8 તેણે ઊભા રહીને ઇઝરાયલનાં સૈન્યને હાંક મારી, ને તેમને કહ્યું, “તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છે? શું હું પલિસ્તી નથી, ને તમે શાઉલના નોકર નથી? તમે તમારામાંથી એક જણને ચૂંટી કાઢો, ને તે મારી સામે ઊતરી આવે.
8 તેણે ઊભા રહિને ઇઝરાયલના સૈન્યોને હાંક મારી, “શા માટે તમે યુદ્ધનો વ્યૂહ રચવાને બહાર આવ્યા છો? શું હું પલિસ્તી નથી અને તમે શાઉલના ચાકરો નથી? તમે પોતાને સારુ એક માણસ પસંદ કરો અને તે મારી સામે ઊતરી આવે.
8 તેણે ઊભા રહીને ઇસ્રાએલનાં સૈન્યને હાંક માંરી, “તમે ત્યાં યુદ્ધ માંટે વ્યુહબદ્ધ કેમ થયા છો? હું પલિસ્તી છું અને તમે બધાં શાઉલના ગુલામો છો. માંરી સાથે લડવા તમે તમાંરો એક માંણસ પસંદ કરો.
ઉરિયાએ જવાબ આપ્યો, “કરારપેટી તેમ જ ઇઝરાયલ અને યહૂદિયાના માણસો રણક્ષેત્ર પર તંબૂઓમાં રહે છે. મારા સેનાપતિ યોઆબ અને તેમના લશ્કરી અમલદારો ખુલ્લા મેદાનમાં છાવણી નાખી રહે છે, તો પછી હું ઘેર જઈને કેવી રીતે ખાઉંપીઉં અને મારી પત્ની સાથે સૂઈ જાઉં? તમારા અને તમારા જીવના સમ ખાઈને કહું છું કે હું એવું કદી નહિ કરું.”
યોઆબે કહ્યું, “અત્યારે ઇઝરાયલીઓની જેટલી સંખ્યા છે તે કરતાં પ્રભુ તેમને સોગણા વધારો! હે રાજા, મારા માલિક, એ સૌ તમારી જ પ્રજા છે. આપ આવું કરીને સમગ્ર ઇઝરાયલીઓ પર દોષ લાવવા માગો છો?”
પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?”