Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 20:13 - પવિત્ર બાઇબલ C.L.

13 જો તે તને ઇજા પહોંચાડવાનો ઇરાદો રાખતા હશે અને હું તને સંદેશો મોકલીને સલામત રીતે ન મોકલી દઉં તો પ્રભુ મારી વિશેષ દુર્દશા કરો. પ્રભુ મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય, તો જો હું તને ખબર ન આપું, ને શાંતિથી ચાલ્યા જવા માટે તને વિદાય ન કરું, તો યહોવા આ યોનાથાનને એવું ને એથી પણ વધારે વિતાડો. અને જેમ યહોવા મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે હો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય, તે જાણીને જો હું તને ખબર ના આપું અને તું શાંતિથી ચાલ્યો જાય માટે તને ખબર મોકલું નહિ, તો ઈશ્વર યોનાથાન ઉપર એવું તથા એથી પણ વધારે વિતાડે. જેમ ઈશ્વર મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે હો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જો માંરા પિતા તને હાનિ કરવાના હોય, તો હું તને સંદેશો મોકલીશ અને સુરક્ષિત જવા દઇશ. જો હું આમ ન કરું તો ભલે યહોવા મને સજા કરે. યહોવા જેમ માંરા પિતાની મદદમાં રહેતા હતા તેમ તારી મદદમાં રહો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 20:13
22 Iomraidhean Croise  

વળી, દાવિદે અમાસાને આવું કહેવા તેમને જણાવ્યું, “તારી સાથે તો મારે લોહીની સગાઈ છે. હવેથી યોઆબની જગ્યાએ હું તને મારા લશ્કરનો કાયમી સેનાપતિ ન બનાવું તો ઈશ્વર મારી વિશેષ દુર્દશા કરો.”


દાવિદ કંઈ ખાય તે માટે લોકોએ આખો દિવસ પ્રયાસ કર્યો. પણ તેણે સોગંદ ખાધા, “દિવસ પૂરો થયા પહેલાં હું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મારો નાશ કરો.”


પણ તું રાજા બને તે માટે શાઉલ પાસેથી મારો ટેકો ખેંચી લઈને મેં તેને દૂર કર્યો તેમ હું તારા વારસદાર પાસેથી મારો ટેકો ખેંચી લઈશ નહિ.


હે રાજા, મારા માલિક, પ્રભુ જેમ તમારી સાથે રહ્યા તેમને શલોમોનની સાથે પણ રહો, અને તમારા રાજ્ય કરતાં ય તેનું રાજ્ય મહાન બનાવો.”


ઇઝબલે એલિયાને સંદેશો મોકલ્યો: “એ સંદેશવાહકોને તેં જે કર્યું તે આવતી કાલે આ સમય સુધીમાં હું તને ન કરું તો દેવો મારું મરણ નિપજાવો.”


બેનહદાદ કહે છે: “સમરૂનનો નાશ કરવા હું એવી મોટી સંખ્યામાં સેના લઈ આવીશ કે લૂંટમાં પ્રત્યેક સૈનિકના ફાળે મૂઠીભર ધૂળ પણ ન આવે! હું એમ ન કરું તો દેવો મારું મોત નિપજાવો.”


દાવિદે કહ્યું, “મારા દીકરા, પ્રભુ તારી સાથે હો, અને તેમણે તારે વિષે આપેલા વચન પ્રમાણે તેમનું મંદિર બાંધવામાં તું સફળ થા.


વળી, સલાટો, કડિયા, સુથાર અને સોનું, ચાંદી, તાંબુ અને લોખંડનું કામ કરનાર અસંખ્ય નિપુણ કારીગરો પણ છે. તો હવે કામ શરૂ કર, અને પ્રભુ તારી સાથે હો.”


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


મારા શબ્દો અને મારા કાર્યની મારફતે તમે જે મારી પાસેથી શીખ્યા ને મેળવ્યું તેને વ્યવહારમાં ઉતારો અને આપણને શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે.


યહોશુઆ, તને તારા જીવનભર કોઈ હરાવી શકશે નહિ. જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે રહીશ. હું સદા તારી સાથે રહીશ અને તને કદી તજી દઈશ નહિ.


જ્યાં તમે મરણ પામશો ત્યાં જ હું પણ મરણ પામીશ અને ત્યાં જ મારું દફન થશે. જો હું મરણ સિવાય બીજા કશાથી તમારાથી વિખૂટી થાઉં તો પ્રભુ મારી ખુવારી કરી નાખો.”


આ ચિહ્નો પ્રમાણે બધું બને ત્યારે તને સૂઝે એ રીતે વર્તન કરજે, કારણ, ઈશ્વર તારી સાથે છે.


ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી.


પ્રભુએ મને સિંહ અને રીંછથી બચાવ્યો છે, તે મને આ પલિસ્તીથી પણ બચાવશે.” શાઉલે કહ્યું, “ભલે જા. પ્રભુ તારી સાથે હો.”


શાઉલને દાવિદની બીક લાગતી હતી. કારણ, પ્રભુ દાવિદ સાથે હતા, પણ તેમણે શાઉલનો ત્યાગ કર્યો હતો.


તું જે ખેતરમાં સંતાયો હશે ત્યાં હું મારા પિતાજી સાથે આવીને ઊભો રહીશ અને તેમની સાથે તારા સંબંધી વાત કરીશ. મને કંઈ જાણવા મળશે તો હું તને એ વિષે માહિતગાર કરીશ.”


અને યોનાથાને દાવિદને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આપણા સાક્ષી બનો. આવતીકાલે અને પરમદિવસે હું આ સમયે મારા પિતાને પૂછીશ. જો તારા પ્રત્યે તેમનું વલણ સારું હશે તો હું તને સંદેશો મોકલીશ.


અને હવે જો હું જીવતો રહું તો મારા પ્રત્યે પ્રભુના પ્રેમ જેવો પ્રેમ ચાલુ રાખજે અને મને વફાદાર રહેજે.


સવાર થતાં સુધીમાં તેના આબાલવદ્ધ એકેએક પુરુષોનો સંહાર ન કરું તો ઈશ્વર મારી એથીય બૂરી દશા કરો.”


એલીએ તેને પૂછયું, “પ્રભુએ તને શું કહ્યું? મારાથી કંઈ છુપાવીશ નહિ; તેમણે જે કહ્યું તે બધું તું મને નહિ કહે તો પ્રભુ તને તે કરતાં વધારે શિક્ષા કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan