Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 21:7 - પવિત્ર બાઇબલ C.L.

7 શાઉલનો મુખ્ય પશુપાલક દોએગ અદોમી તે દિવસે ત્યાં હતો. કારણ, ત્યાં તેને પ્રભુ સમક્ષ ધાર્મિક માનતા પૂરી કરવા રોકાવું પડયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હવે યહોવાની આગળ રોકાયેલા શાઉલના ચાકરોમાંનો એક માણસ તે દિવસે ત્યાં હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળિયાઓમાં મુખ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે તે દિવસે શાઉલનો એક ચાકર જે ત્યાં હતો, તે ઈશ્વરની આગળ રોકાયો હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળીયાઓમાં મુખ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તે દિવસે શાઉલનો એક માંણસ ત્યાં હતો, તેને યહોવા સમક્ષ રાખવામાં આવ્યો હતો; તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ભરવાડોનો મુખ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 21:7
21 Iomraidhean Croise  

ત્યારે ગેરારના પ્રદેશના ગોવાળિયાઓએ ઇસ્હાકના ગોવાળિયાઓ સાથે ઝઘડો કરીને કહ્યું, “આ પાણી તો અમારું છે.” આથી તેણે તે કૂવાનું નામ એસેક (ઝઘડો) પાડયું. કારણ, તે લોકોએ એની સાથે ઝઘડો કર્યો હતો.


તેણે સપાટ પ્રદેશમાં કિલ્લેબંધીવાળાં બુરજો બંધાવ્યા અને ઘણાં ટાંકાઓ ખોદાવ્યાં, પશ્ર્વિમમાં શેફેલા પ્રદેશની ટેકરીઓ પર અને મેદાનોમાં તેની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. તેને ખેતીવાડીનો શોખ હોઈ તેણે દ્રાક્ષવેલા રોપવા માળીઓને અને ફળદ્રુપ જમીનમાં ખેતી કરવા ખેડૂતોને ઉત્તેજન આપ્યું.


તેથી મારા લોકો તારી પાસે આવીને તારું સાંભળવા તારી પાસે ટોળે મળીને બેસે છે, તેઓ તારી વાત સાંભળે છે, પણ તેનો અમલ કરતા નથી. તેઓ તેમના મુખની વાતોથી તો બહુ પ્રેમ દર્શાવે છે, પરંતુ તેમનું હૃદય સ્વાર્થ પાછળ ભટકે છે.


“ફક્ત યજ્ઞકાર કુટુંબની વ્યક્તિ જ પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે, બીજું કોઈ તેમાંથી ખાય નહિ; પછી તે યજ્ઞકારનો મહેમાન કે મજૂર હોય.


પરંતુ તે વિધવા થઈ હોય કે લગ્નવિચ્છેદ કર્યો હોય અને નિ:સંતાન હોય અને પોતાના પિતાના ઘરમાં આશ્રિત તરીકે પાછી રહેવા આવી હોય તો પવિત્ર અર્પણમાંથી ખાઈ શકે; પણ કુટુંબ બહારની કોઈ વ્યક્તિએ તે ખાવાનું નથી.


“ઘઉંનો લોટ લઈ તેમાંથી એક કિલોની એક એવી બાર રોટલી બનાવ.


દરેક સાબ્બાથે પ્રભુ સમક્ષ એ પ્રમાણે રોટલી મૂકવાની છે. ઇઝરાયલી લોકની એ કરારયુક્ત કાયમી ફરજ છે.


તમે કહો છો, “ક્યારે ચાંદ્રમાસનો પ્રથમ દિવસ વીતે કે અમે અનાજ વેચીએ અને ક્યારે સાબ્બાથદિન પૂરો થાય કે અમે ઘઉં વેચવા કાઢીએ? ત્યારે તો અમે ચાંદીનાણાં શેકેલમાં ભાવ ચડાવી દઈશું, માપ માટેનો એફાહ નાનો કરીશું અને ત્રાજવાનો કાંટો ખોટો ગોઠવીને ગ્રાહકોને છેતરીશું.


’આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ખરેખર દૂર છે.


એ જ વખતે શાઉલ ખેતરમાંથી પોતાના બળદને લઈને આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?” તેમણે તેને યાબેશથી આવેલા સંદેશકોએ આપેલા સમાચાર જણાવ્યા.


ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી.


દાવિદે અહિમેલેખને કહ્યું, “તું મને ભાલો કે તલવાર હોય તો આપીશ? રાજાના હુકમ પ્રમાણે મારે ઉતાવળે નીકળવું પડયું હોવાથી મારી પાસે તલવાર કે બીજું કોઈ શસ્ત્ર નથી.”


દાવિદ માટે અહિમેલેખે પ્રભુની સલાહ પૂછી હતી અને પછી દાવિદને કંઈક ખોરાક આપ્યો હતો અને ગોલ્યાથ પલિસ્તીની તલવાર આપી હતી.”


દાવિદે તેને કહ્યું, “તે દિવસે મેં ત્યાં દોએગને જોયો ત્યારે મને ખબર હતી કે તે જરૂરથી શાઉલને કહી દેશે. તેથી તારા સર્વ સંબંધીઓના મરણ માટે હું જવાબદાર છું.


દોએગ અદોમી શાઉલના અમલદારો સાથે ત્યાં ઊભો હતો. તેણે કહ્યું, “દાવિદ નોબમાં અહિટૂબના પુત્ર અહિમેલેખ પાસે ગયો ત્યારે મેં તેને જોયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan