૧ શમુએલ 17:52 - પવિત્ર બાઇબલ C.L.52 ઇઝરાયલ અને યહૂદિયાના માણસો તેમની પાછળ પોકાર કરતા કરતા દોડયા અને છેક ગાથ અને એક્રોનના દરવાજાઓ સુધી તેમનો પીછો કર્યો. છેક ગાથ અને એક્રોન સુધી શઆરીમના માર્ગ પર પલિસ્તીઓ ઘવાઈને પડયા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 અને ઇઝરાયલના તથા યહૂદિયાના માણસો ઊઠીને હોકારો કરીને ગાથ સુધી તથા એક્રોનની ભાગળો સુધી પલિસ્તીઓની પાછળ પડ્યા. અને શારાઈમના માર્ગમાં ગાથ તથા એક્રોન સુધી પલિસ્તીઓના માણસો ઘાયલ થઈને પડ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 પછી ઇઝરાયલના તથા યહૂદિયાના માણસો ઊઠીને હોકારો કરીને એક્રોનના દરવાજા સુધી અને ખીણ સુધી પલિસ્તીઓની પાછળ પડ્યા. અને શારાઈમના માર્ગ ઉપર ગાથ તથા એક્રોન સુધી પલિસ્તીઓના માણસો ઘાયલ થઈને પડયા. Faic an caibideilપવિત્ર બાઈબલ52 ઇસ્રાએલ અને યહૂદાના લોકો રણગર્જના કરી આગળ ધસી આવ્યા અને ગાથ સુધી તથા એક્રોનની ભાગોળો સુધી પલિસ્તીઓની પાછળ પડયા. શાઅરાઈમથી માંડીને છેક ગાથ અને એક્રોન સુધીનો આખો રસ્તો ઘવાયેલા પલિસ્તીઓથી છવાઈ ગયો. Faic an caibideil |