Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 24:11 - પવિત્ર બાઇબલ C.L.

11 મારા પિતા, તમારા ઝભ્ભાનો ટુકડો મારા હાથમાં છે તે જુઓ. મેં એ ટુકડો કાપી લીધો, પણ તમને મારી નાખ્યા નહિ. એ પરથી તમને ખાતરી થવી જોઈએ કે તમારી વિરુદ્ધ બંડ કરવાનો અથવા તમને ઈજા પહોંચાડવાનો મારો ઇરાદો નથી. તમે મને મારી નાખવા મારો પીછો કરો છો. પણ મેં તો તમારું કંઈ ભૂંડુ કર્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 વળી, મારા પિતા, જુઓ, હા, મારા હાથમાં તમારા ઝભ્ભાની કોર જુઓ, મેં તમારા ઝભ્ભાની કોર કાપી લીધી, છતાં તમને મારી નાખ્યા નહિ, તે પરથી જાણો ને સમજો કે મારા હાથમાં દુષ્ટતા કે ઉલ્લંઘન નથી. વળી, તમે જો કે મારો જીવ લેવા મારી પાછળ પડ્યા છો, તોપણ મેં તમારી વિરુદ્ધ કંઈ પાપ કર્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 મારા પિતા, જો, મારા હાથમાં તમારા ઝભ્ભાની કોર છે. મેં તમારા ઝભ્ભાની કોર કાપી લીધી પણ તમને મારી નાખ્યા નહિ, તે ઉપરથી સમજો કે મારા હાથમાં દુષ્ટતા કે રાજદ્રોહ નથી, મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી, જો કે તમે મારો જીવ લેવા માટે મારી પાછળ લાગ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જુઓ, માંરા હાથમાં શું છે? આ રહી માંરા હાથમાં આપના ઝભ્ભાની ચાળ, મેં એ કાપી લીધી, પણ આપનો વધ ન કર્યો. એથી આપને ખાતરી થશે કે, માંરા મનમાં આપની સામે બળવો કરવાનો કે આપને ઇજા પહોંચાડવાનો ખ્યાલ જ નથી. મેં આપનું કશું જ બગાડયું નથી, તેમ છતાં આપ માંરો જીવ લેવા માંરી પાછળ પડયા છો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 24:11
22 Iomraidhean Croise  

દાવિદે તેને પૂછયું, “પ્રભુએ પસંદ કરાયેલ રાજાને મારી નાખવાની તેં હિંમત કેમ કરી?”


તેના સેવકોએ તેની પાસે જઈ તેને કહ્યું, “સાહેબ, સંદેશવાહકે તમને કોઈ અઘરું કામ કહ્યું હોત તો તે તમે ન કરત? તો પછી તમે જઈને તેમના કહેવા મુજબ સ્નાન કરીને સાજા કેમ થતા નથી?”


જો હું સહેજ ઊંચો થાઉં તો તમે મારા પર સિંહની પેઠે ત્રાટકો છો, અને મારી વિરુદ્ધ તમારી અદ્‍ભુત શક્તિનો પરચો આપો છો.


સત્તાધીશો મારા પર વિનાકારણ જુલ મ કરે છે, પરંતુ મને તમારા શિક્ષણ સિવાય બીજા કશાની બીક નથી.


બીજાઓ પર જૂઠા આરોપ મૂકનારા સફળ ન થાઓ; હિંસક માણસો પર વિપત્તિ ત્રાટકીને તેમને નષ્ટ કરો.


વિનાકારણ તેમણે મારે માટે જાળ પાથરી છે, અને વિનાકારણ મારો જીવ લેવા ખાડો ખોદ્યો છે.


તેઓ મારી હત્યા કરવા છુપાઈને બેઠા છે. ઘાતકી લોકો મારી વિરુદ્ધ એકત્ર થાય છે. હે પ્રભુ, મારા કોઈ અપરાધ કે મારા કોઈ પાપને લીધે તેઓ એમ કરે છે એવું નથી;


તો મારા શત્રુઓ મારો પીછો કરી મને પકડી પાડો; તેઓ મારા જીવને ખૂંદી કાઢો, અને તેઓ મારી આબરુ ધૂળમાં રગદોળો. (સેલાહ)


સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે.


દુશ્મનો અમારા પર ચાંપતી નજર રાખતા હતા; તેથી અમે અમારા રસ્તાઓ પર પણ ફરી શક્તા નહોતા. અમારા દિવસો પૂરા થયા છે; અમારો અંત નજીક આવી પહોંચ્યો છે.


તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: હે સ્ત્રીઓ, તમારું આવી બન્યું છે! તમે માણસોનાં કાંડાએ તાવીજો બાંધો છો અને વિવિધ કદના માણસોના માથે બાંધવાના જાદુઈ રુમાલ બનાવો છો, અને એમ તમે તેમનો શિકાર કરો છો! તમે તમારા લાભમાં મારા લોકના જીવના ભોગે તમારા જીવ બચાવો છો?


દેશમાં કોઈ ધર્મિષ્ઠ માણસ રહેવા પામ્યો નથી. વળી, ઈશ્વરને કોઈ વફાદાર નથી. દરેક જણ ખૂન કરવાનો લાગ શોધે છે. દરેક પોતાના ભાઈનો શિકાર કરવા તેની પાછળ પડી જાય છે.


‘તેમણે વગર કારણે મારો તિરસ્કાર કર્યો છે,’ એવું તેમના નિયમશાસ્ત્રમાં જે લખેલું છે તે સાચું પડે, માટે આમ થવું જ જોઈએ.


હું અહીં છું. જો મેં કોઈનું કંઈ ખોટું કર્યું હોય, તો પ્રભુ અને તેના પસંદ કરેલા રાજાની સમક્ષ અત્યારે જ મારી ઉપર આક્ષેપ મૂકો. શું મેં કોઈનો બળદ કે કોઇનું ગધેડું લીાાં છે? શું મેં કોઈને છેતર્યો છે કે કોઈના પર જુલમ કર્યો છે? પક્ષપાત કરવા માટે કોઈની પાસેથી મેં લાંચ લીધી છે? જો આમાનું મેં કાંઈપણ કર્યું હોય તો મેં જે લીધું હોય તે હું ભરપાઈ કરી આપીશ.”


તેણે તેમની જનનેદ્રિંયની ચામડી લઈને રાજાની સમક્ષ બધી ગણી બતાવી કે જેથી તે રાજાનો જમાઈ બને. તેથી શાઉલે પોતાની પુત્રી મીખાલનું દાવિદ સાથે લગ્ન કરાવ્યું.


દાવિદ વેરાનપ્રદેશમાં જ રહ્યો. તે ઝીફના વેરાનપ્રદેશમાં પહાડના મજબૂત ગઢોમાં સંતાઈ રહ્યો. શાઉલ તેની નિત્ય શોધ કરતો રહ્યો, પણ ઈશ્વરે દાવિદને તેના હાથમાં સોંપ્યો નહિ.


તેની સંતાવાની ચોક્કસ જગ્યાઓ શોધી કાઢો અને મારી પાસે વિના વિલંબે પાછા આવો. પછી હું તમારી સાથે આવીશ અને જો તે તે પ્રદેશમાં જ હશે તો યહૂદિયાનાં સર્વ ગોત્રોમાં ફરી વળવું પડે તો પણ હું તેમ કરીને તેને પકડી પાડીશ.”


મારો કંઈ અપરાધ હોય તો મને ક્ષમા કરો. પ્રભુ તમારા રાજવંશને કાયમને માટે સ્થાપિત કરશે. કારણ, તમે તેમની લડાઈઓ લડો છો અને તમે જીવનપર્યંત કંઈ ખોટું કરશો નહિ.


તેણે વિશેષમાં કહ્યું, “મારા માલિક, તમે મારી એટલે, તમારા સેવકની પાછળ કેમ પડયા છો? મેં શું કર્યું છે? મેં શો ગુન્હો કર્યો છે?


તો હવે પ્રભુની ઉપસ્થિતિથી દૂર એટલે વિધર્મીઓના દેશમાં મારું ખૂન ન થાઓ. કારણ, પર્વતોમાં તેતર જેવાં પક્ષીઓનો શિકાર કરનારની માફક ઇઝરાયલનો રાજા મારા જેવા એક ચાંચડને પકડવા માગે છે.”


પ્રભુ પ્રામાણિક્તા અને વફાદારીનો બદલો આપે છે.આજે પ્રભુએ તમને મારા હાથમાં સોંપી દીધા. પણ પ્રભુના અભિષિક્ત રાજા તરીકે મેં તમારા પર ઘા કરવાનું યોગ્ય માન્યું નથી.


Lean sinn:

Sanasan


Sanasan