Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 25:39 - પવિત્ર બાઇબલ C.L.

39 નાબાલ મરી ગયો એવું સાંભળીને દાવિદે કહ્યું, “પ્રભુની સ્તુતિ થાઓ. મારું અપમાન કરવા બદલ તેમણે નાબાલ પર વેર લીધું છે. અને મને, તેમના સેવકને ભૂંડું કરતાં રોક્યો છે. પ્રભુએ નાબાલને તેની ભૂંડાઈની શિક્ષા કરી છે.” પછી દાવિદે અબિગાઈલ સાથે લગ્ન કરવાનું કહેણ મોકલ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 નાબાલ મરણ પામ્યો છે એ દાઉદે સાંભળ્યું, ત્યારે તેણે કહ્યું, “યહોવા જેમણે નાબાલ પર મને મહેણાં મારવાનું વેર લીધું છે, ને જેમણે પોતાના સેવકને અન્યાય કરતાં અટકાવ્યો છે તેમને ધન્ય હોજો. યહોવાએ નાબાલનું દુષ્ટ કર્મ તેને પોતાને જ માથે પાછું વાળ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 અને દાઉદે જાણ્યું કે નાબાલ મરણ પામ્યો છે, ત્યારે તેણે કહ્યું, “ઈશ્વર પ્રશંસનીય છે; તેમણે નાબાલે મને જે મહેણાં માર્યા હતા તેનું વેર વાળ્યું છે. વળી તેમણે પોતાના સેવકને દુરાચાર કરવાથી અટકાવ્યો છે. અને ઈશ્વરે નાબાલનું દુષ્ટ કર્મ પાછું વાળીને તેના જ માથે નાખ્યું છે.” પછી દાઉદે માણસ મોકલીને પોતાની સાથે અબિગાઈલને લગ્ન કરવા માટે કહેવડાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 જયારે દાઉદે જાણ્યું કે, નાબાલ મૃત્યુ પામ્યો છે ત્યારે તેણે કહ્યું, “ધન્ય છે યહોવાને જેણે માંરું અપમાંન કરવા બદલ નાબાલને સજા કરી. એણે પોતાના આ સેવકને ખોટું કરતાં રોકયો! અને તેના દુષ્ટ કાર્યોને લીધે નાબાલનું મરણ નિપજાવ્યુ.” પછી દાઉદે અબીગાઈલને સંદેશો મોકલ્યો કે તે તેણીને પરણવા ઇચ્છે છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 25:39
29 Iomraidhean Croise  

દાવિદે અમાલેકીને ઉદ્દેશીને કહ્યું, “તારા મરણની જવાબદારી તારે શિર. પ્રભુને પસંદ કરેલા અભિષિક્ત રાજાને તેં મારી નાખ્યો છે એવી કબૂલાત કરીને તેં પોતાને દોષિત ઠરાવ્યો છે.”


મારા પિતા દાવિદ પ્રત્યે તેં કેવી દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે. પ્રભુ તને તેની શિક્ષા કરશે,


આમ, મોર્દખાય માટે તૈયાર કરવામાં આવેલી ફાંસી પર હામાનને લટકાવી દેવામાં આવ્યો. ત્યારબાદ રાજાનો ગુસ્સો શમી ગયો.


પણ એસ્તેર રાજા પાસે ગઈ અને રાજાએ લેખિત હુકમ બહાર પાડયો. જેને પરિણામે હામાને યહૂદીઓના જેવા હાલહવાલ કરવા યોજના ઘડી હતી તેવા તેના પોતાના થયા. તેને અને તેના પુત્રોને ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા.


તેમની હિંસા તેમના જ મસ્તક પર પાછી આવશે; તેમનો જુલમ તેમના જ તાલકા પર આવી પડશે.


તમે વિદેશી પ્રજાઓને ધમકાવી છે, અને દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેમનું નામનિશાન સદાને માટે ભૂંસી નાખ્યું છે.


સદ્ગુણી પત્ની મેળવનારને સુખ પ્રાપ્ત થાય છે; એ તો પ્રભુની કૃપાની નિશાની છે.


