Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 18:8 - પવિત્ર બાઇબલ C.L.

8 શાઉલને આ ગમ્યું નહિ અને તે ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, “દાવિદને નવાજવાને માટે તેઓ દસ હજારનો ઉલ્લેખ કરે છે, પણ મારે માટે તો માત્ર હજારનો જ ઉલ્લેખ કરે છે. તે હવે રાજા બને એટલું જ બાકી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એથી શાઉલને ઘણો ક્રોધ ચઢ્યો, ને આ રાસડાથી તેને ખોટું લાગ્યું. અને તેણે કહ્યું, “દાઉદને તેઓએ દશ સહસ્રનું માન આપ્યું છે, ને મને તો તેઓએ માત્ર સહસ્રનુમ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેથી શાઉલને ઘણો ક્રોધ ચઢયો અને આ ગીતથી તેને ખોટું લાગ્યું. તેણે કહ્યું કે, “તેઓએ દાઉદને દસ સહસ્ત્રનું માન આપ્યું છે, પણ તેઓએ મને તો માત્ર સહસ્ત્રનું જ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 શાઉલને આ ગમ્યું નહિ, તેને ગુસ્સો ચડયો, તે બોલ્યો, “દાઉદને એ લોકો લાખોનું શ્રેય આપે છે, જયારે મને માંત્ર હજારોનું જ! હવે તો એને રાજા થવું જ બાકી છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 18:8
16 Iomraidhean Croise  

તેથી તેના ભાઈઓએ તેનો તિરસ્કાર કર્યો; પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.


તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખરેખર અમારા પર સત્તા ચલાવશે? શું તું અમારો માલિક બનશે?” પછી તેઓ સ્વપ્નને કારણે અને તેની વાતને લીધે તેનો વધારે તિરસ્કાર કરવા લાગ્યા.


રાજાએ કહ્યું, “તમે તેને શૂનેમની અબિશાગ સોંપવાની માગણી મૂકો છો! તો પછી તેને રાજ્ય સોંપી દેવાનું ય કહોને! ગમે તેમ તોય તે મારો મોટો ભાઈ છે અને અબ્યાથાર યજ્ઞકાર અને યોઆબ તેના પક્ષમાં છે!”


જ્યારે હામાનને ખબર પડી કે મોર્દખાય તેને નમન કરીને માન આપતો નથી ત્યારે તે ખૂબ જ ક્રોધે ભરાયો.


અહંકાર ઝઘડા જન્માવે છે, પણ સલાહશાંતિ શોધનાર પાસે જ્ઞાન હોય છે.


ક્રોધ નિર્દય અને રોષ ભયાનક હોય છે, પણ ઈર્ષા આગળ કોણ ટકી શકે?


મેં જોયું કે સફળ થવા માટેના માણસના કઠોર પરિશ્રમના મૂળમાં તેમના પડોશીઓ પાસેની વસ્તુઓ અંગેની ઈર્ષ્યા છે. આ પણ મિથ્યા અને હવામાં બાચકા ભરવા સમાન છે.


લોકો પોતાની મુશ્કેલીઓ વિષે પ્રભુનાં સાંભળતાં બડબડાટ કરવા લાગ્યા. એ સાંભળીને પ્રભુ ક્રોધાયમાન થયા અને તેમણે મોકલેલો અગ્નિ તેમની વચ્ચે ભભૂકી ઊઠયો અને પડાવના એક તરફના છેડા સુધીનો ભાગ બાળીને ભસ્મ કરી નાખ્યો.


બલામે પ્રભુના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે. મારો સામનો કરવા તમે મારા માર્ગમાં આડા ઊભા છો તેની મને ખબર ન હતી. મારું જવું તમને પસંદ પડતું ન હોય તો હું ઘેર પાછો જવા તૈયાર છું.”


“આપણામાં વસવા આવેલ આત્મા આપણી પાસેથી ઈશ્વર પ્રત્યે અનન્ય નિષ્ઠાની ઝંખના રાખે છે” એવું જે શાસ્ત્રવચન છે તે વ્યર્થ કહ્યું હશે એમ તમે માનો છો?


પણ હવે તારું રાજ ટકશે નહિ. પ્રભુએ પોતાને મનપસંદ માણસ શોધી કાઢયો છે અને પોતાના લોક પર તે તેને રાજા બનાવશે. કારણ, તું ઈશ્વરને આધીન થયો નથી.


શમુએલે તેને કહ્યું, “પ્રભુએ આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારા કરતાં વધારે સારા માણસને આપ્યું છે.


શમુએલે ઓલિવ તેલ લઈને દાવિદનો તેના ભાઈઓની સમક્ષ અભિષેક કર્યો. એકાએક ઈશ્વરના આત્માએ દાવિદનો કબજો લીધો અને તે દિવસથી તેની સાથે રહ્યો. શમુએલ પાછો રામા ગયો.


એમ તે દિવસથી તે દાવિદને ઈર્ષાની નજરે જોવા લાગ્યો.


શાઉલે તેના પુત્ર યોનાથાન અને તેના સર્વ અધિકારીઓને દાવિદને મારી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી. પણ યોનાથાન દાવિદને ઘણો ચાહતો હતો.


યિથાઈનો પુત્ર દાવિદ ધરતી પર જીવે છે ત્યાં સુધી તું કે તારું રાજ્યાસન સલામત નથી. તો હવે જા અને તેને અહીં લાવ, તેને ખતમ કરી દેવો પડશે.”


Lean sinn:

Sanasan


Sanasan