Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 16:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તેના એક જુવાન નોકરે કહ્યું, “બેથલેહેમ નગરના યિશાઈનો એક પુત્ર નિપુણ વીણાવાદક છે. તે બહાદુર માણસ, સારો સૈનિક, સારો વક્તા ને સુંદર પણ છે. પ્રભુ તેની સાથે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો, “જુઓ, યિશાઈ બેથલેહેમીનો એક દીકરો છે, તેને મેં જોયો છે, તે વગાડવામાં કુશળ છે, ને પરાક્રમી યોદ્ધો તથા લડવૈયો છે, તેમ જ બોલવેચાલવે શાણો તથા સુંદર છે, ને યહોવા તેની સાથે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી જુવાન માણસોમાંથી એક જણે જવાબ આપ્યો અને કહ્યું, “મેં યિશાઈ બેથલેહેમીના દીકરાને જોયો છે, તે વગાડવામાં કુશળ, બળવાન, હિંમતવાન છે. વળી તે લડવૈયો, બોલવામાં સમજદાર તથા રૂપાળો માણસ છે; અને ઈશ્વર તેની સાથે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તેમાંના એક સેવકે કહ્યું, “મેં બેથલેહેમના યશાઇના એક પુત્રને જોયો છે. તે વગાડવામાં કુશળ છે, ને બહાદુર અને બહુ કુશળ છે, તે દેખાવડો પણ છે અને યહોવા દેવ તેની સાથે છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 16:18
16 Iomraidhean Croise  

પ્રભુ યોસેફની સાથે હતા અને જે કંઈ કામ તે કરતો તેમાં તે સફળ થતો. તે તેના ઇજિપ્તી માલિકના ઘરમાં રહેતો હતો.


જેલનો અધિકારી તેને સોંપેલા કોઈ પણ કાર્ય પર દેખરેખ રાખતો નહિ; કારણ, પ્રભુ યોસેફની સાથે હતા અને તે જે કંઈ કાર્ય કરતો તેમાં પ્રભુ તેને સફળતા આપતા.


આ બનાવને એક નવો વળાંક આપવા માટે જ આપના સેવક યોઆબે આ કાર્ય કર્યું છે. હે રાજા, મારા માલિક, આપ તો ઈશ્વરના દૂત જેવા જ્ઞાની છો અને દેશમાં બનતું બધું જાણો છો.”


ત્યારે સિંહના જેવા નિર્ભય અને શૂરવીર માણસો પણ ભયથી થથરી જશે. કારણ, ઇઝરાયલમાં સૌ કોઈ જાણે છે કે તમારા પિતા શૂરવીર સૈનિક છે.


તું જાણે છે કે તારા પિતા દાવિદ અને તેના માણસો શૂરવીર લડવૈયા છે અને જેનાં બચ્ચાં છીનવી લેવાયાં હોય એવી રીંછણ જેવા ઝનૂની છે. તારા પિતા યુદ્ધમાં નિપુણ છે અને રાત્રે પોતાના માણસો સાથે રહેતા નહિ હોય.


માણસ પોતાની જ્ઞાનયુક્ત વાણીથી પ્રશંસા પામે છે, પણ ગૂંચવાડો પેદા કરનાર તિરસ્કાર પામે છે.


કુંવારીને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ [જેનો અર્થ ઈશ્વર આપણી સાથે છે તેવો થાય છે] પાડવામાં આવશે.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


આ ચિહ્નો પ્રમાણે બધું બને ત્યારે તને સૂઝે એ રીતે વર્તન કરજે, કારણ, ઈશ્વર તારી સાથે છે.


તેથી યિશાઈએ સંદેશક મોકલીને તેને બોલાવડાવ્યો. તે સુંદર અને તંદુરસ્ત જુવાન હતો અને તેની આંખો ચમક્તી હતી. પ્રભુએ શમુએલને કહ્યું, “આ જ તે છે. તેનો અભિષેક કર.”


શાઉલે તેમને હુકમ કર્યો, “મારી પાસે એક સારો વીણાવાદક શોધી લાવો.”


તેથી શાઉલે યિશાઈ પાસે સંદેશકો મોકલીને કહેવડાવ્યું કે, “ઘેટાંની સંભાળ લેનાર તારા દીકરા દાવિદને મારી પાસે મોકલ.”


દાવિદ યહૂદિયાના બેથલેહેમના એફ્રાથી કુળના યિશાઈનો પુત્ર હતો. યિશાઈને આઠ પુત્રો હતા અને શાઉલના અમલ દરમ્યાન તે વયોવૃધ થઈ ચૂકયો હતો.


શમુએલ મોટો થયો. પ્રભુ તેની સાથે હતા અને તેમણે શમુએલને કહેલું બધું સાચું ઠેરવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan