Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 22:2 - પવિત્ર બાઇબલ C.L.

2 વળી, જેમના પર જુલમ ગુજારવામાં આવ્યો હોય, દેવાદાર હોય અને અસંતુષ્ટ હોય તેવા સૌ તેની પાસે ગયા અને તે તેમનો આગેવાન બન્યો. તેઓ બધા મળીને લગભગ ચારસો પુરુષો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 વળી જે સંકટમાં હતા, ને જે દેવાદાર હતા, તથા જે અસંતોષી હતા, તે સર્વ તેની પાસે એકત્ર થયા. અને તે તેઓનો સરદાર બન્યો. અને ત્યાંથી તેની સાથે આસરે ચારસો માણસો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જેઓ સંકટમાં હતા, જેઓ દેવાદાર હતા, જેઓ અસંતોષી હતા તેઓ બધા તેની પાસે એકઠા થયા. દાઉદ તેઓનો સરદાર બન્યો. ત્યાં તેની સાથે આશરે ચારસો માણસો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 માંણસો જે મુશ્કેલીમાં હતા, અથવા જેને દેવું થઈ ગયું હતું અથવા જેઓ દુ:ખી હતાં તેઓ દાઉદ સાથે જોડાવા ભેગા થયા. આશરે 400 માંણસો હતાં. અને તે એ લોકોનો આગેવાન બન્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 22:2
22 Iomraidhean Croise  

તું જાણે છે કે તારા પિતા દાવિદ અને તેના માણસો શૂરવીર લડવૈયા છે અને જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય એવી રીંછણ જેવા ઝનૂની છે. તારા પિતા યુદ્ધમાં નિપુણ છે અને રાત્રે પોતાના માણસો સાથે રહેતા નહિ હોય.


ભૂતકાળમાં શાઉલ જ્યારે રાજા હતો ત્યારે પણ ઇઝરાયલીઓને યુદ્ધમાં આગેવાની આપનાર તમે જ હતા અને પ્રભુએ તમને વરદાન આપ્યું હતું કે તમે તેમના ઇઝરાયલી લોકના પાળક અને રાજા બનશો.


પાછા જઈને ઈશ્વરના લોકોના શાસક હિઝકિયા રાજાને આ સંદેશ આપવા જણાવ્યું: “મેં પ્રભુએ એટલે તારા પૂર્વજ દાવિદના ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે અને તારાં આંસુ જોયાં છે. હું તને સાજો કરીશ અને ત્રણ દિવસમાં તો તું મંદિરમાં જશે.


સંદેશવાહકોના સંઘના એક સભ્યની વિધવાએ એલિશા પાસે જઈને તેને કહ્યું, “ગુરુજી, તમારા સેવક મારા પતિ મરણ પામ્યા છે! તમે જાણો છો કે તે ઈશ્વરથી ડરીને ચાલનાર હતા, પણ હવે તેમનો લેણદાર દેવા પેટે મારા બે પુત્રોને ગુલામ તરીકે લઈ જવા આવ્યો છે.”


મૃત્યુની અણી પર હોય તેને મદિરા અને દુ:ખમાં ડૂબેલાં હોય તેમને દ્રાક્ષાસવ આપ;


યોહાને તેનો સંદેશ પ્રગટ કરવાની શરૂઆત કરી ત્યારથી આજ સુધી તો ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહી છે અને બળજબરી કરનારાઓ તેનો કબજો લઈ રહ્યા છે.


ઓ સખત મજૂરી કરનારાઓ અને બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો, અને હું તમને આરામ આપીશ.


સર્વનું સર્જન કરનાર અને ટકાવી રાખનાર ઈશ્વરને એ ઘટિત હતું કે તે તેમનાં ઘણાં સંતાનોને પોતાના મહિમાના ભાગીદાર બનાવવા એ સંતાનોના ઉદ્ધારર્ક્તા ઈસુને દુ:ખ દ્વારા પરિપૂર્ણ કરે.


યફતા પોતાના ભાઈઓ પાસેથી નાસી જઈને તોબ પ્રદેશમાં રહ્યો. ત્યાં તેણે કેટલાક તોફાની માણસોને એકઠા કર્યા અને તેઓ બધા તેની સાથે જ ફરતા.


દાનના વંશજોએ તેને કહ્યું, “હવે બકવાટ બંધ કર, નહિ તો આ લોકોનો પિત્તો જશે તો હુમલો કરીને તને અને તારા આખા કુટુંબને જાનથી મારી નાખશે.”


હાન્‍નાનું દિલ બહુ દુ:ખી થઈ ગયું હતું, અને તે પ્રભુને રડી રડીને પ્રાર્થના કરતી હતી.


દાવિદ ત્યાંથી મોઆબમાંના મિસ્પામાં ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરશે તેની મને ખબર પડે ત્યાં સુધી કૃપા કરીને મારાં માતાપિતાને અહીં તમારી પાસે રહેવા દો.”


તેથી દાવિદ અને તેના માણસો, જેઓ બધા મળીને લગભગ છસો જણ હતા તેમણે તરત જ કઈલા છોડયું અને આગળ વયા. દાવિદ કઈલામાંથી નીકળીને નાસી છૂટયો છે એવું સાંભળતાં શાઉલે પોતાની યોજના પડતી મૂકી.


તેણે કહ્યું, “તમારી તલવારો કમરે બાંધો.” એટલે તેઓ સૌએ પોતાની તલવારો બાંધી લીધી. દાવિદે પોતે પણ પોતાની તલવાર બાંધી લીધી અને પોતાના ચારસો માણસો સાથે ઉપડયો; જ્યારે બસો માણસો પુરવઠા પાછળ સાથે રહ્યા.


દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી.


“આવતી કાલે આ સમયે હું તારી પાસે બિન્યામીનના કુળનો એક માણસ મોકલીશ. મારા ઇઝરાયલી લોક પર તેનો રાજા તરીકે અભિષેક કરજે. તે તેમનો પલિસ્તીઓથી છુટકારો કરશે. મેં મારા લોકનું દુ:ખ જોયું છે અને સહાય માટેનો તેમનો પોકાર સાંભળ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan