Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુ ગરીબ બનાવી દે છે અને ધનવાન પણ કરે છે. તે કેટલાકને નમાવી દે છે અને બીજાઓને ઊંચા લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 યહોવા દરિદ્રી કરે છે, ને દ્રવ્યવાન પણ કરે છે: તે પાડે છે, ને તે જ ઉઠાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઈશ્વર માણસને નિર્ધન બનાવે છે અને તે ધનવાન પણ કરે છે. તે નીચા પાડે છે અને તે ઊંચે પણ ચઢાવે કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોવા જ રંક બનાવે છે, ને તવંગર પણ એજ બનાવે છે. યહોવા કોઇ લોકોને ઉતારી પાડે છે, અને બીજાને માંનવંતા બનવા દે છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:7
17 Iomraidhean Croise  

પછી તેઓ બન્‍ને ઓરડીમાં ગયા અને યુવાન સંદેશવાહકે યેહૂના માથા પર ઓલિવતેલ રેડીને તેને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ જાહેર કરે છે: ‘મારા ઇઝરાયલી લોક પર રાજા તરીકે હું તારો અભિષેક કરું છું.


તમારા તરફથી જ સર્વ ધન અને માન પ્રાપ્ત થાય છે અને તમે તમારાં સામર્થ્ય અને સત્તાથી સર્વ પર રાજ કરો છો, અને સૌને મોટા અને બળવાન બનાવવા એ તમારા હાથમાં છે.


હિઝકિયા ખૂબ જ સંપત્તિ અને સન્માન પામ્યો. પોતાના સોના, ચાંદી, કિંમતી પાષાણો, અત્તરો, ઢાલો અને અન્ય મૂલ્યવાન સાધનસામગ્રી માટે તેણે સંગ્રહખંડ બનાવ્યા.


એ સર્વ ઉપરાંત ઈશ્વરે તેને ઘેટાં અને ઢોરઢાંક તથા બીજું ધન આપ્યું કે તેણે ઘણાં નગરો બંધાવ્યાં.


અને કહ્યું કે, “મારી માતાના ઉદરમાંથી હું જન્મ્યો ત્યારે કશું લીધા વગર આવ્યો હતો, અને હું મૃત્યુ પામીશ ત્યારેય સાથે કશું લઈ જવાનો નથી; પ્રભુએ આપ્યું અને પ્રભુએ પાછું લઈ લીધું; યાહવેના નામને ધન્ય હો!”


પ્રત્યેક ગર્વિષ્ઠને તું પાડી નાખ, દુષ્ટો જ્યાં ઊભા હોય ત્યાં જ તેમને કચડી નાખ.


તે નમ્રજનોને ઉન્‍નત કરે છે અને શોક્તિ જનોને સલામતીને શિખરે પહોંચાડે છે.


કારણ, ઈશ્વર ન્યાયપૂર્વક શાસન કરે છે; એકને તે નીચો નમાવે છે અને બીજાને ઊંચો ઉઠાવે છે


પ્રભુના હાથમાં એક પ્યાલો છે, તેમાં તેમનો ક્રોધરૂપી મસાલેદાર રાતો આસવ ઊભરાય છે; તેમાંથી તે દુષ્ટોને પીરસે છે; પૃથ્વીના દુષ્ટો તેમાંથી તળિયે વધેલો કૂચો ય ચૂસી જશે.


અમીર અને ગરીબ વચ્ચે આ સામ્ય છે: પ્રભુ એ સૌના સર્જક છે.


તે દિવસે સમર્થ પ્રભુ દરેક ગર્વિષ્ઠ, અભિમાની અને શક્તિશાળી માણસને નમાવશે.


પ્રભુ કહે છે: ‘હું તમને બધી પ્રજાઓમાં સૌથી હલકા પાડીશ, અને લોકો તમારી ધૃણા કરશે.


ત્યારે દેશનાં સર્વ વૃક્ષો જાણશે કે હું પ્રભુ છું. હું જ ઊંચાં વૃક્ષોને નીચાં ને નીચાં વૃક્ષોને ઊંચાં બનાવું છું. હું લીલાં વૃક્ષોને સૂકવી નાખું છું ને સૂકાં વૃક્ષોને ખીલવું છું. હું પ્રભુ આ બોલ્યો છું અને હું તે પાર પાડું છું.”


પ્રભુની આગળ પોતાને નમ્ર કરો અને તે તમને ઉચ્ચસ્થાને મૂકશે.


Lean sinn:

Sanasan


Sanasan