Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 20:12 - પવિત્ર બાઇબલ C.L.

12 અને યોનાથાને દાવિદને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આપણા સાક્ષી બનો. આવતીકાલે અને પરમદિવસે હું આ સમયે મારા પિતાને પૂછીશ. જો તારા પ્રત્યે તેમનું વલણ સારું હશે તો હું તને સંદેશો મોકલીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 યોનાથાને ઇઝરાયલના ઈશ્વર યહોવાને સાક્ષી રાખીને દાઉદને કહ્યું, “કાલે સુમારે આ સમયે કે પરમ દિવસે મારા પિતાનું મન તપાસી જોઈને, જો, તારા હકમાં ઠીક જણાય, તો શું હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર નહિ આપું?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 યોનાથાને દાઉદને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરની સાક્ષી રાખીને. કાલે આટલા સમયે કે પરમ દિવસે મારા પિતાના મનને તપાસી જોઈને જો તારા હિતમાં સારું જણાશે, તો હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ત્યાં યોનાથાને દાઉદને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની સાક્ષીએ હું તને વચન આપું છું કે, ત્રણ દિવસ સુધીમાં હું માંરા પિતાને તારા વિષે વાત કરીશ અને તારા માંટે તે શું ધારે છે તેની તને તરત જ જાણ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 20:12
10 Iomraidhean Croise  

પણ દાવિદે અને યોનાથાને એકબીજા સાથે પ્રભુને નામે સોગંદ ખાધા હતા તેને લીધે દાવિદે યોનાથાનના પુત્ર એટલે, શાઉલના પૌત્ર મફીબોશેથને બચાવી લીધો.


શું ઈશ્વર મારાં આચરણ જોતા નથી? અને મારાં સઘળાં પગલાં ગણતાં નથી?


તમે મારા દયને પારખ્યું છે, રાત્રિને સમયે પણ તમે મારું નિરીક્ષણ કરો છો, તમે મારી પરીક્ષા કરી છે, અને મારામાં કંઈ બુરાઈ મળી નથી; મેં મારે મુખે પણ અપરાધ કર્યો નથી.


માણસના મનના ઇરાદા ઊંડા જળ સમાન હોય છે, પણ સમજુ માણસ તેને બહાર કાઢી લાવશે.


“પરમેશ્વર, પ્રભુ પરમેશ્વર, અમે એવું શા માટે કર્યું તે બહુ સારી રીતે જાણે છે અને તમે, સમસ્ત ઇઝરાયલ પણ એ જાણો એવું અમે ઈચ્છીએ છીએ. જો અમે પ્રભુ સામે વિદ્રોહ કર્યો હોય અને તેમને વફાદાર રહ્યા ન હોઈએ તો તમે અમને જીવતા રહેવા દેશો નહિ.


યોનાથાને જવાબ આપ્યો, “ચાલ, આપણે ખેતરમાં જઈએ.” તેથી તેઓ ગયા.


જો તે તને ઇજા પહોંચાડવાનો ઇરાદો રાખતા હશે અને હું તને સંદેશો મોકલીને સલામત રીતે ન મોકલી દઉં તો પ્રભુ મારી વિશેષ દુર્દશા કરો. પ્રભુ મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે રહો.


પછી તેમણે એકબીજાની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. દાવિદ હોરેશમાં રહ્યો અને યોનાથાન ઘેર ગયો.


Lean sinn:

Sanasan


Sanasan