Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 20:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પછી હું મારા નોકરને તીર શોધવા મોકલીશ. અને હું તેને કહું કે, ‘જો તીર તારી આ બાજુએ છે, તેમને લઈ લે,’ ત્યારે તો તું સલામત છે અને બહાર આવી શકે છે. હું પ્રભુના જીવના સોગંદ લઉં છું કે તું કોઈ જોખમમાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને જો, હું છોકરાને એમ કહીને મોકલીશ કે, ‘જા બાણ શોધી કાઢ.’ જો હું છોકરાને કહું કે, જો, બાણો તારી આ તરફ છે, ’ તો તે લઈને આવજે. કેમ કે જીવતા યહોવાના સમ કે, ત્યારે તો તું સહીસલામત છે, ને કંઈ વિધ્ન નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અને હું મારા જુવાન માણસને મોકલીને તેને કહીશ કે, ‘જા બાણો શોધી કાઢ.’ જો હું જુવાન છોકરાંને કહું કે, ‘જો, બાણો તારી તરફ છે; તો લઈને આવજે;” કેમ કે જીવતા ઈશ્વરના સમ કે, ત્યાં તું સલામત છે અને તને કોઈ મુશ્કેલી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 પછી હું માંરા નોકરને મોકલીશ અને કહીશ કે, તીર શોધી લાવ. જો હું નોકરને એમ કહું કે, ‘તીર તારી આ બાજુએ છે, ઉપાડી લે,’ તો તારે સમજવું કે તું સુરક્ષિત છે, અને બહાર આવવું, હું તને યહોવાના સમ ખાઈને કહું છું કે તારા માંથે જરાપણ ભય નહિ હોય.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 20:21
7 Iomraidhean Croise  

તે પછી જો તેઓ પોતાના પૂર્ણ દયથી મારા લોકના ધાર્મિક વિધિઓ શીખશે અને જેમ એક વેળાએ તેમણે મારા લોકને બઆલદેવને નામે શપથ લેતા શીખવ્યું હતું તેમ તેઓ ‘યાહવેના જીવના સમ’ એમ મારે નામે સોગંદ લેતા થશે તો તેઓ પણ મારા લોકની જેમ આબાદ થશે.


“હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”


જો કે તમે મારે નામે સોગંદ ખાઈને મારા પ્રત્યેની નિષ્ઠાનો દાવો કરો છો છતાં સોગંદ ખાઈને પણ તમે જૂઠું બોલો છો.”


સમરૂનની મૂર્તિઓના સમ ખાનારા અને ‘દાનના દેવના સમ’ અથવા ‘બેરશેબાના દેવના સમ’ એવું કહેનારા લોકો ઢળી પડશે અને પાછા ઊઠશે નહિ.”


તે ઢગલાનું નિશાન લઈને હું ત્રણ તીર મારીશ.


પણ હું છોકરાને કહું કે, “તીર તારી આગળ પડયું છે’, તો નાસી છૂટજે. કારણ, પ્રભુ તને વિદાય કરે છે.


અને તેને કહ્યું, “હું તીર મારું છું તે દોડીને શોધી લાવ.” છોકરો દોડયો અને યોનાથાને તેની પેલી બાજુએ તીર માર્યું.


Lean sinn:

Sanasan


Sanasan