Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 20:16 - પવિત્ર બાઇબલ C.L.

16 ત્યારે પણ આપણાં અરસપરસનાં વચન અતૂટ રહો અને પ્રભુ દાવિદના શત્રુઓને શિક્ષા કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એ પ્રમાણે યોનાથાને દાઉદના કુટુંબ સાથે કરાર કર્યો, ને કહ્યું, “દાઉદના શત્રુઓ પાસેથી યહોવા જવાબ લેશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેથી યોનાથાને દાઉદના કુંટુબની સાથે કરાર કર્યો અને કહ્યું, “ઈશ્વર દાઉદના શત્રુઓની પાસેથી જવાબ માંગશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 આ પ્રમાંણે યોનાથાને દાઉદ સાથે એક સંધિ કરી, કહેતા, યહોવા દાઉદના દુશ્મનોને સજા કરે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 20:16
13 Iomraidhean Croise  

એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે,


પણ તેણે આયાની પુત્રી રિસ્પાથી થયેલા શાઉલના બે પુત્રો એટલે કે આર્મોની તથા મફીબોશેથને લીધા, વળી તેણે મહોબા નગરના બાર્ઝિલ્લાયના પુત્ર આદીએલને શાઉલની પુત્રી મેરાબથી થયેલા પાંચ પુત્રો પણ લીધા.


શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાએ તેમને શપથપૂર્વક કહ્યું, “ખાલદીઓની શરણાગતિ સ્વીકારતાં ગભરાશો નહિ; આ દેશમાં વસવાટ કરો અને બેબિલોનના રાજાની સેવા કરો, એટલે તમારું ભલું થશે.


“જ્યારે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે માનતા માનો ત્યારે તે પૂર્ણ કરવામાં ઢીલ કરશો નહિ; કારણ, તમારા ઈશ્વર પ્રભુ તે માનતા માટે તમને જવાબદાર ગણશે, અને માનતા પૂર્ણ ન કરવી એ પાપ છે.


જો અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કર્યો હોય અને દહનબલિ ચડાવવા અથવા ધાન્યઅર્પણો કે સંગતબલિ ચડાવવા અમે અમારી પોતાની વેદી બાંધી હોય તો પ્રભુ પોતે અમને શિક્ષા કરો.


યોનાથાને દાવિદ સાથે કરાર કર્યો, કારણ, તે દાવિદ પર પોતાના પ્રાણ સમાન પ્રેમ રાખતો હતો.


પછી યોનાથાને દાવિદને કહ્યું, “શાંતિએ જા. આપણે બન્‍નેએ મારી અને તારી વચ્ચે તથા મારા વંશજો અને તારા વંશજો વચ્ચે યાહવેને સદાના સાક્ષી રાખીને તેમને નામે સમ ખાધા છે. તો આપણે એ સોગંદ પાળીએ.” પછી દાવિદ ગયો અને યોનાથાન નગરમાં પાછો આવ્યો.


તમે એને લીધે મારી વિરુદ્ધ કાવતરું રચો છો? દાવિદ સાથે મારા પોતાના પુત્રે સમજૂતી કરી છે એ વાત તમારામાંથી કોઈએ મને કરી નહિ. કોઈ મારી ચિંતા કરતું નથી અથવા મારા માણસોમાંનો એક, એટલે દાવિદ હાલ મને મારી નાખવાની તક શોધી રહ્યો છે અને મારા પુત્રે તેને ઉત્તેજન આપ્યું છે એવું કોઈ મને કહેતું નથી!”


પછી તેમણે એકબીજાની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. દાવિદ હોરેશમાં રહ્યો અને યોનાથાન ઘેર ગયો.


સવાર થતાં સુધીમાં તેના આબાલવદ્ધ એકેએક પુરુષોનો સંહાર ન કરું તો ઈશ્વર મારી એથીય બૂરી દશા કરો.”


મહોદય, તમે મોકલેલા તમારા જુવાન સેવકો મને મળ્યા નહોતા. તમારું વેર વાળવાથી અને તમારા દુશ્મનોને મારી નાખવાથી પ્રભુએ જ તમને પાછા રાખ્યા છે. પ્રભુના તથા આપના જીવના સોગન લઉં છું કે તમારા શત્રુઓ અને તમને નુક્સાન પહોંચાડવા ઇચ્છતા સૌને નાબાલની માફક શિક્ષા થશે.


પલિસ્તીઓએ શાઉલ અને તેના પુત્રોનો પીછો કર્યો અને તેના પુત્રો યોનાથાન, અબિનાદાબ અને માલ્ખીશૂઆને મારી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan