Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 18:10 - પવિત્ર બાઇબલ C.L.

10 બીજે દિવસે ઈશ્વરે મોકલેલા દુષ્ટાત્માએ શાઉલનો કબજો લીધો અને તે પોતાના ઘરમાં પાગલની જેમ બકવાસ કરવા લાગ્યો. દરરોજની માફક દાવિદ વીણા વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને બીજા દિવસે એમ થયું કે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોસભેર આવ્યો, અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. અને દાઉદ પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો, અને શાઉલના હાથમાં ભાલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 બીજે દિવસે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો, તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. તેથી દાઉદ પોતાના નિત્યના ક્રમ મુજબ વાજિંત્ર વગાડતો હતો. તે વખતે શાઉલના હાથમાં પોતાનો ભાલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અને બીજે દિવસે દેવ તરફથી એક દુષ્ટાત્માંએ શાઉલને વશમાં કર્યો, તેણે શાઉલનો કબજો લીધો અને તે ગાંડા જેવો થઈ ગયો, અગાઉની જેમ દાઉદ વીણા વગાડીને તેને શાંત પાડવા લાગ્યો, પણ શાઉલ તો પોતાના હાથમાં ભાલો ફેરવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 18:10
17 Iomraidhean Croise  

બપોર વીતી ગયા અને છેક સંયાબલિનો સમય થવા આવ્યો ત્યાં સુધી તેમણે બૂમબરાડા પાડી લવારો કર્યા કર્યો; પણ કંઈ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ, એક શબ્દ પણ સંભળાયો નહિ.


બધા સંદેશવાહકોએ પણ એમ જ કહ્યું, “રામોથ પર ચડાઈ કરો, અને તમે જીતશો. પ્રભુ તમને વિજય આપશે.”


અને બધા લોકો સમક્ષ હનાન્યાએ કહ્યું, “પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘કેવળ બે વર્ષમાં હું આ જ પ્રમાણે બેબિલોનના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી બધા દેશોની ગરદન પરથી ઉઠાવી લઈને ભાંગી નાખીશ” પછી યર્મિયા ત્યાંથી જતો રહ્યો.


એક દિવસે અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમને એક સ્ત્રીનોકર મળી. તેને આગાહી કરનાર દુષ્ટાત્મા વળગ્યો હતો. ભવિષ્ય ભાખીને તેણે તેના માલિકોને ઘણા પૈસા કમાવી આપ્યા હતા.


આ કારણને લીધે જ ઈશ્વર તેમને ગૂંચવણમાં પડવા દે છે, જેથી તેઓ જુઠ્ઠી વાત માની લે.


પછી તેણે બૂમ પાડી, “શિમશોન, પલિસ્તીઓ તમારા પર ચડી આવ્યા છે!” તે જાગી ઊઠયો, અને તેણે માની લીધું કે, “હું પહેલાની જેમ ઝટકો મારીને છૂટો થઈ જઈશ.” પણ તેને ખબર નહોતી કે પ્રભુએ હવે તેને તજી દીધો છે.


તે સમયથી દુષ્ટાત્મા શાઉલ પર આવતો ત્યારે દાવિદ તેની વીણા વગાડતો અને દુષ્ટાત્મા જતો રહેતો અને શાઉલને સારું લાગતું અને તે સાજો થઈ જતો.


એમ તે દિવસથી તે દાવિદને ઈર્ષાની નજરે જોવા લાગ્યો.


શાઉલે ભાલા વડે દાવિદને ભીંત સાથે જડી દેવા પ્રયત્ન કર્યો પણ દાવિદ હટી ગયો અને ભાલો ભીંતમાં જડાઈ ગયો. દાવિદ નાસી છૂટયો.


તેથી યોનાથાને દાવિદને બોલાવીને એ બધું જણાવ્યું. પછી તે તેને શાઉલ પાસે લઈ ગયો અને દાવિદ પહેલાંની જેમ રાજાની સેવામાં રહ્યો.


એક દિવસે પ્રભુ તરફથી દુષ્ટાત્માએ આવીને શાઉલનો કબજો લીધો. શાઉલ હાથમાં ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો અને દાવિદ વીણા વગાડતો હતો.


તેથી હે રાજા, મારા માલિક, તમારા સેવકનું સાંભળો. પ્રભુએ તમને મારી વિરુદ્ધ ઉશ્કેર્યા હોય તો પ્રભુને એકાદ અર્પણ ચઢાવીને તેમને પ્રસન્‍ન કરું. પણ જો તે માણસનું કામ હોય તો તેઓ પ્રભુથી શાપિત થાઓ. કારણ, તેમણે ‘જા, અન્ય દેવોની સેવા કર’ એવું કહીને આજે મને કાઢી મૂક્યો છે. જેથી પ્રભુના વતનમાં મારો કોઈ લાગભાગ રહે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan