Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 26:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પછી દાવિદે હિત્તી અહિમેલેખ અને સરુયાના પુત્ર, યોઆબના ભાઈ અબિશાયને કહ્યું, “શાઉલની છાવણીમાં જવા તમારામાંનો કોણ મારી સાથે આવશે?” અબિશાયે કહ્યું, “હું આવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને અને યોઆબના ભાઈ તથા સરુયાના દીકરા અબીશાયને કહ્યું, “છાવણીમાં શાઉલની પાસે જવા મારી સાથે કોણ નીચે આવશે?” અબીશાયે કહ્યું, “હું તમારી સાથે નીચે આવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને, સરુયાના દીકરા અબિશાયને, યોઆબના ભાઈને કહ્યું, “મારી સાથે છાવણીમાં શાઉલ સામે કોણ ઉતરશે?” અબીશાયે કહ્યું, “હું તારી સાથે નીચે ઊતરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દાઉદે હિત્તી અહીમેલેખ અને સરૂયાનો પુત્ર અબીશાય સાથે વાત કરી (અબીશાય યોઆબનો ભાઇ હતો) અને કહ્યું, “માંરી સાથે સેનાની છાવણીમાં શાઉલને મળવા માંટે કોણ આવે છે?” અબીશાયે કહ્યું, “હું તૈયાર છું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 26:6
22 Iomraidhean Croise  

કનાનનો પ્રથમ પુત્ર સિદોન હતો; હેથ તેનો બીજો પુત્ર હતો. કનાનના અન્ય પુત્રો:


હિત્તીઓ, પરિઝીઓ, રફીઓ,


5છી પોતાની મૃત પત્ની પાસેથી ઊઠીને અબ્રાહામે હિત્તીઓને કહ્યું,


એસાવ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેણે હિત્તી બએરીની પુત્રી યહૂદીથ તથા હિત્તી એલોનની પુત્રી બાસમાથ સાથે લગ્ન કર્યાં.


ગિદિયોનનો પુત્ર અબિમેલેખ કેવી રીતે માર્યો ગયો એ શું તમને યાદ નથી? થેબેઝમાં એક સ્ત્રીએ કોટ ઉપરથી ઘંટીનું ઉપલું પડ ફેંકીને તેને મારી નાખ્યો નહોતો?’ જો રાજા તને એવું પૂછે તો તેમને આટલું કહેજે: ‘તમારો સેવક ઉરિયા હિત્તી પણ મરણ પામ્યો છે.”


પછી તેમણે અમારા પર કોટ ઉપરથી બાણ માર્યા અને હે રાજા, તમારા કેટલાક સૈનિકો માર્યા ગયા. તમારો સેવક ઉરિયા પણ માર્યો ગયો.”


ત્યારે દાવિદે માણસો મોકલીને યોઆબને સંદેશો પાઠવ્યો. “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ.” તેથી યોઆબે તેને દાવિદ પાસે મોકલ્યો.


તો પછી તેં પ્રભુની આજ્ઞા ઉથાપીને તેમની દૃષ્ટિમાં આવું અઘોર કૃત્ય કેમ કર્યું છે? તેં ઉરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યો, આમ્મોનીઓને હાથે તેં તેને મારી નંખાવ્યો અને પછી તેની પત્નીને રાખી.


તેણે યોઆબ, અબિશાય અને ઇતાયને હુકમ આપ્યો, “મારે લીધે તમે જુવાન આબ્શાલોમને કંઈ હાનિ પહોંચાડશો નહિ.” દાવિદે તેના સેનાધિકારીઓને આપેલો એ આદેશ સર્વ લશ્કરી ટુકડીઓએ સાંભળ્યો.


યોઆબ, જેની માતાનું નામ સરુયા હતું, તે અને દાવિદના માણસો તળાવ આગળ સામસામે આવી ગયા. ત્યાં તેઓ સૌ બેસી ગયા; એક જૂથ તળાવની એક તરફ અને બીજું જૂથ તળાવની બીજી તરફ.


સરુયાના ત્રણ દીકરા યોઆબ, અબિશાય અને અસાહેલ ત્યાં હતા. અસાહેલ જંગલી હરણના જેટલી ઝડપથી દોડી શક્તો.


યોઆબનો ભાઈ અબિશાય (તેમની માતાનું નામ સરુયા હતું.) ત્રીસ શૂરવીરોના જૂથનો આગેવાન હતો. તે પોતાનો ભાલો લઈને ત્રણસો માણસો સાથે લડયો અને તેમને મારી નાખ્યા અને તે “ત્રીસ શૂરવીરોના જૂથ” ખ્યાતનામ થઈ ગયો.


પ્રભુએ અરામીઓને જાણે ઘોડા અને રથો સહિતનું મોટું સૈન્ય આગેકૂચ કરતું હોય તેવો અવાજ સંભળાવ્યો અને તેથી અરામીઓને લાગ્યું કે ઇઝરાયલના રાજાએ હિત્તી અને ઇજિપ્તી રાજાઓને અને તેમનાં લશ્કરોને તેમના પર હુમલો કરવા ભાડે રાખ્યાં છે.


તમારી વચમાં જીવંત ઈશ્વર છે, અને તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તે કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝ્ઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ અને યબૂસીઓને જરૂર હાંકી કાઢશે. એની ખાતરી તમને આ ઉપરથી થશે:


તે રાત્રે દાવિદ અને અબિશાયે શાઉલની છાવણીમાં પ્રવેશ કર્યો અને જોયું તો છાવણીમાં સૈનિકોના ઘેરા મધ્યે શાઉલ ઊંઘતો હતો અને તેનો ભાલો તેના માથા નજીક જમીન પર ખોસેલો હતો. આબ્નેર તથા લશ્કરના સૈનિકો તેની આસપાસ ઊંઘતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan