Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 23:14 - પવિત્ર બાઇબલ C.L.

14 દાવિદ વેરાનપ્રદેશમાં જ રહ્યો. તે ઝીફના વેરાનપ્રદેશમાં પહાડના મજબૂત ગઢોમાં સંતાઈ રહ્યો. શાઉલ તેની નિત્ય શોધ કરતો રહ્યો, પણ ઈશ્વરે દાવિદને તેના હાથમાં સોંપ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 દાઉદ રાનમાં મજબૂત ગઢોમાં વસ્યો, ને ઝીફના રાનમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ દરરોજ તેના હાથમાં સોંપ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 દાઉદ અરણ્યમાં મજબૂત મિલોઓમાં અને ઝીફના અરણ્યમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ તેને દરરોજ શોધતો હતો, પણ ઈશ્વરે તેને તેના હાથમાં લાગવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 દાઉદ રણની અંદર કિલ્લામાં રહેતો. પદ્ધી તે તેના માણસો સાથે પર્વતોમાં ઝીફ રણમાં સંતાઇ ગયો. શાઉલ હમેશા તેઓને શોધતો હતો. પરંતુ દેવે શાઉલને દાઉદને પઢડવા ન દીધો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 23:14
19 Iomraidhean Croise  

તમે મારું સંતાવાનું સ્થાન છો. તમે મને સંકટમાંથી ઉગારશો, અને ઉદ્ધારના પોકારો કરનારાથી મને ઘેરી લેશો. (સેલાહ)


હું દૂરદૂર ઊડી જાત અને નિર્જન પ્રદેશમાં મુકામ કરત. (સેલાહ)


કારણ, તેઓ દુષ્ટતા આચરવા દોડી જાય છે, અને ખૂન કરવા સદા તત્પર હોય છે.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


કારણ, દુષ્ટોને દુષ્કૃત્ય આચર્યા વિના ચેન પડતું નથી, અને કોઈ નિર્દોષને ન ફસાવે તો તેમની ઊંઘ ઊડી જાય છે.


એને બદલે, રાજાએ રાજકુમાર યરાહમએલને, આઝીએલના પુત્ર સરાયાને તથા આબ્દએલના પુત્ર શેલેમ્યાને લહિયા બારૂખની અને સંદેશવાહક યર્મિયાની ધરપકડ કરવાનો હુકમ કર્યો; પરંતુ પ્રભુએ તેમને સંતાડી રાખ્યા.


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


મારી વર્તણૂકનું અને મારા જીવનના યેયનું અનુકરણ કર્યું છે. તેં મારો વિશ્વાસ, ધીરજ, પ્રેમ, સહનશક્તિ, સતાવણીઓ અને દુ:ખો જોયાં છે. અંત્યોખ, ઈકોની અને લુસ્ત્રામાં જે ભયંકર સતાવણીઓમાંથી હું પસાર થયો હતો તેની તને ખબર છે. તે સર્વમાંથી પ્રભુએ મારો બચાવ કર્યો હતો.


ઝીફ, ટેલેમ, બેઆલોથ; હાસોર-હદાત્તાહ, કરીયોથ હેસ્રોન (એટલે હાસોર);


માઓન, ર્કામેલ, ઝીફ અને યૂટ્ટા;


દાવિદને ખબર હતી કે શાઉલ તેને મારી નાખવા પાછળ પડયો છે.


દાવિદ કઈલા ગયો છે એવું શાઉલના જાણવામાં આવતાં તેણે મનમાં કહ્યું, “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કિલ્લેબંધી અને દરવાજાવાળા નગરમાં જઇને દાવિદ પોતે ફસાયો છે.”


મારા પિતા, તમારા ઝભ્ભાનો ટુકડો મારા હાથમાં છે તે જુઓ. મેં એ ટુકડો કાપી લીધો, પણ તમને મારી નાખ્યા નહિ. એ પરથી તમને ખાતરી થવી જોઈએ કે તમારી વિરુદ્ધ બંડ કરવાનો અથવા તમને ઈજા પહોંચાડવાનો મારો ઇરાદો નથી. તમે મને મારી નાખવા મારો પીછો કરો છો. પણ મેં તો તમારું કંઈ ભૂંડુ કર્યું નથી.


દાવિદે પોતાના મનમાં કહ્યું, “શાઉલ, મને કોઈક દિવસ મારી નાખશે. તેથી હું નાસી છૂટીને પલિસ્તીયામાં જતો રહું એ જ ઉત્તમ છે. પછી શાઉલ હતાશ થઈને મને ઇઝરાયલમાં શોધવાનું પડતું મૂકશે અને હું સલામત રહીશ.”


Lean sinn:

Sanasan


Sanasan