Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પ્રભુ મારે છે અને તે જીવાડે છે. તે માણસોને શેઓલમાં મોકલે છે, અને ત્યાંથી તેમને પાછા પણ લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યહોવા મારે છે, ને જીવતાં કરે છે: તે શેઓલ સુધી નમાવે છે, ને [તેમાંથી] બહાર કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈશ્વર મારે અને જીવાડે છે. તે શેઓલ સુધી નમાવે છે અને તેમાંથી બહાર કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવા જ માંરે છે, અને તે જ જીવન આપે છે. યહોવા જ માંણસોને મૃત્યુલોકમાં લઈ જાય છે અને પાછા લાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:6
20 Iomraidhean Croise  

પ્રભુએ એલિયાની પ્રાર્થના સાંભવી; છોકરો શ્વાસોચ્છવાસ લેવા લાગ્યો અને સજીવન થયો.


ઇઝરાયલના રાજાએ પત્ર વાંચીને હતાશામાં પોતાનાં વસ્ત્ર ફાડયાં અને બોલી ઊઠયો, “અરામનો રાજા મારી પાસે આ માણસને સાજો કરાવવાની શી રીતે અપેક્ષા રાખે છે? હું તે કંઈ મારનાર કે જીવાડનાર ઈશ્વર છું? દેખીતી રીતે જ તે મારી સાથે લડવાનું નિમિત્ત શોધે છે!”


કારણ, તે ઘાયલ કરે છે, તો પાટો પણ બાંધે છે. તેમના હાથ ઈજા પહોંચાડે તો તે ઘા રૂઝવે પણ છે.


મરણના પાશ મને વીંટળાઈ વળ્યા હતા; મૃત્યુલોક શેઓલના ફાંદામાં હું ફસાઈ ગયો હતો. મારા પર સંકટ અને વેદના આવી પડયાં હતાં.


હે પ્રભુના સંતો, તમે તેમનાં યશોગાન ગાઓ; તેમના પવિત્ર નામનું સ્મરણ કરીને તેમનો આભાર માનો.


ઈશ્વર જ આપણો ઉદ્ધાર કરનાર છે; આપણા ઈશ્વર યાહવે પાસે મૃત્યુમાંથી છૂટવાના માર્ગો છે.


જો કે તમે મને ઘણાં પીડાકારક સંકટો જોવાં દીધાં છે, પરંતુ તમે મને નવજીવન આપશો અને પૃથ્વીના ઊંડાણોમાંથી તમે મને પાછો ઉપર કાઢી લાવશો.


ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય,


અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે.


તેથી તું મારા તરફથી તેમને સંદેશ પ્રગટ કરીને તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર તમને કહે છે, ‘હે મારા લોકો, હું તમારી કબરો ઉઘાડીશ અને તેમાંથી તમને બહાર કાઢીને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ.’


પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં પાછાં જીવતાં થઇ શકે?” મેં કહ્યું: “પ્રભુ પરમેશ્વર, એ તો માત્ર તમે જ જાણો છો.”


જેમ યોના મોટી માછલીના પેટમાં ત્રણ રાતદિવસ રહ્યો, તેમ માનવપુત્ર પણ પૃથ્વીના ઊંડાણમાં ત્રણ રાતદિવસ રહેશે.


ઈસુએ તેને કહ્યું, “સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ મૂકનાર જોકે મરી જાય તોપણ તે જીવતો થશે,


“હવે સમજો કે હું જ એકમાત્ર ઈશ્વર છું, મારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. હું મારું છું અને હું જીવાડું છું અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ જ નથી.


હું મૃત્યુ પામ્યો હતો ખરો, પણ હવે સર્વકાળ માટે જીવંત છું, અને મૃત્યુ તથા હાડેસની ચાવીઓ મારી પાસે છે.


પણ દાવિદે સોગન ખાઈને જવાબ આપ્યો, “તારા પિતાજી સારી રીતે જાણે છે કે તું મારા પર ખૂબ પ્રેમ કરે છે અને તને ઊંડો આઘાત ન લાગે તે માટે પોતાની કોઈ યોજના તને નહિ જણાવવાનો તેમણે નિર્ણય કર્યો છે. હું પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે હવે મરણ મારાથી એક ડગલું જ દૂર છે.”


Lean sinn:

Sanasan


Sanasan