Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 19:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેથી યોનાથાને દાવિદને બોલાવીને એ બધું જણાવ્યું. પછી તે તેને શાઉલ પાસે લઈ ગયો અને દાવિદ પહેલાંની જેમ રાજાની સેવામાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પછી યોનાથાને દાઉદને બોલાવ્યો, ને યોનાથાને તેને એ સર્વ બાબતોથી વાકેફ કર્યો. પછી યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો, ને તે આગળની માફક તેની હજૂરમાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી યોનાથાને દાઉદને બોલાવ્યો, યોનાથાને તેને એ સર્વ વાતો કહી. અને યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો, તે આગળની માફક તેની સમક્ષતામાં રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યોનાથાને દાઉદને બોલાવીને આ બધી વાત કહી સંભળાવી. પછી તેને શાઉલ પાસે લઈ ગયો. દાઉદ ફરી પહેલાંની માંફક રાજાની સેવા કરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 19:7
10 Iomraidhean Croise  

યાકોબે જોયું કે લાબાનનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી.


ભૂતકાળમાં શાઉલ અમારો રાજા હતો ત્યારે પણ યુદ્ધની અવરજવરમાં તું જ અમારો અગ્રેસર હતો. તારા ઈશ્વર પ્રભુએ તને વચન આપ્યું હતું કે તું તેમના લોકોનો પાલક અને અધિપતિ બનશે.”


પણ મોશેએ પ્રભુને કહ્યું, “હે પ્રભુ, ભૂતકાળમાં તેમ જ તમે તમારા સેવક સાથે વાત કર્યા પછી પણ, હું તો સારો વક્તા નથી; હું તો બોલવે ધીમો છું અને બોલતાં અચકાઉં છું.”


આશ્શૂરના રાજાને અગ્નિદાહ દેવા ઘણા સમયથી તોફેથ (દહનસ્થાન) તૈયાર છે. ત્યાં અગ્નિ બળ્યા કરે છે. તેની ચિતા ઊંડી અને પહોળી છે અને તેમાં પુષ્કળ લાકડાં સીંચેલાં છે. પ્રભુનો શ્વાસ સળગતા ગંધકના પ્રવાહની જેમ તેને પેટાવે છે.


દાવિદ શાઉલ પાસે આવ્યો અને તેની સેવામાં જોડાયો. શાઉલને તેના પર ખૂબ પ્રેમ હતો અને તેણે તેને પોતાનાં શસ્ત્રો ઊંચકવા રાખ્યો.


બીજે દિવસે ઈશ્વરે મોકલેલા દુષ્ટાત્માએ શાઉલનો કબજો લીધો અને તે પોતાના ઘરમાં પાગલની જેમ બકવાસ કરવા લાગ્યો. દરરોજની માફક દાવિદ વીણા વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો.


તેથી શાઉલે તેને પોતાની તહેનાતમાંથી દૂર કર્યો અને તેને સહસ્રાધિપતિ બનાવ્યો. દાવિદ તેના માણસોને લડાઈમાં લાવવા લઈ જવામાં આગેવાની આપતો


તે દિવસથી શાઉલે દાવિદને પોતાની પાસે જ રાખ્યો અને તેના પિતાને ઘેર જવા દીધો નહિ.


યોનાથાનનું સાંભળીને શાઉલે પ્રભુને નામે સોગંદ લીધા કે દાવિદને મારી નાખવામાં નહિ આવે.


પલિસ્તીઓ સાથે ફરીથી લડાઈ ફાટી નીકળી. દાવિદે તેમના પર ત્રાટકીને તેમનો એવો મોટો સંહાર કર્યો કે તેઓ તેની આગળથી ભાગ્યા.


Lean sinn:

Sanasan


Sanasan