Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:44 - પવિત્ર બાઇબલ C.L.

44 તેણે દાવિદને પડકાર ફેંકયો, “ચાલ, આવી જા, હું તારું શરીર માંસાહારી પશુઓને અને પક્ષીઓને ખાવા માટે આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “તું મારી પાસે આવ, એટલે હું તારું માંસ વાયુચર પક્ષીઓને તથા વનચર પશુઓને આપું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “મારી પાસે આવ અને હું તારું માંસ આકાશના પક્ષીઓને તથા વનચર પશુઓને આપું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 તેણે દાઉદને કહ્યું, “માંરી નજીક આવ, હું તારું માંસ આકાશનાં પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:44
12 Iomraidhean Croise  

પછી આયાની પુત્રી એટલે શાઉલની ઉપપત્ની રિસ્પાએ જ્યાં શબ પડયાં હતાં ત્યાં ખડક પર પોતાના આચ્છાદાન માટે તાટનો ઉપયોગ કર્યો અને કાપણીના આરંભથી વરસાદ આવ્યો ત્યાં સુધી ત્યાં જ રહી. દિવસે તે શબ પાસે પક્ષીઓને આવવા દેતી નહિ અને રાત્રે જંગલી પ્રાણીઓથી શબનું રક્ષણ કરતી.


મનમાં ઘમંડ આવે એટલે માણસનું પતન થાય છે, અને સન્માન પામતાં પહેલાં નમ્ર થવું આવશ્યક છે.


હું તેમને તેમનો સંહાર કરવા માગતા તેમના શત્રુઓના હાથમાં સોંપી દઈશ. તેમનાં શબ ગીધડાં અને વનનાં હિંસક પશુઓનો આહાર થશે.


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ.


“હે મનુષ્યપુત્ર, તૂરના શાસકને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તું તારા મનના અભિમાનમાં ‘દેવ’ હોવાનો દાવો કરે છે. તું કહે છે કે કે ‘હું મધદરિયે ઈશ્વરની જેમ સિંહાસન પર બેઠો છું.’ તું પોતાને ઈશ્વર જેવો જ્ઞાની માની બેઠો છે. છતાં તું મનુષ્ય જ છે, દેવ નથી.


પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભેલો જોયો. તેણે આકાશમાં ઊડતાં બધાં પક્ષીઓને બૂમ પાડી, “આવો, ઈશ્વરના મહાન સમારંભમાં ભાગ લેવા એકત્ર થાઓ!


પલિસ્તી સૈનિકોએ યોનાથાન અને યુવાનને બોલાવ્યા, “અહીં ઉપર આવો, અમે તમને કંઈક જણાવવા માગીએ છીએ.” યોનાથાને યુવાનને કહ્યું, “મારી પાછળ ઉપર આવ. કારણ, પ્રભુએ ઇઝરાયલને તેમની પર વિજય પમાડયો છે.”


આજે જ પ્રભુ તને મારા હાથમાં સોંપી દેશે. હું તને હરાવીશ. તારું માથું કાપી નાખીશ અને પલિસ્તી સૈનિકોનું માંસ હિંસક પક્ષીઓ અને પશુઓને ખાવા માટે આપીશ. ત્યારે આખી દુનિયા જાણશે કે ઇઝરાયલના પ્રભુ જ ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan