Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 20:2 - પવિત્ર બાઇબલ C.L.

2 યોનાથાને જવાબ આપ્યો, “એવું ન થાય કે તું માર્યો જા. મારા પિતાજી નાનીમોટી બધી બાબતો મને જણાવે છે અને તે આ વાત મારાથી છૂપી રાખે એવું બની શકે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 યોનાથાને તેને કહ્યું, “એવું ન થાઓ; તું પણ મોટું કે નાનું કામ કરતા નથી કે જે તે મને ન જણાવે. અને આ વાત મારા પિતા મારાથી કેમ છુપાવે? એમ તો ન બને.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 યોનાથાને દાઉદને કહ્યું, “એ તારાથી દૂર થાઓ; તું માર્યો નહિ જાય. મારા પિતા મોટું કે નાનું કશું પણ મને જણાવ્યાં વગર કરતા નથી. આ વાત મારા પિતા મારાથી શા માટે છુપાવે? એવું તો ના હોય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યોનાથાને કહ્યું, “આ ખ્યાલ ખોટો છે. તારો જીવ લેવાનો કોઈ ઇરાદો નથી. માંરા પિતા મને જણાવ્યા વિના કોઈ મહત્વનું કે બિનમહત્વનું કામ કરતા જ નથી. તેથી તે આ વાત માંરાથી છુપાવે શા માંટે? ના, એ સાચું નથી.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 20:2
14 Iomraidhean Croise  

તેમણે તેને જવાબ આપ્યો, “શું કહો છો, સાહેબ? અમે તમારા દાસો તો એવું કરવાનો વિચાર સરખોય શા માટે કરીએ?


તમને બલિદાન અને ધાન્ય અર્પણની અપેક્ષા નથી; તમે દહનબલિ તથા પ્રાયશ્ર્વિતબલિ માગતા નથી; પરંતુ આધીનતા માટે તમે મારા કાન ઉઘાડયા છે.


ચોરી કરવામાં સાથ આપનાર પોતાનો જ દુશ્મન બને છે; તે અદાલતમાં શપથ લે પણ સાચી સાક્ષી આપી શક્તો નથી.


પ્રભુ પરમેશ્વરે મારા કાન સરવા કર્યા છે. તેથી ન તો મેં તેમની વિરુદ્ધ બળવો કર્યો કે ન તો હું તેમનાથી દૂર ગયો.


તે આવીને એ માણસોને મારી નાખશે, અને દ્રાક્ષવાડી બીજા ખેડૂતોને સોંપશે.” લોકોએ એ સાંભળીને કહ્યું, “એવું તો ન થવું જોઈએ.”


હવેથી હું તમને નોકર ગણતો નથી; કારણ, પોતાનો શેઠ શું કરે છે, તેની નોકરને ખબર હોતી નથી. એથી ઊલટું, હું તો તમને મિત્રો કહું છું; કારણ, જે કંઈ પિતા પાસેથી મેં સાંભળ્યું, તે બધું જ મેં તમને જણાવી દીધું છે.


કારણ, જે સંદેશ તમે મને આપ્યો હતો તે મેં તેમને પહોંચાડયો છે. તેમણે તેનો સ્વીકાર કર્યો છે, અને તેમને ખાતરી થઈ છે કે હું તમારી પાસેથી આવ્યો છું, અને તેઓ માને છે કે તમે જ મને મોકલ્યો છે.


અમે પ્રભુની વિરુદ્ધ કદી વિદ્રોહ કરવાના નથી અથવા દહનબલિ, ધાન્યઅર્પણો અથવા અન્ય બલિદાનો ચડાવવા વેદી બાંધીને અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કરવાના નથી. મુલાકાતમંડપમાં આવેલી વેદીને બદલે અમે અમારા ઈશ્વર પ્રભુને માટે અન્ય કોઈ વેદી બાંધવાના નથી.”


લોકોએ જવાબ આપ્યો, “અમે પ્રભુનો ત્યાગ કરીને અન્ય દેવોની સેવા કરીએ એવું ન થાઓ.


પણ લોકોએ શાઉલને કહ્યું, “શું ઇઝરાયલને આવો મહાન વિજય પમાડનાર યોનાથાનને આજે મારી નાખવામાં આવશે? ના, ના, અમે જીવતા પ્રભુના સોગંદ ખાઈએ છીએ કે તેના માથાનો એક વાળ પણ વાંકો થશે નહિ. તેનું આજનું કાર્ય ઈશ્વરની સહાયથી જ થયું છે.” એમ લોકોએ યોનાથાનને મરતો બચાવ્યો.


પછી દાવિદ રામાના નાયોથમાંથી નાસી છૂટયો અને યોનાથાન પાસે જઈને તેણે કહ્યું, “મેં શું કર્યુ છે? મેં શો ગુન્હો કર્યો છે? મેં તારા પિતાનું શું બગાડયું છે કે તે મને મારી નાખવા શોધે છે?”


અને યોનાથાને દાવિદને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આપણા સાક્ષી બનો. આવતીકાલે અને પરમદિવસે હું આ સમયે મારા પિતાને પૂછીશ. જો તારા પ્રત્યે તેમનું વલણ સારું હશે તો હું તને સંદેશો મોકલીશ.


પણ દાવિદે સોગન ખાઈને જવાબ આપ્યો, “તારા પિતાજી સારી રીતે જાણે છે કે તું મારા પર ખૂબ પ્રેમ કરે છે અને તને ઊંડો આઘાત ન લાગે તે માટે પોતાની કોઈ યોજના તને નહિ જણાવવાનો તેમણે નિર્ણય કર્યો છે. હું પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે હવે મરણ મારાથી એક ડગલું જ દૂર છે.”


હવે શાઉલ આવી પહોંચ્યો તેના એક દિવસ અગાઉ પ્રભુએ શમુએલને કહ્યું હતું,


Lean sinn:

Sanasan


Sanasan