Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેણે અમાલેકના રાજા અગાગને જીવતો પકડયો. પણ સર્વ લોકની ક્તલ કરી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો, ને સર્વ લોકોનો તેણે તરવારની ધારથી પૂરો નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો; તેણે બધા જ લોકોનો તલવારની ધારથી સંપૂર્ણ નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેણે અમાંલેકીઓના રાજા અગાગને જીવતો પકડયો પરંતુ બાકીના બધા લોકોની હત્યા કરીને સર્વનાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:8
15 Iomraidhean Croise  

જેઓ બચી ગયા તેઓ એફેક નગરમાં નાસી ગયા તો ત્યાં તેમના સત્તાવીશ હજાર માણસો પર નગરનો કોટ તૂટી પડયો. બેનહદાદ પણ નગરમાં નાસી છૂટયો અને તેણે એક ઘરની પાછલી ઓરડીમાં આશ્રય લીધો.


તેમણે ત્યાં બાકી રહી ગયેલા અમાલેકીઓનો સંહાર કર્યો અને ત્યારથી ત્યાં વસેલા છે.


ત્યારબાદ અહાશ્વેરોશ રાજાએ હામાનને બઢતી આપીને રાજ્યના અન્ય બધા અધિકારીઓમાં મુખ્ય સ્થાન આપ્યું. હામાન તો અગાગના વંશજ હામ્મદાથાનો પુત્ર હતો.


અરે, બિનશરતી રીતે સમર્પિત થયેલ માણસને પણ પાછો ખરીદી શકાય નહિ. તેને તો મારી જ નાખવો.


તેમનાં સિંચાઈનાં પાત્રોમાંથી પાણી છલકાઈને વહેશે અને તેમનાં બીજ સારી રીતે સિંચાયેલાં ખેતરોમાં વવાશે. તેમનો રાજા અગાગના કરતાંયે મહાન થશે અને તેનું રાજ ચારે બાજુ પ્રસરેલું હશે.


તેણે તેને તેના રાજા તથા આસપાસનાં ગામો સહિત જીતી લીધું. તેમણે ત્યાં બધાંને મારી નાખ્યાં. યહોશુઆએ હેબ્રોન તથા લિબ્ના તથા તેમના રાજાઓના જેવા હાલહવાલ કર્યા હતા તેવા દબીર અને તેના રાજાના પણ કર્યા.


યહોશુઆએ પ્રભુના સેવક મોશેએ આપેલી આજ્ઞા પ્રમાણે આ બધાં રાજવી નગરો અને તેમનાં ગામ કબજે કર્યાં અને ત્યાંના સૌ કોઈને તલવાર ચલાવી મારી નાખ્યાં.


માત્ર તેઓ આયના રાજાને જીવતો પકડીને યહોશુઆ પાસે લાવ્યા.


શાઉલે જવાબ આપ્યો, “હું પ્રભુને આધીન થયો છું. તેમના કહ્યા પ્રમાણે હું ગયો અને અગાગ રાજાને પકડી લાવ્યો અને બધા અમાલેકીઓને મારી નાખ્યા.


તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”


શાઉલે યજ્ઞકારોના નગર નોબના બીજા સર્વ રહેવાસીઓને મારી નાખ્યા. પુરુષો અને સ્ત્રીઓ, કિશોર વયનાં અને નાનાં બાળકો, બળદો, ગધેડાં અને ઘેટાં બધાંનો સંહાર કર્યો.


બે દિવસ પછી દાવિદ અને તેના માણસો સિકલાગમાં પાછા આવ્યા. દરમ્યાનમાં અમાલેકીઓએ દક્ષિણ યહૂદિયા અને સિકલાગ પર હુમલો કર્યો હતો. તેમણે સિકલાગને સર કરીને તેને બાળી નાખ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan