Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 24:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેણે કહ્યું, “હું તમને નુક્સાન કરવા માગું છું એવું કહેનાર લોકોનું તમે કેમ સાંભળો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને દાઉદે શાઉલને કહ્યું, “જુઓ, દાઉદ તમારું નુકસાન કરવા ઇચ્છે છે, એવું બોલનારાનું કહેવું તમે શા માટે સાંભળો છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દાઉદે શાઉલને કહ્યું, “તમે શા માટે આ માણસોનું સાંભળો છો! તેઓ એવું કહે છે, ‘જો, દાઉદ તને નુકશાન કરવાનું શોધે છે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “દાઉદ આપને માંરી નાખવા ફરે છે. ‘એવું કહેનાર લોકોનું તમે સાંભળો છો શા માંટે?’

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 24:9
19 Iomraidhean Croise  

બીજાઓની ગુપ્ત રીતે નિંદા કરનારને હું ચૂપ કરી દઈશ. ઘમંડી નજર અને અહંકારી દયવાળા જનોને હું સાંખી લઈશ નહિ.


જ્યારે તેમના શાસકોને પર્વતની કરાડ પરથી નીચે ફેંકી દેવામાં આવશે, ત્યારે લોકો સ્વીકારશે કે મારા શબ્દો સાચા છે.


કુટિલજન ઝઘડા કરાવે છે; કાનભંભેરણી કરનાર મિત્રો વચ્ચે ફાટફૂટ પડાવે છે.


દુર્જન ભૂંડા શબ્દો પ્રત્યે લક્ષ આપે છે, અને જૂઠો માણસ નિંદા કરનાર જીભ તરફ કાન માંડે છે.


કૂથલીના બોલ સ્વાદિષ્ટ કોળિયા જેવા છે, તે અભ્યંતરમાં સરળતાથી ઊતરી જાય છે.


જેમ મોસમી પવનો વરસાદ લાવે છે, તેમ જ ચુગલીખોર જીભ ક્રોધ ઉત્પન્‍ન કરે છે.


જૂઠાબોલી જીભ તેનો ભોગ બનનારા પર દ્વેષ રાખે છે, અને ખુશામતખોર મોં બરબાદી લાવે છે.


જો શાસનર્ક્તા અફવાઓ પર લક્ષ આપશે, તો તેના અધિકારીઓ નિ:શંક દુષ્ટ બનશે.


પછી યર્મિયાએ સિદકિયા રાજાને પૂછયું, “તારી કે તારા અધિકારીઓની કે આ લોકોની વિરુદ્ધ મેં શો ગુનો કર્યો છે કે તમે બધાએ મને કેદમાં નાખ્યો છે?


કોઇની જૂઠી ચાડી કરવી નહિ. કોઈના પર ખોટો આરોપ મૂકી તેના જીવને જોખમમાં મૂકવો નહિ. હું પ્રભુ છું.


તેમ જીભ પણ અગ્નિ જેવી છે. એ તો જૂઠની દુનિયા છે. અન્ય અવયવો સાથે તેને પણ આપણા શરીરમાં સ્થાન છે. આપણા સમગ્ર વ્યક્તિત્વની મારફતે તે ભૂંડાઈ ફેલાવે છે. તેની મારફતે આવતા નર્કાગ્નિથી આપણા સમગ્ર અસ્તિત્વને તે સળગાવે છે.


પછી દાવિદ રામાના નાયોથમાંથી નાસી છૂટયો અને યોનાથાન પાસે જઈને તેણે કહ્યું, “મેં શું કર્યુ છે? મેં શો ગુન્હો કર્યો છે? મેં તારા પિતાનું શું બગાડયું છે કે તે મને મારી નાખવા શોધે છે?”


છોકરાના ગયા પછી દાવિદ પથ્થરોના ઢગલા પાછળથી નીકળી આવ્યો અને યોનાથાનને ભૂમિ પર શિર ટેકવીને તેને ત્રણવાર નમન કર્યું. દાવિદ અને યોનાથાને એકબીજાને ભેટીને ચુંબન કર્યું અને રડવા લાગ્યા. યોનાથાન કરતાં પણ દાવિદ વધારે રડયો.


તમે પોતે જોઈ શકો છો કે આજે ગુફામાં પ્રભુએ તમને મારા હાથમાં સોંપી દીધા હતા. મારા કેટલાક માણસોએ તમને મારી નાખવા મને કહ્યું, પણ મેં તમને જીવતદાન આપ્યું. કારણ, મેં વિચાર્યું કે તમે પ્રભુના પસંદ કરેલા અભિષિક્ત રાજા છો અને તેથી મારે તમને કંઈ ઇજા કરવી જોઈએ નહિ.


શાઉલે ઊઠીને ગુફામાંથી ચાલવા માંડયું. દાવિદે તેની પાછળ પાછળ બહાર આવીને તેને બોલાવ્યો, “હે રાજા, મારા માલિક!” શાઉલે પાછા ફરીને જોયું અને દાવિદે તેને માન આપતાં ભૂમિ પર શિર ટેકવીને નમન કર્યું.


તેણે વિશેષમાં કહ્યું, “મારા માલિક, તમે મારી એટલે, તમારા સેવકની પાછળ કેમ પડયા છો? મેં શું કર્યું છે? મેં શો ગુન્હો કર્યો છે?


તેથી હે રાજા, મારા માલિક, તમારા સેવકનું સાંભળો. પ્રભુએ તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય તો પ્રભુને એકાદ અર્પણ ચઢાવીને તેમને પ્રસન્‍ન કરું. પણ જો તે માણસનું કામ હોય તો તેઓ પ્રભુથી શાપિત થાઓ. કારણ, તેમણે ‘જા, અન્ય દેવોની સેવા કર’ એવું કહીને આજે મને કાઢી મૂક્યો છે. જેથી પ્રભુના વતનમાં મારો કોઈ લાગભાગ રહે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan