Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 23:26 - પવિત્ર બાઇબલ C.L.

26 શાઉલ અને તેના માણસો પર્વતની એક બાજુએ હતા. તેઓ શાઉલ અને તેના માણસોથી નાસી છૂટવાની ઉતાવળમાં હતા. કારણ, તેઓ તેમને ભીંસમાં લઈ રહ્યા હતા અને તેમને પકડી પાડવાની તૈયારીમાં હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 શાઉલ પર્વતની આ બાજુએ ગયો, ને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલની બીકને લીધે છટકી જવા ઉતાવળ કરી; કેમ કે શાઉલે તથા તેના માણસોએ દાઉદને તથા તેના માણસોને પકડવા માટે તેઓને ઘેરી લીધા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 શાઉલ પર્વતની એક બાજુએ ગયો અને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલને લીધે ત્યાં છટકી જવા માટે ઉતાવળ કરી. કેમ કે શાઉલ તથા તેના માણસો દાઉદ તથા તેના માણસોને પકડવા માટે તેમને ઘેરી લીધા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 શાઉલ અને તેના મૅંણસો ડુંગરની એક બાજુએ હતા. દાઉદ અને તેના મૅંણસો બીજી બાજુએ હતાં. દાઉદ અને તેના મૅંણસો શાઉલથી ઝટપટ ભાગી છૂટવાનો પ્રયત્ન કરતા હતા, અને શાઉલ અને તેના મૅંણસો તેમને આંતરી લઈને પઢડી લેવાની અણી ઉપર હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 23:26
17 Iomraidhean Croise  

તેથી દાવિદે પોતાની સાથેના યરુશાલેમમાંના અધિકારીઓને કહ્યું, “આબ્શાલોમથી બચવું હોય તો આપણે તાત્કાલિક નાસી છૂટવું જોઈએ. ઉતાવળ કરો, નહિ તો તે અહીં જલદી આવી પહોંચશે અને આપણને હરાવીને નગરમાં સૌને મારી નાખશે.”


હે પ્રભુ, તમે અમારા ઈશ્વર છો! તેમને શિક્ષા કરો, કારણ, અમારી પર આક્રમણ લઈ આવેલ આ સૈન્ય સામે અમે સાવ લાચાર છીએ. શું કરવું એની અમને કંઈ સૂઝ પડતી નથી, પણ મદદ માટે અમે તમારી તરફ મીટ માંડીએ છીએ.”


મારા પગ લથડી ગયા છે, તેઓ મને ચોમેરથી ઘેરી વળ્યા છે. મને જમીન પર પછાડવા માટે તેમની આંખો તાકી રહી છે.


સાંઢોના મોટા ધણે મને ઘેરી લીધો છે; બાશાનપ્રદેશના હિંસક આખલાઓ મારી ચારે તરફ ફરી વળ્યા છે.


દુષ્ટોની ટોળકીએ મને ઘેરી લીધો છે, કૂતરાંની જેમ તેઓ મારી ચોપાસ ફરી વળ્યા છે; તેઓ સિંહની જેમ મારા હાથપગ ચીરી નાખે છે.


હું તો ગભરાટમાં બોલી ઊઠયો કે હું તમારી દૃષ્ટિથી દૂર ફેંકાઈ ગયો છું; પરંતુ જ્યારે મેં સહાય માટે વિનંતી કરી ત્યારે તમે મારી અરજનો પોકાર સાંભળ્યો છે.


ભાઈઓ, અમને આસિયા પ્રદેશમાં પડેલી મુશ્કેલીઓ અમે તમને જણાવવા માગીએ છીએ. અમારા પર એવો મોટો અને અસહ્ય બોજ આવી પડયો હતો કે અમે જીવવાની પણ આશા છોડી દીધી હતી.


તેઓ દરિયાકિનારાની રેતીના કણ જેટલા હશે. તેઓ આખી પૃથ્વી પર ફેલાઈ જશે અને ઈશ્વરના લોકોની છાવણીને અને ઈશ્વરના પ્રિય શહેરને ઘેરો ઘાલશે પણ આકાશમાંથી અગ્નિ ઊતરીને તેમનો નાશ કરશે.


ગાઝાના લોકોને ખબર પડી કે શિમશોન ત્યાં છે, તેથી તેઓ તે જગ્યાને ઘેરી વળ્યા અને આખી રાત તેની રાહ જોતા નગરના દરવાજે બેસી રહ્યા. તેઓ આખી રાત કંઈ કર્યા વિના બેસી રહ્યા. તેમના મનમાં એમ હતું કે, “આપણે સવાર સુધી રાહ જોઈશું અને પછી તેને મારી નાખીશું.”


મીખાલે તેને બારીમાંથી ઉતાર્યો અને તે નાસી છૂટયો.


જલદી કર. ઊભો ના રહીશ.” છોકરો તીર લઈને પોતાના માલિક પાસે પાછો આવ્યો.


શાઉલ અને તેના માણસો દાવિદની શોધમાં નીકળ્યા. પણ દાવિદ તે વિષે સાંભળીને માઓનના વેરાનપ્રદેશના ખડકાળ કોતરમાં જતો રહ્યો. એ સાંભળીને શાઉલે દાવિદનો પીછો પકડયો.


એ જ વખતે એક સંદેશકે આવીને શાઉલને કહ્યું, “તાત્કાલિક પાછા ફરો. પલિસ્તીઓએ દેશ પર હુમલો કર્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan