૧ શમુએલ 2:8 - પવિત્ર બાઇબલ C.L.8 તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાડે છે. ભિખારીઓને સરદારોની સાથે બેસાડવાને અને તેમને ગૌરવના રાજ્યાસનનો વારસો પમાડવાને તે તેમને ઉકરડા પરથી ઊભા કરે છે; કેમ કે પૃથ્વીના સ્તંભો યહોવાના છે, અને તે પર તેમણે જગતને સ્થાપ્યું છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તે ગરીબોને ધૂળમાંથી બેઠા કરે છે; તે જરૂરિયાત મંદોને ઉકરડા પરથી ઊભા કરીને, તેઓને રાજકુમારોની સાથે સિંહાસન પર બેસાડે છે, અને ગૌરવનો વારસો પમાડે છે. કેમ કે પૃથ્વીના સ્તંભો ઈશ્વરના છે; તેમના પર તેમણે જગતને સ્થાપ્યું છે. Faic an caibideilપવિત્ર બાઈબલ8 યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે. યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે. આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી, યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે. Faic an caibideil |