ઘર અને સંપત્તિ તો પૂર્વજો પાસેથી વારસામાં મળે છે, પણ સમજદાર પત્ની તો પ્રભુ તરફથી મળે છે.


કારણ, પ્રભુ પોતે તેમનો પક્ષ લઈને લડશે, અને તે તેમને લૂંટી લેનારનો જીવ છીનવી લેશે.


આદર્શ પત્ની કોને મળે? તે હીરામોતી કરતાં વધુ મૂલ્યવાન છે.


લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પણ પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર સ્ત્રી પ્રશંસા પામશે.


અમારે એક નાની બહેન છે; તેનાં સ્તન હજી ઉપસ્યાં નથી. જ્યારે તેનું માગું આવશે ત્યારે અમે શું કરીશું?


હું પ્રભુનો કોપ સહન કરીશ. કારણ, મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. પણ અંતે તો તે મારો પક્ષ લેશે અને મને ન્યાય અપાવશે. તે મને પ્રકાશમાં લાવશે અને હું તેમને હાથે મારો ઉદ્ધાર થયેલો જોઈશ.


અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખોટું ન કરો. અમે સફળ થયા છીએ એમ બતાવી શકાય એટલા માટે નહિ, પણ અમે નિષ્ફળ ગયા હોઈએ તેમ લાગતું હોય તો ય તમે સર્ત્ક્યો કર્યા કરો.


આપણને શાંતિ આપનાર ઈશ્વર તમને સંપૂર્ણપણે પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સમયે તમારા આત્મા, પ્રાણ અને શરીરને એટલે, તમારા સમગ્ર વ્યક્તિત્વને સર્વ પ્રકારે નિષ્કલંક રાખો.


ખરેખર, હું સિંહના મુખમાંથી બચી ગયો. પ્રભુ મને સર્વ દુષ્ટતાથી બચાવશે તથા તેમના સ્વર્ગીય રાજમાં સહીસલામત લઈ જશે. તેમનો સદાસર્વકાળ મહિમા હો! આમીન.


ઇઝરાયલી યોદ્ધાઓ લડી લેવાને કૃતનિશ્ર્વયી હતા. લોકો સ્વેચ્છાપૂર્વક લડાઈમાં સામેલ થયા. પ્રભુની સ્તુતિ થાઓ!


પ્રભુ ન્યાય કરશે અને આપણા બેમાંથી કોણ ખોટું છે તેનો નિર્ણય કરશે. તે મારી હિમાયત કરશે, મારું રક્ષણ કરશે અને મને તમારા હાથમાંથી બચાવશે.”


મહોદય, તમે મોકલેલા તમારા જુવાન સેવકો મને મળ્યા નહોતા. તમારું વેર વાળવાથી અને તમારા દુશ્મનોને મારી નાખવાથી પ્રભુએ જ તમને પાછા રાખ્યા છે. પ્રભુના તથા આપના જીવના સોગન લઉં છું કે તમારા શત્રુઓ અને તમને નુક્સાન પહોંચાડવા ઇચ્છતા સૌને નાબાલની માફક શિક્ષા થશે.


દાવિદે અબિગાઈલને કહ્યું, “આજે મને મળવા માટે તને મોકલનાર ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ હો.


તમને નુક્સાન કરતાં પ્રભુએ મને રોક્યો અને જો તું ઉતાવળ કરીને મળવા આવી ન હોત તો ઇઝરાયલના ઈશ્વરના જીવના સમ કે સવાર સુધીમાં મેં નાબાલના આબાલવૃદ્ધ બધા પુરુષોને માર્યા હોત.”


તેના સેવકોએ અબિગાઈલ પાસે ર્કામેલમાં જઈને કહ્યું, “દાવિદે તમને તેમની પત્ની તરીકે લઈ જવા અમને મોકલ્યા છે.”


વળી, દાવિદે કહ્યું, “પ્રભુના જીવના સમ, હું જાણું છું કે પ્રભુ પોતે શાઉલને મારશે; પછી તે કુદરતી મોતે મરે કે યુદ્ધમાં ઘવાઈને માર્યો જાય.


Lean sinn:

Sanasan


Sanasan