Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 22:16 - પવિત્ર બાઇબલ C.L.

16 રાજાએ કહ્યું, “અહિમેલેખ, તને અને તારાં સર્વ સંબંધીઓને મારી નાખવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ત્યારે રાજાએ કહ્યું, “હે અહીમેલેખ, તું તારા પિતાના આખા કુટુંબ સહિત નિશ્ચે માર્યો જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 રાજાએ જવાબ આપ્યો, “અહીમેલેખ તું તથા તારા પિતાના ઘરનાં સર્વ નિશ્ચે મરણ પામશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યારે રાજાએ કહ્યું, “હે અહીમેલેખ, તું તારા પિતાના આખા કુટુંબ સહિત ખચીત માંર્યો જશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 22:16
14 Iomraidhean Croise  

અને ઇઝબેલ પ્રભુના સંદેશવાકોને મારી નાખતી હતી ત્યારે ઓબાદ્યાએ સો સંદેશવાહકોને પચાસ પચાસના બે જૂથમાં વહેંચી દઈને ગુફામાં સંતાડયા હતા અને તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં.)


ઇઝબલે એલિયાને સંદેશો મોકલ્યો: “એ સંદેશવાહકોને તેં જે કર્યું તે આવતી કાલે આ સમય સુધીમાં હું તને ન કરું તો દેવો મારું મરણ નિપજાવો.”


મોર્દખાય યહૂદી છે એવી તેને જાણ થઈ ગઈ હોવાથી માત્ર તેને એકલાને જ મારી નાખીને સંતુષ્ટ થવાને બદલે હામાને તમામ યહૂદીઓને ખતમ કરી નાખવાનું વિચાર્યું. તેણે સામ્રાજ્યમાંથી આખી યહૂદી પ્રજાની ક્તલ ચલાવવાનું કાવતરું ઘડી કાઢયું.


લાચાર પ્રજા પર શાસન ચલાવતો દુષ્ટ રાજા ગર્જતા સિંહ જેવો અથવા શિકારની શોધમાં ભમતા રીંછ જેવો છે.


એ સાંભળીને રાજાનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે બેબિલોનના સર્વ શાહી સલાહકારોનો વધ કરવાનો હુકમ કર્યો.


રાજાએ તેમને કહ્યું, “મેં એવો નિર્ણય કર્યો છે કે તમારે માત્ર સ્વપ્નનો અર્થ જ નહિ, પણ સ્વપ્ન શું હતું તે પણ મને કહેવું. જો તમે તે નહિ કહી શકો, તો તમારા અંગેઅંગના કાપીને ટુકડા કરવામાં આવશે અને તમારાં ઘર ખંડિયેર બનાવી દેવાશે.


હેરોદને જ્યારે ખબર પડી કે પૂર્વના ખગોળશાસ્ત્રીઓએ તેને છેતર્યો છે ત્યારે તે ગુસ્સે થયો. તારો જે સમયે દેખાયો હતો તેની ખગોળશાસ્ત્રીઓ તરફથી મળેલી માહિતી પ્રમાણે તેણે બેથલેહેમ અને તેની આસપાસનાં દેશમાંનાં બે વર્ષ કે તેથી ઓછી ઉંમરનાં બધા છોકરાઓની ક્તલ કરાવી નાખી.


હેરોદે તેને શોધી કાઢવાનો હુકમ કર્યો, પણ તેઓ તેને શોધી શક્યા નહિ. તેથી તેણે ચોકીદારોની પૂછપરછ કર્યા પછી તેમને મારી નંખાવ્યા. એ પછી હેરોદ યહૂદિયામાંથી જઈને થોડો સમય કાઈસારિયામાં રહ્યો.


“સંતાનના ગુનાહા માટે માબાપને મૃત્યુદંડની સજા મળે નહિ અને માબાપના અપરાધ માટે સંતાનોને મૃત્યુદંડની સજા મળે નહિ. દરેક માણસ પોતે કરેલા અપરાધ માટે જ મૃત્યુદંડ પામે.


શાઉલે તેને કહ્યું, “જો તને મારી નાખવામાં ન આવે તો ઈશ્વર મને મારી નાખો.”


યિથાઈનો પુત્ર દાવિદ ધરતી પર જીવે છે ત્યાં સુધી તું કે તારું રાજ્યાસન સલામત નથી. તો હવે જા અને તેને અહીં લાવ, તેને ખતમ કરી દેવો પડશે.”


આ વખતે મેં કંઈ પ્રથમ જ વાર તેને માટે ઈશ્વરની સલાહ પૂછી નહોતી. મારી કે મારા કુટુંબમાંના કોઈની પર તમારી વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ રાજાએ ન મૂકવો જોઈએ. આ વાત વિષે હું કંઈ જાણતો નથી.”


પછી પોતાની પાસે ઊભેલા સંરક્ષકોને તેણે કહ્યું, “પ્રભુના યજ્ઞકારોને મારી નાખો. તેઓ દાવિદની સાથે કાવતરામાં જોડાયા અને તે નાસી ગયો ત્યારે તેઓ તે બધું જાણતા હોવા છતાં મને કહ્યું નહિ.” પણ સંરક્ષકો પ્રભુના યજ્ઞકારોને મારી નાખવા પોતાનો હાથ ઉપાડવા તૈયાર ન થયા.


Lean sinn:

Sanasan


Sanasan