Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:25 - પવિત્ર બાઇબલ C.L.

25 કોઈ માણસ બીજા માણસ વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેને માટે હિમાયત કરી શકે, પણ કોઈ માણસ પ્રભુની વિરુદ્ધ પાપ કરે તો તેની હિમાયત કોણ કરશે?” પણ તેમણે તેમના પિતાનું સાંભળ્યું નહિ. કારણ, પ્રભુએ તેમને મારી નાખવાનો નિર્ધાર કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 જો કોઈ માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે તો ઈશ્વર તેનો ન્યાય કરશે; પણ જો કોઈ માણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે, તો તેને માટે કોણ વિનંતી કરે?” પણ તેઓએ પોતાના પિતાની વાત સાંભળી નહિ, કેમ કે યહોવાની ઇચ્છા તેઓને મારી નાખવાની હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 “જો કોઈ એક માણસ બીજા માણસની વિરુદ્ધ પાપ કરે, તો ઈશ્વર તેનો ન્યાય કરશે; પણ જો કોઈ માણસ ઈશ્વરની વિરુદ્ધ પાપ કરે, તો તેને સારુ કોણ વિનંતી કરે?” પણ તેઓએ પોતાના પિતાની શિખામણ પાળી નહિ, કેમ કે ઈશ્વરે તેઓને મારી નાખવાનો નિર્ણય કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 જો કોઈ માંણસ બીજા માંણસ સામે પાપ કરે તો દેવ તેને મદદ કરે. પરંતુ કોઈ માંણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે તો કોણ વચ્ચે પડે અને તેને બચાવે? આ રીતે એલીએ તેમને ઠપકો આપ્યો.” પણ તેના દીકરાઓએ તેનું સાંભળ્યું નહિ. તેથી યહોવાએ બંનેને માંરી નાખવાનો નિર્ણય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:25
25 Iomraidhean Croise  

તેનું એ કાર્ય પ્રભુની દૃષ્ટિમાં ભૂંડું હતું. તેથી તેમણે તેને પણ મારી નાખ્યો.


પણ યહૂદાનો જયેષ્ઠ પુત્ર એર પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ હતો એટલે પ્રભુએ તેને મારી નાખ્યો.


“જ્યારે કોઈ વ્યક્તિ પર બીજા કોઈનું નુક્સાન કર્યાનો આરોપ હોય અને પોતે નિર્દોષ છે એવા શપથ લેવા તેને આ મંદિરમાં તમારી વેદી આગળ લાવવામાં આવે,


ત્યારે, ઓ પ્રભુ, આકાશમાંથી તે સાંભળીને તમારા સેવકોનો ન્યાય કરજો; દોષિતને ઘટિત શિક્ષા કરજો અને નિરપરાધીને નિર્દોષ જાહેર કરજો.


શીલોના દષ્ટા એલિયા મારફતે નબાટના પુત્ર યરોબામને પ્રભુ પરમેશ્વરે જે કહ્યું હતું તે પૂરું થાય તે માટે એ પ્રભુની ઇચ્છા હતી. તેથી રાજાએ લોકોનું સાંભળ્યું નહિ.


અમાસ્યા વચમાં બોલી ઊઠયો, “અમે તને રાજાનો સલાહકાર ક્યારે બનાવ્યો? ચૂપ થા! તું શા માટે જાણી બૂજીને મોત માગે છે?” તે પછી સંદેશવાહક માત્ર આટલું જ બોલ્યો: “હવે મને ખબર પડી કે આ બધાં કાર્યોને લીધે અને મારી સલાહ નહિ ગણકારવાને લીધે ઈશ્વરે તારો વિનાશ કરવાનો નિર્ણય કર્યો છે.”


અમારા બન્‍ને વચ્ચે કોઈ મયસ્થ પણ નથી કે, જે અમારા બન્‍ને પર હાથ મૂકીને સમાધાન કરાવે.


તમે માત્ર બલિદાનોથી પ્રસન્‍ન થતા નથી, નહિ તો હું તે ચડાવત; અરે, તમે દહનબલિથી પણ રીઝતા નથી.


તમારી વિરુદ્ધ, હા તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને તમારી દષ્ટિમાં જે ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી મને દોષિત જાહેર કરવામાં તમે સાચા છો અને મને ગુનેગાર ઠરાવતા તમારા ન્યાયચુકાદામાં તમે વાજબી છો.


શાણો પુત્ર પિતાની શિખામણ માને છે, પણ ઉદ્ધત પુત્ર ઠપકાની ઉપેક્ષા કરે છે.


સાચો માર્ગ તજનારને શિક્ષા ભોગવવી પડશે, અને સુધરવાની ઉપેક્ષા કરનાર માર્યો જશે.


વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય,


પણ જો કોઈ જાણીબૂઝીને ઉદ્ધતાઈથી આજ્ઞાભંગ કરે, પછી તે ઇઝરાયલી હોય કે પરદેશી હોય, તો પ્રભુનો અનાદર કરવા બદલ ગુનેગાર છે. એવા માણસનો સમાજમાંથી બહિષ્કાર કરવો.


તમારા ચુકાદામાં પક્ષપાત દાખવશો નહિ; નાનામોટા સૌનું એક સરખી રીતે સાંભળો. કોઈની બીક રાખશો નહિ; કારણ, ચુકાદો ઈશ્વર તરફથી છે. જે કેસ તમને અઘરો લાગે તે મારી પાસે લાવવો અને હું તે સાંભળીશ.’


“પણ હેશ્બોનના રાજા સિહોને તેના દેશમાં થઈને આપણને પસાર થવા મના કરી. કારણ, આપણા ઈશ્વર પ્રભુએ તેને હઠીલા મનનો અને દુરાગ્રહી દયનો બનાવ્યો હતો; જેથી આપણે તેને હરાવીને તેનો પ્રદેશ કબજે કરી લઈએ. આજે પણ એ પ્રદેશ આપણા કબજામાં છે.


કારણ, ઈશ્વર એક જ છે, અને ઈશ્વર તથા માણસો વચ્ચે સમાધાન કરાવનાર પણ એક જ એટલે, ખ્રિસ્ત ઈસુ છે; જે પોતે પણ મનુષ્ય છે.


કારણ, આપણને સત્ય પ્રગટ કરવામાં આવ્યું હોવા છતાં આપણે જાણી જોઈને પાપ કર્યા કરીએ, તો તે પાપનું નિવારણ કરવા માટે બીજું કોઈ બલિદાન નથી.


એને બદલે, આપણે આવનાર ન્યાયશાસનની તથા ઈશ્વરના વિરોધીઓને ભરખી જનાર અગ્નિની બીક રાખીએ.


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


એ બધા લોકો ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરે તે માટે પ્રભુએ તેમનાં મન હઠાગ્રહી બનાવ્યા; જેથી તેમનો સંપૂર્ણ વિનાશ થાય અને તેઓ નિર્દય રીતે માર્યા જાય. પ્રભુએ મોશેને અગાઉ એવું જ કરવા માટે આજ્ઞા આપી હતી.


પણ તેણે તેમને રોકયા નહિ. તેથી મેં એલીના કુટુંબ વિરુદ્ધ શપથ લીધા છે કે કોઈપણ જાતના યજ્ઞથી કે અર્પણથી એમનાં પાપનું પ્રાયશ્ર્વિત કરી શકાશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan