Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 23:17 - પવિત્ર બાઇબલ C.L.

17 યોનાથાને તેને કહ્યું, “ગભરાઈશ નહિ, મારા પિતા શાઉલ તને કંઈ નુક્સાન કરી શકશે નહિ. મારા પિતા પણ જાણે છે કે તું ઇઝરાયલનો રાજા બનશે અને હું તારાથી બીજા સ્થાને હોઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 યોનાથાને તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે મારા પિતા શાઉલનો હાથ તને ખોળી કાઢી શકશે નહિ. તું ઇઝરાયલનો રાજા થશે, ને હું તારાથી બીજે દરજ્‍જે હોઈશ. અને એ તો મારા પિતા શાઉલ પણ જાણે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 યોનાથાને તેને કહ્યું, “બીશ નહિ. કેમ કે મારા પિતા શાઉલનો હાથ તને પકડી પાડી શકશે નહિ. તું ઇઝરાયલ પર રાજા થશે અને હું તારાથી બીજે દરજ્જે હોઈશ. મારા પિતા શાઉલ પણ આ જાણે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તેણે કહ્યું, “ગભરાઈશ નહિ. માંરા પિતા તને ઇજા કરી શકે તેમ નથી. તું ઇસ્રાએલનો રાજા થનાર છે, માંરું સ્થાન તારા પદ્ધી હશે. માંરા પિતા એ જાણે છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 23:17
24 Iomraidhean Croise  

પ્રભુ મારી સાથે છે; તેથી હું ડરવાનો નથી. માણસ મને શું નુક્સાન કરી શકે?


પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર માણસને દૃઢ વિશ્વાસ અને તેના કુટુંબને સલામતી બક્ષે છે.


માનવી મનમાં ઘણી યોજનાઓ ઘડે છે; પણ પ્રભુનો ઇરાદો જ કાયમ ટકશે.


થાકી ગયેલા બધા હાથોને મજબૂત કરો અને ધ્રૂજતા ઢીંચણોને સ્થિર કરો.


ઉચાટ દિલવાળાને કહો, ‘દઢ થાઓ અને બીશો નહિ! જુઓ, તમારા ઈશ્વર આવે છે.’ તે તમારા દુશ્મનો પર વૈર વાળશે અને બદલો લેશે. તે પોતે તમારો બચાવ કરશે.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


પ્રભુ કહે છે, “હે ઇઝરાયલ, તું તો કીડા સમાન નાજુક અને નિર્બળ છે. હે યાકોબ, તું નાનો છે, પણ બીશ નહિ; હું પવિત્ર ઈશ્વર તારો છોડાવનાર છું; હું તને મદદ કરીશ.


તેથી તારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈપણ હથિયાર સાર્થક થશે નહિ. ન્યાય તોળતી વખતે તારી વિરુદ્ધ કરવામાં આવેલા કોઈપણ આક્ષેપોને તું જુઠ્ઠા પુરવાર કરીશ. એ જ મારા તરફથી મારા સેવકોને મળતો વારસો છે; હું જ તેમના બચાવપક્ષે છું,” એવું પ્રભુ કહે છે.


“ઓ નાના ટોળા, તું ગભરાઈશ નહિ, કારણ, તારા પિતાની ઇચ્છા તને રાજ્ય આપવાની છે.


અમે રોમમાં આવી પહોંચ્યા એટલે પાઉલને એક સૈનિકના પહેરા નીચે સ્વતંત્ર રહેવા દેવામાં આવ્યો.


પણ જો તે ઈશ્વરયોજિત હશે તો તેમને કદી હરાવી શકાશે નહિ. કદાચ, તમે ઈશ્વર વિરુદ્ધ લડનારા બનો.” ન્યાયસભાએ ગમાલીએલની સલાહ માની.


ઘણા વર્ષોથી હું તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી રહ્યો છું. સ્પેન જતી વખતે હું તમને મળવાની આશા રાખું છું. તમારી મુલાકાતથી મળતો આનંદ તથા તમારી મદદ મેળવીને હું સ્પેન જવા વિદાય થઈશ.


તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”


યિથાઈનો પુત્ર દાવિદ ધરતી પર જીવે છે ત્યાં સુધી તું કે તારું રાજ્યાસન સલામત નથી. તો હવે જા અને તેને અહીં લાવ, તેને ખતમ કરી દેવો પડશે.”


મારી સાથે રહે અને ગભરાઈશ નહિ. શાઉલ આપણને બંનેને મારી નાખવા માગે છે, પણ મારી સાથે તો તું સલામત રહેશે.”


કોઈ માણસ કેટલીવાર તેના શત્રુને પકડીને તેને સલામત રીતે જવા દે? આજે મારા પ્રત્યે તેં દર્શાવેલ વર્તાવને બદલે પ્રભુ તને સારો બદલો આપો.


હવે મને ખાતરી થઇ કે તું ઇઝરાયલનો રાજા થવાનો છે અને તારા શાસન હેઠળ રાજ્ય સ્થિર થશે.


પણ પ્રભુને નામે આજે મને વચન આપ કે તું મારા વંશજોને જીવતા રહેવા દેશે; જેથી મારા પિતૃ કુટુંબમાંથી મારું નામ સદંતર નષ્ટ ન થઇ જાય.”


દાવિદના માણસોએ દાવિદને કહ્યું, “પ્રભુએ તને જે કહ્યું હતું તેનો આ દિવસ છે. પ્રભુએ તને કહ્યું હતું કે તે તારા શત્રુઓને તારા હાથમાં સોંપી દેશે અને તને ફાવે તેમ તું તેને કરી શકીશ. દાવિદે છાનામાના શાઉલના ઝભ્ભામાંથી એક ટુકડો કાપી લીધો.


પ્રભુ તમને આપેલાં સર્વ સારાં વચન પૂરાં કરો અને તમને ઇઝરાયલના રાજા બનાવો.


Lean sinn:

Sanasan


Sanasan