૧ શમુએલ 20:3 - પવિત્ર બાઇબલ C.L.3 પણ દાવિદે સોગન ખાઈને જવાબ આપ્યો, “તારા પિતાજી સારી રીતે જાણે છે કે તું મારા પર ખૂબ પ્રેમ કરે છે અને તને ઊંડો આઘાત ન લાગે તે માટે પોતાની કોઈ યોજના તને નહિ જણાવવાનો તેમણે નિર્ણય કર્યો છે. હું પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે હવે મરણ મારાથી એક ડગલું જ દૂર છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 દાઉદે વળી સોગન ખાઈને કહ્યું, “હું તારી દષ્ટિમાં કૃપા પામ્યો છું, એ તારા પિતા સારી રીતે જાણે છે; માટે તે કહે છે, ‘યોનાથાન એ ન જાણે, રખેને તે દુ:ખી થાય.’ પણ હું જીવતા યહોવાના તથા તારા જીવના સોગન ખાઉં છું કે, ખરેખર, મારી ને મોતની વચ્ચે ફક્ત એક ડગલું રહ્યું છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 દાઉદે ફરી સોગન ખાઈને કહ્યું કે,” તારો પિતા સારી પેઠે જાણે છે કે, હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું; માટે તે કહે છે કે, ‘યોનાથાન આ વાત ન જાણે, રખેને તેને દુઃખ થાય.’ પણ ખરેખર હું જીવતા ઈશ્વરના તથા તારા જીવના સોગન ખાઉં છું કે, મારી તથા મરણની વચ્ચે ફક્ત એક પગલું જ દૂર રહ્યું છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ3 દાઉદે જવાબ આપ્યો, “તારા પિતા બરાબર જાણે છે; કે તું માંરો સાચો મિત્ર છે. તેથી તેણે એમ વિચાર્યુ હશે કે, ‘તને આની ખબર પડવી જોઈએ નહિ. નહિ તો તને દુ:ખ થશે અને એ વિષે તું મને કહીશ.’ પણ હું તને યહોવાના સમ ખાઈને કહું છું, તારા સમ ખાઈને કહું છું કે, માંરી અને મોતની વચ્ચે એક પગલાનું જ અંતર છે.” Faic an caibideil |