૧ શમુએલ 25:33 - પવિત્ર બાઇબલ C.L.33 ધન્ય છે તને અને તારી સૂઝસમજને કે ખૂનના ગુનાથી અને વેર વાળવાથી તેં મને પાછો રાખ્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 વળી તારી ચતુરાઈને ધન્ય હો, તથા તને પણ ધન્ય હો, કેમ કે તેં મને આજે ખૂનના દોષથી તથા મારે પોતાને હાથે મારું વેર વાળવાથી અટકાવ્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 અને તારી બુદ્ધિની તથા તારી હું પ્રશંસા કરું છું. કારણ કે તેં મને આજે ખૂનના દોષથી અને મારે પોતાને હાથે મારું પોતાનું વેર વાળવાથી અટકાવ્યો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ33 વળી ધન્ય છે તારી ચતુરાઈને અને તને! તેં મને આજે ખૂનરેજીમાંથી અને પોતાને હાથે વેર વાળવામાંથી રોકી લીધો. Faic an caibideil |
પોતે કરેલી ચોરીને બદલે તેણે દંડ ચૂકવવો. એ ચૂકવવા તેની પાસે કંઈ ન હોય તો ચોરીનો દંડ ભરવા માટે તેણે પોતાને દાસ તરીકે વેચવો. જો ચોરી કરેલ બળદ અથવા ઘેટું જીવતાં મળે તો એકના બદલામાં બે પ્રાણી પાછાં આપવાં. “જો કોઈ ચોર ઘરમાં રાત્રે ખાતર પાડતાં પકડાઈ જાય અને માર મારતાં મરી જાય તો તેને મારી નાખનાર તેના ખૂન માટે જવાબદાર નથી. પરંતુ સૂર્યોદય પછી દિવસ દરમ્યાન એવું બને તો મારનાર વ્યક્તિ ખૂન માટે જવાબદાર છે.