Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 19:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તે ત્યાં જતો હતો ત્યારે ઈશ્વરના આત્માએ તેનો પણ કબજો લીધો અને તે છેક નાયોથ સુધી ભાવવિભોર થઈ ગાનતાન કરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પછી તે રામાના નાયોથમાં જવા નીકળ્યો. અને ઈશ્વરનો આત્મા તેના પર પણ આવ્યો, ને રસ્તે ચાલતાં ચાલતાં રામાના નાયોથમાં તે પહોંચ્યો ત્યાં સુધી તેણે પ્રબોધ કર્યા કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 શાઉલ રામાના નાયોથમાં ગયો. અને ઈશ્વરનો આત્મા તેના પર પણ આવ્યો, તે રામાના નાયોથ પહોંચ્યો ત્યાં સુધી પ્રબોધ તેણે કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પરંતુ તે ત્યાં જતો હતો ત્યારે તેનામાં પણ દેવના આત્માંનો સંચાર થયો અને તે પણ નાયોથ સધી પ્રબોધ કરતો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 19:23
14 Iomraidhean Croise  

માણસ મનથી પોતાની યોજના ઘડે છે, પરંતુ તેના પગને પ્રભુ જ દોરે છે.


રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે.


પછી બાલાકને શો સંદેશો આપવો તે જણાવીને પ્રભુએ બલામને પાછો મોકલ્યો.


બલામે નજર ઉઠાવીને જોયું તો ઇઝરાયલીઓએ તેમનાં કુળો પ્રમાણે પડાવ નાખ્યો હતો. ઈશ્વરના આત્માએ તેનો કબજો લીધો.


તે દિવસે ઘણા મને કહેશે, ’પ્રભુ, પ્રભુ! તમારે નામે અમે ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો હતો, ઘણા અશુદ્ધ આત્માઓને કાઢયા હતા અને ઘણા ચમત્કારો કર્યા હતા!’


ખરેખર તે પોતા તરફથી આ બોલ્યો ન હતો, પણ એ વર્ષે તે પ્રમુખ યજ્ઞકાર હતો અને યહૂદી પ્રજા માટે,


જો મારી પાસે ઈશ્વરપ્રેરિત સંદેશ આપવાની બક્ષિસ હોય, સર્વ જ્ઞાન અને સર્વ રહસ્યો સમજવાની શક્તિ હોય, પર્વતોને ખસેડી નાખવા જેટલો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો પછી હું કંઈ જ નથી.


શાઉલ અને તેનો નોકર ગિબ્યામાં આવ્યા એટલે સંદેશવાહકોની ટોળી તેમને મળી. ઈશ્વરના આત્માએ શાઉલનો એકાએક કબજો લીધો એટલે તે પણ તલ્લીન થઇને સંદેશા ઉચ્ચારવા લાગ્યો.


ત્યાંના એક રહેવાસીએ પૂછયું, “બીજાઓ વિષે શું? શું તેમના પૂર્વજો સંદેશવાહકો છે?” એ ઉપરથી એવી કહેવત પડી કે, “શું શાઉલ પણ સંદેશવાહક બની ગયો છે?”


એ જ સમયે પ્રભુનો આત્મા તારો કબજો લેશે. તું તેમની સાથે નાચવામાં જોડાઈને ગાનતાનમાં તલ્લીન થઈ જઈશ અને બદલાઇ જઇને જુદી જ વ્યક્તિની જેમ વર્તીશ.


બીજે દિવસે ઈશ્વરે મોકલેલા દુષ્ટાત્માએ શાઉલનો કબજો લીધો અને તે પોતાના ઘરમાં પાગલની જેમ બકવાસ કરવા લાગ્યો. દરરોજની માફક દાવિદ વીણા વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો.


દાવિદ નાસી છૂટીને રામામાં શમુએલ પાસે ગયો અને શાઉલના વર્તન વિષે બધું કહ્યું. પછી તે અને શમુએલ નાયોથમાં જઈને રહ્યા.


તેથી તેણે તેની ધરપકડ કરવા કેટલાક માણસો મોકલ્યા. તેમણે શમુએલની આગેવાની હેઠળ ગાનતાનમાં ભાવવિભોર થયેલા સંદેશવાહકોની ટોળી જોઈ. પછી ઈશ્વરના આત્માએ શાઉલના માણસોનો કબજો લીધો અને તેઓ પણ નાચવા તથા પોકારવા લાગ્યા.


પછી તે પોતે રામા ગયો અને સેખુ પાસેના મોટા કૂવા પાસે આવી પહોંચ્યો. પછી તેણે પૂછયું, “શમુએલ અને દાવિદ ક્યાં છે?” ત્યારે તેને જવાબ મળ્યો, “તેઓ નાયોથમાં છે.”


Lean sinn:

Sanasan


Sanasan