Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:36 - પવિત્ર બાઇબલ C.L.

36 મેં સિંહ અને રીંછ માર્યા છે અને જીવંત ઈશ્વરના સૈન્યને પડકારનાર એ પરપ્રજાના પલિસ્તીના હું એમના જેવા જ હાલ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 તારા સેવકે સિંહ તથા રીંછ એ બન્‍નેને મારી નાખ્યા; અને આ બેસુન્‍નત પલિસ્તીના હાલ પણ એ બેમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરનાં સૈન્યનો તિરસ્કાર કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 તારા સેવકે સિંહ તથા રીંછ બન્નેને મારી નાખ્યા છે. આ બેસુન્નત પલિસ્તીના હાલ પણ એમાંના એકના જેવા થશે, કેમ કે તેણે જીવતા ઈશ્વરના સૈન્યનો ધિક્કાર કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 આ રીતે મેં સિંહને અને રીંછને માંર્યા છે. આ વિદેશી પલિસ્તીના પણ હું એવા જ હાલ કરીશ. કારણ કે તેણે જીવતા જાગતા દેવની સેનાનો તિરસ્કાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:36
25 Iomraidhean Croise  

સમ્રાટે લખેલો પત્ર ઇઝરાયલના ઈશ્વર પ્રભુનો તિરસ્કાર કરનાર હતો. એમાં લખ્યું હતું, “બીજા દેશોના દેવોએ તેમના લોકોને મારા હાથમાંથી બચાવ્યા નથી, અને હિઝકિયાનો ઈશ્વર પણ તેના લોકોને મારાથી બચાવી શકશે નહિ.”


પ્રભુ કહે છે, “શું કુહાડી તેના વાપરનારની સામે બડાઈ મારે? એ તો લાઠી માણસને ઊંચક્તી નથી, પણ માણસ લાઠીને ઉઠાવે છે એના જેવું છે.”


પ્રભુ જરૂર આપણો બચાવ કરશે અને આ શહેરને આશ્શૂરના રાજાના હાથમાં સોંપી દેશે નહિ એમ કહીને તે તમને પ્રભુ પર ભરોસો રાખવાનું સમજાવે નહિ.’


‘પ્રભુ આપણને છોડાવશે એમ કહીને હિઝકિયા તમને ગેરમાર્ગે ન દોરે તે જોજો. શું મારા હાથમાંથી કોઈપણ પ્રજાના દેવોએ પોતાના લોકને બચાવ્યા છે?


તું પરપ્રજાને હાથે માર્યો જઈશ અને અધર્મી તને કમોતે મારશે. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”


તેમને કહે: શું તમે પોતાને સૌંદર્યમાં સર્વશ્રેષ્ઠ માનો છો? તમે પણ અધોલોકમાં ઊતરી જશો અને પરપ્રજાના લોક સાથે પડી રહેશો.


તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.


પણ એ સમય આવે ત્યારે, હું યરુશાલેમને ભારે પથ્થર જેવું બનાવી દઈશ. એને ઉપાડવા જનાર કોઈ પણ પ્રજા નુક્સાન પામશે. દુનિયાની સઘળી પ્રજાઓ તેના પર આક્રમણ કરવા પોતાનાં સૈન્યો એકઠાં કરશે.


કારણ, જે તમારા પર પ્રહાર કરે છે તે જાણે મારી આંખની કીકી પર પ્રહાર કરે છે.” તેથી સર્વસમર્થ પ્રભુએ તેમના લોકોને કચડી નાખનાર પ્રજાઓ પાસે મને આ સંદેશો લઈને મોકલ્યો;


યોનાથાને પેલા યુવાનને કહ્યું, “ચાલ, આપણે એ પરપ્રજાના પલિસ્તીઓની છાવણીમાં જઈ પહોંચીએ. પ્રભુ આપણી મદદ કરશે. જો પ્રભુ ઇચ્છે તો આપણે થોડા કે વધારે હોઈએ તો પણ આપણને વિજય મેળવવામાં કંઈ અવરોધ નડશે નહિ.”


હું અત્યારે જ ઇઝરાયલી સૈન્યને પડકાર ફેંકું છું. દ્વંદ્વયુદ્ધ માટે મને એક માણસ પૂરો પાડો.”


પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?”


ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને ઘેટાંને બચાવી લેતો. જો સિંહ કે રીંછ મારા પર ત્રાટકે તો હું તેને ગળામાંથી પકડીને મારી નાખતો.


પ્રભુએ મને સિંહ અને રીંછથી બચાવ્યો છે, તે મને આ પલિસ્તીથી પણ બચાવશે.” શાઉલે કહ્યું, “ભલે જા. પ્રભુ તારી સાથે હો.”


પછી શાઉલે દાવિદને કહ્યું, “મારી મોટી પુત્રી મેરાબ છે. તું શૂરવીર અને વફાદાર સૈનિક તરીકે મારી સેવા કરીશ અને પ્રભુની લડાઈઓ લડીશ એ શરતે હું તેનું તારી સાથે લગ્ન કરાવીશ.” શાઉલના મનમાં એમ હતું કે એ રીતે પલિસ્તીઓ દાવિદને મારી નાખશે અને તેણે પોતે દાવિદને મારી નાખવો પડશે નહિ.


તેથી તેણે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર ખેંચીને મને મારી નાખ. જેથી આ વિધર્મી પલિસ્તીઓ મારું અપમાન ન કરે અને મને મારી નાખે નહિ.” પણ શસ્ત્રવાહક એમ કરતા ઘણો ગભરાયો. તેથી શાઉલ પોતાની તલવાર લઈને તેની પર પડયો.


Lean sinn:

Sanasan


Sanasan