Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 26:16 - પવિત્ર બાઇબલ C.L.

16 આબ્નેર, તું તારી ફરજ ચૂક્યો છે. જેનો પ્રભુએ રાજા તરીકે અભિષેક કર્યો છે એ તમારા માલિકનું તમે ચોક્સાઈપૂર્વક રક્ષણ કર્યું નથી. તેથી હું પ્રભુના જીવના સમ ખાઉં છું કે તમે મૃત્યુદંડને પાત્ર છો. હવે શોધો તો ખરા કે રાજાનો ભાલો ક્યાં છે? તેના માથા પાસે પડેલો પાણીનો ચંબૂ ક્યાં છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 આ જે તેં કર્યું છે તે ઠીક નથી. જીવતા યહોવાના સમ, તમે મરવા યોગ્ય છો, કેમ કે તમે તમારા મુરબ્બીનો એટલે યહોવાના અભિષિક્તનો જાપતો રાખ્યો નથી. હવે રાજાનો ભાલો તથા તેમના માથા પાસેનો પાણીનો ચંબુ ક્યાં છે તે જુઓ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 આ જે બાબત તેં કરી છે તે ઠીક નથી. જીવતા ઈશ્વરના સમ, તમે મરવાને લાયક છે કેમ કે તમે તમારા માલિક, એટલે ઈશ્વરના અભિષિક્તની સંભાળ રાખી નથી. અને હવે, રાજાનો ભાલો તથા તેના માથા પાસેનું પાણીનું પાત્ર ક્યાં છે તે જુઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જે તે કર્યુ છે તે સારુ ન હતુ, કારણ તેઁ તારા ધણીનું રક્ષણ નથી કર્યુ, આપણા યહોવાએ તેને રાજા બનાવ્યો છે અને તે એની રક્ષા નથી કરી, તું અને તારા માંણસો મરવાને લાયક છો! રાજાના માંથા પાસે હતો તે ભાલો અને કૂંજો ક્યાં છે તે જુઓ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 26:16
11 Iomraidhean Croise  

પેલા શ્રીમંત પર દાવિદનો ક્રોધ તપી ઊઠયો. તેણે નાથાનને કહ્યું, “હું જીવંત પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે એવું કરનાર માણસ મૃત્યુદંડ પામવાને પાત્ર છે.


મારા પિતાનું કુટુંબ તમારા હાથે મૃત્યુને પાત્ર હતું, પણ તમે મને તમારી સાથે જમવાનો હક્ક આપ્યો. હે રાજા, મારા માલિક, આપની પાસેથી હવે વિશેષ કૃપા માગવાનો મને કોઈ અધિકાર નથી.”


પછી શલોમોન રાજાએ અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “તારા વતન અનાથોથમાં ચાલ્યો જા. તું મરણપાત્ર છે; પણ હું તને હાલ મારી નાખીશ નહિ. કારણ, તું મારા પિતા દાવિદની સાથે હતો એ બધા સમય દરમ્યાન કરારપેટી તારા હસ્તક હતી અને તું તેમનાં સર્વ સંકટોમાં ભાગીદાર થયો હતો.”


જેથી તે બંદીવાનોના નિ:સાસા સાંભળે અને મૃત્યુદંડ પામેલાને મુક્ત કરે.


તમારા લોકમાંથી બંદીવાન બનેલાઓના નિ:સાસા તમને પહોંચો, અને જેમને હણી નાખવા શત્રુઓએ નક્કી કર્યું છે, તેમને તમારા ભુજના સામર્થ્યથી ઉગારો.


હકીક્તમાં તો આપણે સૌ તેમના જેવા જ હતા અને આપણી દુર્વાસનાઓ પ્રમાણે જીવતા હતા, અને આપણી શારીરિક અને માનસિક વૃત્તિઓ પ્રમાણે વર્તતા હતા. બીજા સર્વની માફક આપણે પણ સ્વભાવે ઈશ્વરના કોપને પાત્ર હતા.


યિથાઈનો પુત્ર દાવિદ ધરતી પર જીવે છે ત્યાં સુધી તું કે તારું રાજ્યાસન સલામત નથી. તો હવે જા અને તેને અહીં લાવ, તેને ખતમ કરી દેવો પડશે.”


તેથી તેને કંઈપણ ઈજા કરવાથી પ્રભુ મને બચાવો. તે પ્રભુ દ્વારા પસંદ કરાયેલ અભિષિક્ત રાજા હોવાથી મારે તેને કંઈ નુક્સાન કરવું જોઈએ નહિ.”


પ્રભુએ જેનો રાજા તરીકે અભિષેક કર્યો છે એને હું કંઈ હાનિ પહોંચાડું એવું પ્રભુ ન થવા દો. ચાલ, શાઉલના માથા પાસેથી તેનો ભાલો અને તેનો પાણીનો ચંબૂ લઈ લે, એટલે આપણે અહીંથી જતા રહીએ.


દાવિદે આબ્નેરને કહ્યું, “તું તો મરદ છે ને? ઇઝરાયલમાં તારો કોઈ સમોવડિયો છે? તો પછી તું તારા માલિક રાજાનું રક્ષણ કેમ કરતો નથી? કારણ, તારા માલિક રાજાને મારવા હમણાં જ કોઈ છાવણીમાં પ્રવેશ્યું હતું.


પણ દાવિદે કહ્યું, “એને કંઈ ઈજા પહોંચાડતો નહિ. પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજાને ઈજા પહોંચાડનાર સજા પામ્યા વિના રહેશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan