Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:53 - પવિત્ર બાઇબલ C.L.

53 પલિસ્તીઓનો પીછો મૂકીને ઇઝરાયલીઓ પાછા ફર્યા અને તેમની છાવણીમાં લૂંટ ચલાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 અને ઇઝરાયલી લોકો પલિસ્તીઓની પાછળ લાગવાથી પાછા ફર્યા, ને તેઓએ તેમની છાવણી લૂટી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 ઇઝરાયલના લોકોએ પલિસ્તીઓની પાછળ પડવાનું પડતું મૂકીને તેઓની છાવણી લૂંટી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

53 ઇસ્રાએલીઓએ પલિસ્તીઓનો પીછો કરીને પાછા ફરતા તેમની છાવણી લૂંટી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:53
7 Iomraidhean Croise  

ઇઝરાયલીઓએ પીછેહઠ કરી. પણ તે પોતાની હરોળ પર મક્કમ રહ્યો અને તેનો હાથ તલવાર છોડી ન શકે એટલો અક્કડ થઈ ગયો ત્યાં સુધી પલિસ્તીઓ સાથે લડીને તેમનો સંહાર કર્યો. પ્રભુએ તે દિવસે મહાન વિજય હાંસલ કર્યો. લડાઈ પૂરી થયા પછી ઇઝરાયલીઓ પાછા ફર્યા અને તેમણે તો માત્ર મૃતદેહો પરથી શસ્ત્રસરંજામ લૂંટવાનું જ કામ કર્યું.


તો પણ તમારો ભક્ષ કરનારા પોતે જ ભક્ષ થઈ પડશે, અને તમારા બધા શત્રુઓ દેશનિકાલ પામશે. તમારા પર જુલમ કરનારા જુલમનો ભોગ બનશે, અને તમને લૂંટી લેનારા લૂંટાઈ જશે.


આપત્તિ પર આપત્તિ આવી પડે છે. આખો દેશ તારાજ થઈ ગયો છે. મારા લોકના તંબુઓ એકાએક પાડી નંખાયા છે; તેમના પડદા એકપળમાં ફાડી નંખાયા છે.


ઇઝરાયલ અને યહૂદિયાના માણસો તેમની પાછળ પોકાર કરતા કરતા દોડયા અને છેક ગાથ અને એક્રોનના દરવાજાઓ સુધી તેમનો પીછો કર્યો. છેક ગાથ અને એક્રોન સુધી શઆરીમના માર્ગ પર પલિસ્તીઓ ઘવાઈને પડયા.


દાવિદ ગોલ્યાથનું માથું યરુશાલેમ લઈ ગયો. પણ ગોલ્યાથનાં હથિયારો પોતાના તંબૂમાં રાખ્યાં.


ગોલ્યાથને મારી નાખવામાં તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો, અને પ્રભુએ ઇઝરાયલને માટે મહાન વિજય હાંસલ કર્યો હતો. એ જોઈને તમે ખુશ પણ થયા હતા. તો પછી દાવિદનું વિના કારણ ખૂન કરીને તમે નિર્દોષ માણસનું લોહી વહેવડાવાનો અપરાધ શા માટે કરો છો?”


Lean sinn:

Sanasan


Sanasan