Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 24:12 - પવિત્ર બાઇબલ C.L.

12 આપણા બેમાં કોણ ખોટું છે એનો પ્રભુ ન્યાય કરો. હું તમને કંઈ નુક્સાન કરવાનો નથી. માટે મારી વિરુધના તમારા કૃત્ય માટે ઈશ્વર તમને શિક્ષા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 યહોવા મારી તથા તમારી વચ્ચે ન્યાય કરો, ને યહોવા મારી તથા તમારી વચ્ચે ન્યાય કરો, ને યહોવા મારું વેર તમારા પર વાળો. પણ મારો હાથ [તો] તમારા પર નહિ જ પડે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઈશ્વર મારી તથા તમારી વચ્ચે ન્યાય કરો અને ઈશ્વર મારું વેર તમારા પર વાળો, પણ મારો હાથ તમારી સામે નહિ જ પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યહોવા તારી અને માંરી વચ્ચે ન્યાયાધીશ રહેશે. તમે માંરી સાથે ખોટું કર્યુ છે, યહોવા તેના માંટે તમને સજા કરે. પણ હું આપની સામે હાથ ઉગામવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 24:12
17 Iomraidhean Croise  

સારાયે અબ્રામને કહ્યું, “મને થયેલો અન્યાય તમારે શિર છે. મેં જ મારી દાસીને તમારી સોડમાં સોંપી હતી, પણ પોતે ગર્ભવતી થઈ છે એવી તેને ખબર પડતાં તે મારો તિરસ્કાર કરવા લાગી છે. પ્રભુ આપણા બે વચ્ચે ન્યાય કરો.”


અબ્રાહામના ઈશ્વર, તથા નાહોરના ઈશ્વર એટલે, તેમના પિતૃઓના ઈશ્વર આપણી વચમાં ન્યાય કરો.” ત્યારે યાકોબે તેના પિતા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વરના નામે સોગંદ ખાધા.


તે મને મારા શત્રુઓ પર પૂરો બદલો લેવા દે છે; અન્ય રાષ્ટ્રોને તે મારે તાબે કરે છે.


ઈશ્વરના આત્માએ દાવિદના ત્રીસ શૂરવીરોના ઉપરી અમાસાયનો કબજો લીધો અને તે બોલી ઊઠયો, “હે દાવિદ, અમે તારા છીએ! હે યિશાઇપુત્ર, અમે તારે પક્ષે છીએ. તારો જય હો! તારા સાથીદારોનો જય હો! ઈશ્વર તારી સહાય કરનાર છે!” દાવિદે તેમનો સ્વીકાર કર્યો અને તેમને લશ્કરમાં અધિકારીઓ બનાવ્યા.


જો હું તારી જગ્યાએ હોઉં તો ઈશ્વરને શરણે જાઉં અને તેમને જ મારો મુકદમો સોંપી દઉં.


હે પ્રભુ, મારી સાથે વિવાદ કરનારાઓની સાથે તમે વિવાદ કરો. મારી સાથે લડનારાઓની સામે તમે લડો.


હે ઈશ્વર, મને ન્યાય અપાવો, અધર્મી પ્રજા સામે મારા પક્ષમાં દલીલો રજૂ કરો; કપટી અને અન્યાયી માણસોથી મને ઉગારો.


હે પ્રભુ, તમે બદલો વાળનાર ઈશ્વર છો; હે બદલો વાળનાર ઈશ્વર, પોતાને પ્રગટ કરો.


મારા મિત્રો, વેર વાળશો નહિ; એને બદલે, તે ક્મ ઈશ્વરના કોપને કરવા દો. શાસ્ત્રમાં લખેલું છે: “વેર વાળવું એ મારું ક્મ છે અને હું બદલો લઈશ, એમ પ્રભુ કહે છે.”


વળી, જ્યારે તેમની નિંદા કરવામાં આવી ત્યારે તેમણે સામી નિંદા કરી નહિ અને દુ:ખ સહન કરતી વેળાએ તેમણે ધમકી આપી નહિ. પણ પોતાની આશા અદલ ન્યાયાધીશ ઈશ્વર પર રાખી.


તેમણે મોટે સાદે પોકાર્યું, “સર્વસમર્થ, પવિત્ર અને સત્ય પ્રભુ! અમારો વધ કરનાર પૃથ્વીના લોકોનો ન્યાય કરવામાં અને બદલો વાળવામાં ક્યાં સુધી વિલંબ કરશો?”


ખરેખર, મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી. તમે મારી સામે યુદ્ધે ચડીને મારું ભૂંડું કરી રહ્યા છો. પ્રભુ ન્યાયાધીશ છે. તે ઇઝરાયલીઓ અને આમ્મોનીઓ વચ્ચે ફેંસલો કરશે.”


પછી દાવિદ રામાના નાયોથમાંથી નાસી છૂટયો અને યોનાથાન પાસે જઈને તેણે કહ્યું, “મેં શું કર્યુ છે? મેં શો ગુન્હો કર્યો છે? મેં તારા પિતાનું શું બગાડયું છે કે તે મને મારી નાખવા શોધે છે?”


પ્રભુ ન્યાય કરશે અને આપણા બેમાંથી કોણ ખોટું છે તેનો નિર્ણય કરશે. તે મારી હિમાયત કરશે, મારું રક્ષણ કરશે અને મને તમારા હાથમાંથી બચાવશે.”


પ્રભુ પ્રામાણિક્તા અને વફાદારીનો બદલો આપે છે.આજે પ્રભુએ તમને મારા હાથમાં સોંપી દીધા. પણ પ્રભુના અભિષિક્ત રાજા તરીકે મેં તમારા પર ઘા કરવાનું યોગ્ય માન્યું નથી.


Lean sinn:

Sanasan


Sanasan