Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 18:1 - પવિત્ર બાઇબલ C.L.

1 શાઉલ અને દાવિદની વાતચીત પૂરી થઈ, એ પછી શાઉલનો પુત્ર યોનાથાન દાવિદ સાથે એકદિલ થઈ ગયો અને તે દાવિદ પર પોતાની જાત જેટલો જ પ્રેમ કરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને શાઉલ સાથે તે વાત કરી રહ્યો, ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ કરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જયારે શાઉલ સાથે તેણે વાત પૂરી કરી ત્યાર પછી, યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, યોનાથાન પોતાના જીવના જેવો પ્રેમ તેના પર કરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દાઉદની અને શાઉલની વાતચીત પૂરી થઈ, શાઉલના પુત્ર યોનાથાન દાઉદનો મિત્ર બન્યો, અને તેને પોતાના પ્રાણની જેમ પ્રેમ કરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 18:1
17 Iomraidhean Croise  

એટલે, હું જો તમારા દાસ મારા પિતા પાસે જાઉં અને આ છોકરો અમારી સાથે ન હોય


ઓ યોનાથાન, મારા ભાઈ, તારે લીધે મને અત્યંત વેદના થાય છે. તું મને કેટલો પ્રિય હતો. મારા પ્રત્યેનો તારો પ્રેમ કેવો અદ્‍ભુત હતો; સ્ત્રીઓના પ્રેમ કરતાં પણ તે વિશેષ હતો.


દાવિદ તેમને મળવા આવ્યો અને તેમને કહ્યું, “તમે મને મિત્રભાવે સહાયને માટે આવ્યા હો તો હું તમારું સ્વાગત કરું છું. અમારી સાથે જોડાઈ જાઓ! પણ હું તમને કંઈ નુક્સાન કરું નહિ તો ય તમે મને દગાથી મારા શત્રુઓને સ્વાધીન કરો તો આપણા પૂર્વજોના ઈશ્વર એ ધ્યાનમાં લઈને તમને શિક્ષા કરો.”


હે પ્રભુ, તમે મને તમારા માર્ગ વિષે શીખવો; જેથી હું સાચે માર્ગે ચાલું. તમારા નામની ભક્તિ કરવા મારા દયને એકાગ્ર કરો.


ઘણા ખરા મિત્રોની મિત્રતા તૂટી જાય છે, પણ સાચો મિત્ર ભાઈ કરતાં વધુ નિકટનો સંબંધ જાળવે છે.


“જો તમારો સગો ભાઈ, તમારો પુત્ર કે તમારી પુત્રી, તમારી પ્રિય પત્ની કે તમારો દિલોજાન મિત્ર તમને ખાનગીમાં લલચાવે અને જે દેવદેવીઓને તમે જાણતા નથી કે તમારા પૂર્વજો પણ જાણતા નહોતા તેમને વિષે કહે કે, ‘ચાલો, આપણે એમની પૂજા કરીએ’;


એ માટે કે તમારાં સૌનાં હૃદય પ્રોત્સાહિત થાય અને તમે પ્રેમના બંધનમાં બંધાયેલા રહો અને પૂરી ખાતરીવાળી સમજની સમૃદ્ધિ સંપાદન કરો; જેથી ઈશ્વરનું રહસ્ય જે ખ્રિસ્ત છે તેમને તમે જાણી શકો.


આમ ગિબ્યા પર હુમલો કરવા માટે ઇઝરાયલના સર્વ માણસો એકચિત્તે સંગઠિત થયા.”


પણ લોકોએ શાઉલને કહ્યું, “શું ઇઝરાયલને આવો મહાન વિજય પમાડનાર યોનાથાનને આજે મારી નાખવામાં આવશે? ના, ના, અમે જીવતા પ્રભુના સોગંદ ખાઈએ છીએ કે તેના માથાનો એક વાળ પણ વાંકો થશે નહિ. તેનું આજનું કાર્ય ઈશ્વરની સહાયથી જ થયું છે.” એમ લોકોએ યોનાથાનને મરતો બચાવ્યો.


યોનાથાને દાવિદ સાથે કરાર કર્યો, કારણ, તે દાવિદ પર પોતાના પ્રાણ સમાન પ્રેમ રાખતો હતો.


શાઉલે તેના પુત્ર યોનાથાન અને તેના સર્વ અધિકારીઓને દાવિદને મારી નાખવાના પોતાના ઇરાદાની વાત કરી. પણ યોનાથાન દાવિદને ઘણો ચાહતો હતો.


અને તેથી તેણે તેને કહ્યું, “મારા પિતાજી તને મારી નાખવાની તક શોધી રહ્યા છે. આવતી કાલે સવારે સાવધાન રહેજે; ગુપ્ત જગ્યાએ જઈને સંતાઈ જજે.


યોનાથાને દાવિદ પરના પ્રેમને લીધે ફરી એકવાર દાવિદ સાથેનો કરાર તાજો કર્યો. કારણ, યોનાથાન દાવિદ પર પોતાની જાત જેટલો જ પ્રેમ કરતો હતો.


મારા પર આટલી કૃપા કર અને તેં પ્રભુની સમક્ષ મારી સાથે કરેલો કરાર તું પાળ. પણ જો હું દોષિત હોઉં તો તું પોતે જ મને મારી નાખ. એ કામ તારા પિતાને શા માટે કરવા દે છે?”


તમે એને લીધે મારી વિરુદ્ધ કાવતરું રચો છો? દાવિદ સાથે મારા પોતાના પુત્રે સમજૂતી કરી છે એ વાત તમારામાંથી કોઈએ મને કરી નહિ. કોઈ મારી ચિંતા કરતું નથી અથવા મારા માણસોમાંનો એક, એટલે દાવિદ હાલ મને મારી નાખવાની તક શોધી રહ્યો છે અને મારા પુત્રે તેને ઉત્તેજન આપ્યું છે એવું કોઈ મને કહેતું નથી!”


પછી તેમણે એકબીજાની સાથે પ્રભુની સમક્ષ કરાર કર્યો. દાવિદ હોરેશમાં રહ્યો અને યોનાથાન ઘેર ગયો.


Lean sinn:

Sanasan


Sanasan