Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 19:1 - પવિત્ર બાઇબલ C.L.

1 શાઉલે તેના પુત્ર યોનાથાન અને તેના સર્વ અધિકારીઓને દાવિદને મારી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી. પણ યોનાથાન દાવિદને ઘણો ચાહતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને શાઉલે પોતાના દીકરા યોનાથાનને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું, “તમારે દાઉદને મારી નાખવો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 શાઉલે તેના દીકરા યોનાથાનને તથા તેના સર્વ નોકરોને કહ્યું કે તમારે દાઉદને મારી નાખવો. પણ યોનાથાન, તો દાઉદ પર પ્રસન્ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 શાઉલે પોતાન પુત્ર યોનાથાનને અને પોતાના બધા અમલદારોને દાઉદને માંરી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી, પરંતુ યોનાથાનને દાઉદ ઉપર ખૂબ મિત્રપ્રેમ હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 19:1
10 Iomraidhean Croise  

તેમણે તેને દૂરથી જોયો અને તે તેમની નજીક પહોંચ્યો તે અગાઉ તેમણે તેને મારી નાખવાનું કાવતરું ઘડયું.


તેમણે હેબ્રોનમાં દાવિદ રાજાને તે માથું આપતાં કહ્યું, “તમને મારી નાખવાનો પ્રયાસ કરનાર તમારા શત્રુ શાઉલના પુત્ર ઇશબોશેથનું આ માથું છે. હે રાજા, મારા માલિક, આજે પ્રભુએ શાઉલ અને તેના વંશજો પર વેર વાળવાની તમને તક આપી છે.”


શાઉલ અને દાવિદની વાતચીત પૂરી થઈ, એ પછી શાઉલનો પુત્ર યોનાથાન દાવિદ સાથે એકદિલ થઈ ગયો અને તે દાવિદ પર પોતાની જાત જેટલો જ પ્રેમ કરવા લાગ્યો.


અને શાઉલે તેમને દાવિદને આવું કહેવા હુકમ કર્યો, “રાજા કન્યાની કિંમતમાં બીજું કંઈ નહિ પણ માત્ર આટલું જ માગે છે: તેમના દુશ્મનો પર વેર વાળવા માટે સો પલિસ્તીઓને મારી નાખીને પુરાવારૂપે તેમની જનનેદ્રિંયની ચામડી રજૂ કરવી.” દાવિદ પલિસ્તીઓના હાથે માર્યો જાય તે માટે શાઉલે એવો ઘાટ ઘડયો.


યોનાથાને દાવિદ સાથે કરાર કર્યો, કારણ, તે દાવિદ પર પોતાના પ્રાણ સમાન પ્રેમ રાખતો હતો.


શાઉલને આ ગમ્યું નહિ અને તે ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, “દાવિદને નવાજવાને માટે તેઓ દસ હજારનો ઉલ્લેખ કરે છે, પણ મારે માટે તો માત્ર હજારનો જ ઉલ્લેખ કરે છે. તે હવે રાજા બને એટલું જ બાકી છે.”


એમ તે દિવસથી તે દાવિદને ઈર્ષાની નજરે જોવા લાગ્યો.


અને તેથી તેણે તેને કહ્યું, “મારા પિતાજી તને મારી નાખવાની તક શોધી રહ્યા છે. આવતી કાલે સવારે સાવધાન રહેજે; ગુપ્ત જગ્યાએ જઈને સંતાઈ જજે.


પછી દાવિદ રામાના નાયોથમાંથી નાસી છૂટયો અને યોનાથાન પાસે જઈને તેણે કહ્યું, “મેં શું કર્યુ છે? મેં શો ગુન્હો કર્યો છે? મેં તારા પિતાનું શું બગાડયું છે કે તે મને મારી નાખવા શોધે છે?”


પરમદિવસે તો તારી ગેરહાજરીની વળી વિશેષ ખબર પડશે. તેથી તું પહેલાં જ્યાં સંતાયો હતો ત્યાં પથ્થરોના ઢગલા પાછળ સંતાઈ રહેજે.


Lean sinn:

Sanasan


Sanasan