદાના દક્ષિણ પ્રદેશમાં,” અથવા “યરાહમએલીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.” અથવા “કેનીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 27:10
21 Iomraidhean Croise  

યાકોબે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.”


આબ્શાલોમના અધિકારીઓએ એ ઘેર આવીને પેલી સ્ત્રીને પૂછયું, “અહિમાસ અને યોનાથાન ક્યાં છે?” તેણે જવાબ આપ્યો, “તેઓ યર્દન નદી પાર જતા રહ્યા.” પેલા માણસોએ શોધ કરી પણ તેઓ મળ્યા નહિ, એટલે તેઓ પાછા યરુશાલેમ ગયા.


હેસ્રોનના જયેષ્ઠપુત્ર યરાહમેલના પુત્રો આ હતા: જયેષ્ઠપુત્ર રામ, પછી બૂના ઓરેન, ઓઝઝેમ તથા અહિયા.


હેસ્રોનને ત્રણ પુત્રો હતા: યરાહમેલ, રામ તથા કાલેબ.


હું જૂઠનો તિરસ્કાર કરું છું અને તેનાથી કંટાળુ છું; પરંતુ તમારા નિયમ પર હું પ્રેમ રાખું છું.


અસત્યનો માર્ગ મારાથી દૂર રાખો, કૃપા કરી મને તમારો નિયમ શીખવો.


પછી દર્શનમાં તેણે કેનીઓને જોયા અને આ અગમવાણી ઉચ્ચારી: “તારું રહેઠાણ સલામત લાગે છે, અને તે ખડકમાં મજબૂત રીતે બંધાયેલા માળા જેવું છે.


જૂઠું બોલવાનું તજી દો; એને બદલે, દરેકે પોતાના માનવબધું સાથે સાચું બોલવું. કારણ, આપણે સૌ ખ્રિસ્તના શરીરના અવયવો છીએ.


કેનીઓ એટલે મોશેના સસરાના વંશજો ખજૂરીઓના નગર યરીખોમાંથી યહૂદાના લોકો સાથે અરાદની દક્ષિણ તરફ આવેલા યહૂદિયાના વેરાનપ્રદેશમાં ગયા અને ત્યાંના લોકો સાથે વસ્યા.


દરમ્યાનમાં, હેબેર કેનીએ કેદેશની નજીક સાઅનાન્‍નીમાં આવેલા એલોનવૃક્ષ નીચે પોતાનો તંબુ માર્યો. આમ, તે અન્ય કેનીઓ એટલે મોશેના સાળા હોબાબના વંશજોથી દૂર જતો રહ્યો.


બધી સ્ત્રીઓમાં હેબેર કેનીની પત્ની યાએલ વિશેષ આશીર્વાદિત છે. તંબુઓમાં રહેતી બધી સ્ત્રીઓમાં તે વિશેષ આશીર્વાદિત છે.


તેણે કેનીઓને ચેતવણી આપી, “તમે અમાલેકીઓમાંથી નીકળી જાઓ, જેથી તેમની સાથે હું તમારો નાશ ન કરું, કારણ, ઇઝરાયલીઓ ઇજિપ્તથી આવ્યા ત્યારે તમે તેમના પ્રત્યે માયાળુ હતા. તેથી કેનીઓ નીકળી ગયા.


દાવિદે જવાબ આપ્યો, “હું અહીં રાજાના કામે આવ્યો છું. મને શા માટે મોકલ્યો છે તે કોઈને ન કહેવા તેણે મને કહ્યું છે. મારા માણસોને તો મેં અમુક જગ્યાએ મળવા કહ્યું છે.


એ જ વખતે એક સંદેશકે આવીને શાઉલને કહ્યું, “તાત્કાલિક પાછા ફરો. પલિસ્તીઓએ દેશ પર હુમલો કર્યો છે.”


દાવિદ સર્વ સ્ત્રી પુરુષોને મારી નાખતો, જેથી કોઇ ગાથ જઇને તેના અને તેના માણસોના કાર્ય વિષે ખબર આપે નહિ. દાવિદ પલિસ્તીયામાં રહ્યો એ બધો સમય તે એવું જ કરતો રહ્યો.


દાવિદે જવાબ આપ્યો, “મેં શું ખોટું કર્યું છે? રાજન, મેં તમારી સેવા કરવાની શરૂઆત કરી ત્યારથી તમને મારામાં કંઈ દોષ માલૂમ પડયો નથી. તેથી હે રાજા, મારા માલિક, મારે શા માટે તમારી સાથે આવીને તમારા શત્રુઓ સાથે ન લડવું?”


Lean sinn:

Sanasan


Sanasan