૧ શમુએલ 19:5 - પવિત્ર બાઇબલ C.L.5 ગોલ્યાથને મારી નાખવામાં તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો, અને પ્રભુએ ઇઝરાયલને માટે મહાન વિજય હાંસલ કર્યો હતો. એ જોઈને તમે ખુશ પણ થયા હતા. તો પછી દાવિદનું વિના કારણ ખૂન કરીને તમે નિર્દોષ માણસનું લોહી વહેવડાવાનો અપરાધ શા માટે કરો છો?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લ ઈને પેલા પલિસ્તીને મારી નાખ્યો, ને યહોવાએ સર્વ ઇઝરાયલને માટે મોટી ફતેહ મેળવી. તમે તે જોયું, ને તમને હર્ષ થયો. તો કારણ વગર દાઉદને મારી નાખી નિર્દોષ [માણસનું] લોહી વહેવડાવીને શા માટે તમારે અપરાધ કરવો?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લઈને બળવાન પલિસ્તીઓને માર્યા અને ઈશ્વરે સર્વ ઇઝરાયલને માટે મોટો વિજય મેળવ્યો. તે તમે જોયું અને હર્ષ પામ્યા. ત્યારે કારણ વગર દાઉદને મારી નાખીને નિર્દોષ લોહી વહેડાવીને શા માટે પાપ કરો છો?” Faic an caibideilપવિત્ર બાઈબલ5 તેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને પેલા પલિસ્તીને માંર્યો હતો અને યહોવાએ ઇસ્રાએલને મોટો વિજય અપાવ્યો હતો એ જોઈને તમે પણ આનંદ પામ્યા હતા. તો પછી એક નિર્દોષ માંણસને શા માંટે અન્યાય કરવો અને વગર કારણે શા માંટે દાઉદને માંરી નાખવો?” Faic an caibideil |