Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:24 - પવિત્ર બાઇબલ C.L.

24 મારા પુત્રો, એ બધુ બંધ કરો. પ્રભુના લોકો તમારે વિશે આ જે બધું કહે છે એ ભયંકર વાત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ના, મારા દીકરાઓ; જે હકીકત હું સાંભળું છું તે સારી નથી; તમે તો યહોવાના લોકો પાસે [તેમની આજ્ઞાનું] ઉલ્લંઘન કરાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ના, મારા દીકરાઓ; કેમ કે જે વાતો હું સાંભળું છું તે યોગ્ય નથી. તમે લોકો પાસે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 દીકરાઓ, આ બધું બંધ કરો. યહોવાના લોકો જે વાત કરે છે તે અતિ દુ:ખદ છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:24
16 Iomraidhean Croise  

તેના પિતાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું.


યરોબામે પોતે પાપ કરીને અને ઇઝરાયલ પાસે પાપ કરાવીને પ્રભુને કોપાયમાન કર્યા હતા તેને લીધે એ બધું બન્યું.


પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું પોતાના હૃદયની પૂરી નિષ્ઠાથી પાલન કર્યું નહિ; એને બદલે, તેણે ઇઝરાયલને મૂર્તિપૂજાના પાપમાં દોરી જનાર યરોબામના પાપાચારનું અનુસરણ કરવાનું જારી રાખ્યું.


તેણે આરોનને કહ્યું, “લોકોએ તને શું કર્યું કે તેં તેમને આવા મોટા પાપમાં પ્રેર્યા?”


“પણ તમે યજ્ઞકારો સાચા માર્ગથી ભટકી ગયા છો. ઘણા લોકો તમારા શિક્ષણથી ખોટું કરતા શીખ્યા છે. તમારી સાથેના મારા કરારનો તમે ભંગ કર્યો છે.


કેટલીક વસ્તુઓ માણસોને પ્રલોભનમાં નાખનારી હોય છે. દુનિયાને માટે તે કેવી અફસોસની વાત છે! પ્રલોભન તો સદા આવ્યાં કરવાનાં, પણ જેની મારફતે તે આવે છે તેને અફસોસ!


તેથી ભાઈઓ, તમે પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર હોય એવા સાત સેવકો તમારામાંથી પસંદ કરો. અમે તેમને એ જવાબદારી સોંપીશું.


અમને માન મળ્યું, ને અમારી નિંદા પણ થઈ; અમારું અપમાન થયું, ને અમારાં વખાણ પણ થયાં. અમને જુઠ્ઠા ગણવામાં આવ્યા હોવા છતાં અમે સત્ય બોલીએ છીએ.


વળી, તે મંડળીની બહારના લોકો મયે સારી પ્રતિષ્ઠા ધરાવતો હોવો જોઈએ, જેથી તે નિંદાપાત્ર બનીને શેતાનના સકંજામાં ફસાઈ ન જાય.


ભ્રમણામાં પડેલા માણસોમાંથી નાસી છૂટવાની જેમણે હજી હમણાં જ શરૂઆત કરી છે તેવા લોકોને સપડાવવાને તેઓ શારીરિક દુર્વાસનાઓનો ઉપયોગ કરે છે.


દેમેત્રિયસ વિષે બધાનો અભિપ્રાય સારો છે. સત્ય પણ તેના વિષે સારું જ કહે છે. અમારી પણ એ જ સાક્ષી છે અને તું જાણે છે કે તે સાચી છે.


પણ તારી વિરુદ્ધ મારે આટલું કહેવાનું છે: પોતાને ઈશ્વરની સંદેશવાહિકા કહેવડાવતી પેલી સ્ત્રી ઈઝબેલને તું સાંખી લે છે. તે પોતાના શિક્ષણથી મારા સેવકોને વ્યભિચાર કરવા અને મૂર્તિને ચઢાવેલો ખોરાક ખાવા ગેરમાર્ગે દોરે છે.


એલીના પુત્રોનું આ પાપ ઈશ્વરની દૃષ્ટિમાં અતિ ગંભીર હતું. કારણ, તેઓ ઈશ્વરને અર્પવામાં આવતાં બલિ પ્રત્યે આ રીતે તુચ્છકાર દાખવતા હતા.


હવે એલી ઘણો વૃદ્ધ થયો હતો. પોતાના પુત્રો ઇઝરાયલીઓ પ્રત્યે જે રીતે વર્તતા હતા અને વળી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ કામ કરતી સ્ત્રીઓ સાથે સમાગમ કરતા એ બધું એલીના સાંભળવામાં આવતું.


તેથી તેણે તેમને કહ્યું, “તમે આ બધું શા માટે કરો છો? બધા લોકો મને તમારાં દુષ્ટ કાર્યો વિષે કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan