Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:45 - પવિત્ર બાઇબલ C.L.

45 દાવિદે ઉત્તર આપ્યો, “તું મારી સામે તલવાર, ભાલો અને કટાર લઈને આવે છે, પણ હું તો તેં જેમની નિંદા કરી છે તે ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ યાહવેને નામે તારી સામે આવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 ત્યારે દાઉદે તે પલિસ્તીને કહ્યું, “તું તરવાર, ભાલો ને બચ્છી લ ઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યોના યહોવા, ઇઝરાયલનાં સૈન્યોના ઈશ્વર, જેમનો તેં તિરસ્કાર કર્યો છે, તેમને નામે તારી સામે આવું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 દાઉદે પલિસ્તીને જવાબ આપ્યો, “તું મારી પાસે તલવાર, ભાલો અને બરછી લઈને આવે છે. પણ હું પ્રભુ સર્વશક્તિમાન ઈશ્વર, ઇઝરાયલના સૈન્યોના ઈશ્વર જેમનો તુચ્છકાર તેં કર્યો છે તેમના નામે તારી પાસે આવું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 દાઉદે જવાબ આપ્યોં, “તું માંરી સામે તરવાર, ભાલો ને કટારી લઈને આવ્યો છે, પરંતુ હું તારી સામે જે ઇસ્રાએલી સૈન્યનું તેઁ અપમાંન કર્યુ છે; તેના જીવતા દેવ સર્વસમર્થ યહોવાના નામે આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:45
21 Iomraidhean Croise  

આસા તેની સામે લડવા ગયો અને મારેશા નજીક સાફથાના ખીણપ્રદેશમાં બન્‍ને તરફનાં સૈન્ય ગોઠવાયાં.


તેની પાસે માનવી શક્તિ છે, પણ આપણે પક્ષે તો આપણને સહાય કરવા અને આપણી લડાઈઓ લડવા આપણા ઈશ્વર પ્રભુ છે.” રાજાના આવા શબ્દોથી લોકોને પ્રોત્સાહન મળ્યું.


અમારી સહાય કરનારનું નામ યાહવે છે; તે આકાશ તથા પૃથ્વીના સર્જનહાર છે.


હે પ્રભુ, તમે મારા ખડક, મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છો; મારા ઈશ્વર, મારા ગઢ, હું તમારે શરણે આવ્યો છું. તમે મારી સંરક્ષક ઢાલ, મારા સમર્થ ઉદ્ધારક અને ઊંચા બુરજ છો.


તેઓ તો ઠોકર ખાઈને પતન પામશે, પરંતુ આપણે તો ઊઠીને ઊભા થઈશું.


ઉદ્ધાર તો પ્રભુ થકી જ મળે છે! પ્રભુ તમારી આશિષ તમારા લોક પર હો! (સેલાહ)


મને મારા ધનુષ્ય પર વિશ્વાસ નથી, અને મારી તલવાર મને બચાવવાને સમર્થ નથી.


યાહવેનું નામ મજબૂત કિલ્લો છે; નેકજન તેમાં શરણું લઈ સલામત રહે છે.


તેં કોની નિંદા કરી છે અને કોનું અપમાન કર્યું છે? તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે? કોની સામે તેં મગરૂરીથી જોયું છે? અલબત્ત, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર વિરુદ્ધ જ!


પણ હું તારી સઘળી ઊઠબેસ અને અવરજવર જાણું છું. મારા પરના તારા રોષની મને ખબર છે.


જે શસ્ત્રો અમે વાપરીએ છીએ તે દુન્યવી નથી, પણ ઈશ્વરનાં શક્તિશાળી શસ્ત્રો છે. તેનાથી અમે કિલ્લાઓને પણ તોડી પાડીએ છીએ. અમે જૂઠી દલીલોને તોડી પાડીએ છીએ.


આ કાર્ય કરવા અમે શક્તિમાન છીએ એવો દાવો કરવા જેવું અમારામાં કંઈ જ નથી. આ કાર્યશક્તિ અમને ઈશ્વર તરફથી મળે છે.


ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે અને તેથી હું સઘળું કરી શકું છું.


હું અત્યારે જ ઇઝરાયલી સૈન્યને પડકાર ફેંકું છું. દ્વંદ્વયુદ્ધ માટે મને એક માણસ પૂરો પાડો.”


પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?”


મેં સિંહ અને રીંછ માર્યા છે અને જીવંત ઈશ્વરના સૈન્યને પડકારનાર એ પરપ્રજાના પલિસ્તીના હું એમના જેવા જ હાલ કરીશ.


તેના પગે પણ તેણે રક્ષણને માટે તાંબાનું બખ્તર પહેર્યું હતું અને તેના ખભા પર તાંબાની કટાર લટક્તી હતી.


Lean sinn:

Sanasan


Sanasan