Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 23:12 - પવિત્ર બાઇબલ C.L.

12 દાવિદે પૂછયું, “શું કઈલાના નગરજનો મારા માણસોને અને મને શાઉલના હાથમાં સોંપી દેશે?” પ્રભુએ જવાબ આપ્યો, “હા, સોંપી દેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે દાઉદે કહ્યું, “શું કઈલાના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યાર પછી દાઉદે કહ્યું, “શું કઈલાના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?” ઈશ્વરે કહ્યું, “તેઓ તને સોંપી દેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એટલે દાઉદે કહ્યું, “શું ‘કઈલાહ’ના માંણસો મને તથા માંરા માંણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?” યહોવાએ જવાબ આપ્યો, “તેઓ તને સોંપી દેશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 23:12
12 Iomraidhean Croise  

માણસો પર ભરોસો રાખવા કરતાં પ્રભુ પર આધાર રાખવો સારો છે.


દર પ્રભાતે મને તમારા પ્રેમ વિષે જણાવો; કારણ, હું તમારા પર ભરોસો રાખું છું. મારે જે માર્ગે ચાલવું જોઈએ તે મને દર્શાવો; કારણ, મારું અંતર તમારામાં જ લાગેલું છે.


તમે મને મારા શત્રુઓના હાથમાં સપડાવા દીધો નથી, અને તમે મારા પગને મુક્ત કરીને મને પૂરી મોકળાશ આપી છે.


મારો પ્રાણ સહાયને માટે માત્ર ઈશ્વરની ધીરજપૂર્વક રાહ જુએ છે; તે જ મને ઉગારે છે.


ઈશ્વરથી પોતાની યોજનાઓ છુપાવવા ઊંડે ભૂગર્ભમાં ચાલ્યા જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ અંધકારમાં પોતાનાં કામ કરે છે અને એમ વિચારે છે કે, “અમને કોણ જુએ છે? અમે જે કરીએ છીએ તે કોણ જાણવાનું છે?”


મારા શત્રુઓ મારી વિરુદ્ધ કાવતરું ઘડતા હતા તે વિષે પ્રભુએ મને જાણ કરી ત્યારે જ મને તેમનાં દુષ્કૃત્યોની સમજ પડી.


ઈશ્વરથી છુપાવી શકાય એવી કોઈ જ બાબત નથી. તેમની સમક્ષ સૃષ્ટિની દરેક વસ્તુ ખુલ્લી તથા ઉઘાડી છે અને તેમની સમક્ષ આપણે બધાએ આપણો હિસાબ આપવો પડશે.


યહૂદાના માણસોએ તેમને પૂછયું, “તમે અમારા પર શા માટે હુમલો કરો છો?” તેમણે જવાબ આપ્યો, “અમે શિમશોનને કેદ કરી લઈ જવા આવ્યા છીએ. તેણે અમારી જેવી દુર્દશા કરી છે તેવી જ અમે તેની કરવા માંગીએ છીએ.”


શું કઈલાના નાગરિકો મને શાઉલના હાથમાં સોંપી દેશે? મેં સાંભળ્યું છે તેમ શાઉલ શું ખરેખર આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, મને જવાબ આપો એવી મારી આજીજી છે.” પ્રભુએ જવાબ આપ્યો, “શાઉલ આવશે.”


રાજા, અમારા માલિક, અમે જાણીએ છીએ તમે તેને પકડવા કેવા આતુર છો. તેથી અમારા પ્રદેશમાં આવો અને અમે તેને તમારા હાથમાં ચોક્કસ પકડાવી દઈશું.”


દાવિદ કઈલા ગયો છે એવું શાઉલના જાણવામાં આવતાં તેણે મનમાં કહ્યું, “ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કિલ્લેબંધી અને દરવાજાવાળા નગરમાં જઇને દાવિદ પોતે ફસાયો છે.”


Lean sinn:

Sanasan


Sanasan