Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:49 - પવિત્ર બાઇબલ C.L.

49 દાવિદે પોતાની ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર બહાર કાઢયો અને ગોફણ વીંઝીને તે ગોલ્યાથને માર્યો. એ પથ્થર તેના કપાળમાં વાગ્યો અને તેની ખોપરી તોડી નાખી અને ગોલ્યાથ જમીન પર ઊંધો પડી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 દાઉદે પોતાનો એક પથ્થર કાઢ્યો. ને ગોફળમાં વીંઝીને તે પલિસ્તીને કપાળમાં માર્યો. અને તે પથ્થર તેના કપાળમાં પેસી ગયો, એટલે તે ઊંધે મોઢે જમીન પર પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 દાઉદે પોતાનો હાથ થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર લીધો, તેને ગોફણ દ્વારા વીંઝીને તે પલિસ્તીના કપાળમાં માર્યો. પથ્થર પલિસ્તીના કપાળમાં પેસી ગયો અને તે જમીન પર ઊંધા મોઢે પડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

49 દાઉદે ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર કાઢયો અને તે ગોફણમાં મૂકીને પલિસ્તીના કપાળમાં માંર્યો. પથરો તેના કપાળમાં જોરથી વાગ્યો અને તે ઊંધે માંથે ભોંય પર પટકાઈ પડયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:49
6 Iomraidhean Croise  

પણ એક અરામી સૈનિકે અનાયાસે એક બાણ છોડ્યું જે આહાબ રાજાને તેના બખ્તરના સાંધામાં થઈને વાગ્યું. તેણે સારથિને હાંક મારી, “હું ઘવાયો છું! રથ પાછો ફેરવીને લડાઈ બહાર નીકળી જા!”


યેહૂએ પોતાનું ધનુષ્ય ઉપાડયું અને પોતાના પૂરા બળથી એક બાણ માર્યું, જે યોરામની પીઠમાં વાગી તેના દયને વીંધી નાખ્યું. યોરામ રથમાં જ ઢળી પડી મરણ પામ્યો.


ગોલ્યાથ ફરીથી દાવિદની નજીક આવવા લાગ્યો અને દાવિદ તરત જ પેલા પલિસ્તી સાથે લડવાને તેની તરફ દોડયો.


આમ દાવિદ તલવાર વિના ગોફણ અને પથ્થરથી પરપ્રજાના પલિસ્તી ગોલ્યાથ પર વિજયી થયો અને તેનો સંહાર કર્યો.


ગોલ્યાથને મારી નાખવામાં તેણે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો, અને પ્રભુએ ઇઝરાયલને માટે મહાન વિજય હાંસલ કર્યો હતો. એ જોઈને તમે ખુશ પણ થયા હતા. તો પછી દાવિદનું વિના કારણ ખૂન કરીને તમે નિર્દોષ માણસનું લોહી વહેવડાવાનો અપરાધ શા માટે કરો છો?”


Lean sinn:

Sanasan


Sanasan