Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 18:14 - પવિત્ર બાઇબલ C.L.

14 અને દાવિદ તેના સર્વ કાર્યમાં સફળ થતો. કારણ, પ્રભુ તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 દાઉદ પોતાના સર્વ માર્ગમાં ડહાપણથી વર્તતો; અને યહોવા તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 દાઉદ પોતાના સર્વ કાર્યો ડહાપણપૂર્વક કરતો હતો. ઈશ્વર તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 દાઉદ બધાં જ કામોમાં સફળ થતો હતો કારણ કે યહોવા તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 18:14
18 Iomraidhean Croise  

જેલનો અધિકારી તેને સોંપેલા કોઈ પણ કાર્ય પર દેખરેખ રાખતો નહિ; કારણ, પ્રભુ યોસેફની સાથે હતા અને તે જે કંઈ કાર્ય કરતો તેમાં પ્રભુ તેને સફળતા આપતા.


તે વધારે અને વધારે બળવાન થતો ગયો. કારણ, સેનાધિપતિ પ્રભુ ઈશ્વર તેની સાથે હતા.


તેથી પ્રભુ તેની સાથે હતા, અને તે તેના સર્વ કાર્યમાં સફળ થતો. તેણે આશ્શૂરના સમ્રાટ સામે વિદ્રોહ કર્યો અને તેને આધીન થવાનો નકાર કર્યો.


તેણે આખા અદોમમાં લશ્કરી થાણાં ઊભાં કર્યાં; અને સર્વ અદોમીઓ દાવિદને તાબે થયા. પ્રભુએ દાવિદને સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો.


તે પછી તેણે અરામીઓના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ તેને તાબે થઈ ખંડણી ભરવા લાગ્યા. દાવિદને પ્રભુએ સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો.


પ્રભુએ યહોશાફાટને આશીર્વાદ આપ્યો, કારણ, તે તેના પિતાના શરૂઆતના જીવનને અનુસર્યો અને બઆલની મૂર્તિઓની ભક્તિ કરી નહિ.


હું સીધે માર્ગે ચાલવા પર ધ્યાન દઈશ. હે પ્રભુ, તમે મારી પાસે ક્યારે આવશો? હું મારા રાજકારભારમાં શુદ્ધ દયથી વર્તીશ.


કુંવારીને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ [જેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે તેવો થાય છે] પાડવામાં આવશે.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


કારણ, હું તારી સાથે છું. કોઈ તને કંઈ ઇજા કરશે નહિ, કારણ, આ શહેરમાં મારા ઘણા લોક છે.”


આમ, પ્રભુ યહોશુઆની સાથે હતા, અને આખા દેશમાં તેની કીર્તિ ફેલાઈ ગઈ.


પ્રભુ યહૂદાના માણસોની સાથે હતા અને તેથી તેમણે પહાડીપ્રદેશનો કબજો મેળવી લીધો. પણ તેઓ ખીણપ્રદેશના મેદાનોમાં વસતા લોકોને હાંકી કાઢી શક્યા નહિ. કારણ, તેમની પાસે લોખંડના રથો હતા.


આ ચિહ્નો પ્રમાણે બધું બને ત્યારે તને સૂઝે એ રીતે વર્તન કરજે, કારણ, ઈશ્વર તારી સાથે છે.


તેના એક જુવાન નોકરે કહ્યું, “બેથલેહેમ નગરના યિશાઈનો એક પુત્ર નિપુણ વીણાવાદક છે. તે બહાદુર માણસ, સારો સૈનિક, સારો વક્તા ને સુંદર પણ છે. પ્રભુ તેની સાથે છે.”


દાવિદની સફળતા જોઈને શાઉલ તેનાથી ગભરાતો હતો.


પલિસ્તીઓ સાથે ફરીથી લડાઈ ફાટી નીકળી. દાવિદે તેમના પર ત્રાટકીને તેમનો એવો મોટો સંહાર કર્યો કે તેઓ તેની આગળથી ભાગ્યા.


શમુએલ મોટો થયો. પ્રભુ તેની સાથે હતા અને તેમણે શમુએલને કહેલું બધું સાચું ઠેરવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan