Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:33 - પવિત્ર બાઇબલ C.L.

33 શમુએલે કહ્યું, “તારી તલવારે ઘણી માતાઓને પુત્રહીન કરી છે. તેમ હવે તારી માતા પણ પુત્રહીન બનશે.” એમ તેણે ગિલ્ગાલમાં પ્રભુની વેદીની આગળ અગાગના કાપીને ટુકડા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 શમુએલે કહ્યું, “જેમ તારી તરવારે સ્‍ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી મા પણ સ્‍ત્રીઓમાં પુત્રહીન થશે.” પછી શમુએલે ગિલ્ગાલમાં યહોવાની આગળ અગાગને કાપીને ટુકડા કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 શમુએલે કહ્યું, “જેમ તારી તલવારે સ્ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી માતા સ્ત્રીઓ મધ્યે પુત્રહીન થશે.” ત્યારે શમુએલે ગિલ્ગાલમાં ઈશ્વરની આગળ અગાગને કાપીને ટુકડે ટુકડાં કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 શમુએલે કહ્યું, “તારી તરવારે ઘણી માંતાઓને પુત્રહીન બનાવી છે, એટલે હવે તારી માંતા પુત્રહીન બનશે.” અને તેણે ગિલ્ગાલની વેદી સામે અગાગને કાપી નાખ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:33
17 Iomraidhean Croise  

મેં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતને સર્જી હોઈ જો કોઈ અન્ય માણસનો જીવ લે તો તેનો જીવ પણ લેવાશે. હું પ્રત્યેક માણસ પાસેથી તેના સાથીમાનવના જીવનો બદલો માગીશ.


એલિયાએ હુકમ કર્યો, “બઆલના સંદેશવાહકોને પકડો; તેમને છટકી જવા દેશો નહિ.” લોકોએ એ સૌને પકડયા. એલિયાએ તેમને કિશોન ઝરણાએ લઈ જઇને મારી નાખ્યા.


જ્યાં સુધી મોશે પોતાના હાથ ઊંચા રાખતો ત્યાં સુધી ઇઝરાયલીઓ વિજય પામતા, પરંતુ જ્યારે તે પોતાના હાથ નીચા કરતો ત્યારે અમાલેકીઓ જીતવા લાગતા.


આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ,


પ્રભુની તલવાર જાણે કે હલવાન અને બકરાના લોહીમાં તરબોળ થઈ છે અને તેના પર જાણે કે મૂત્રપિંડની ચરબી જામી છે. કારણ, પ્રભુએ બોસ્રાહમાં મોટો યજ્ઞ કર્યો છે અને અદોમમાં તેમણે લોકની ભારે ક્તલ ચલાવી છે.


તેથી હવે તેમના પુત્રોને ભૂખમરાથી મરવા દો, તેમને તલવારથી ક્તલ થવા ફંગોળી દો, તેમની પત્ની સંતાનહીન અને વિધવા બનવા દો, તેમના પુરુષોને રોગચાળાનો ભોગ થવા દો, અને તેમના યુવાનોને યુદ્ધમાં તલવારથી માર્યા જવા દો.


જે કોઈ પ્રભુનું કાર્ય કરવામાં બેદરકારી રાખે તે શાપિત હો! જે કોઈ પોતાની તલવાર કાઢીને ક્તલ ન ચલાવે તે શાપિત હો!


એટલે જ મેં મારા સંદેશવાહકોને મારો સજા અને વિનાશનો સંદેશો તમને જણાવવા મોકલ્યા છે. તમારી પાસેની મારી ન્યાયી માગણી અજવાળા જેવી સ્પષ્ટ છે.


ત્યારે પહાડીપ્રદેશમાં વસતા અમાલેકીઓ અને કનાનીઓએ તેમનો સામનો કરીને તેમને હરાવ્યા અને હોર્મા સુધી તેમની પાછળ પડયા.


જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે.


કારણ, દયાહીન માણસનો ન્યાય કરતી વખતે ઈશ્વર દયા દાખવશે નહિ, પણ ન્યાય પર દયાનો વિજય થશે.


માણસોએ તમારા લોકોનું અને તેમના સંદેશવાહકોનું રક્ત રેડયું છે, અને એટલે જ તમે તેમને પીવા માટે રક્ત આપ્યું છે. તેઓ તેને માટે જ લાયક છે!”


જે રીતે તે વર્તી છે તે રીતે તમે પણ તેની સાથે વર્તો, તેનાં કાર્યોનો બમણો બદલો આપો. તેણે તૈયાર કરેલાં પીણાં કરતાં બમણાં જલદ પીણાંથી તેનો પ્યાલો ભરી દો.


અદોનીબેઝેકે કહ્યું, “હાથપગના અંગૂઠા કાપી નાખ્યા હોય તેવા સિત્તેર રાજાઓ મારા મેજ નીચે પડેલા ખોરાકના ટુકડા વીણી ખાતા હતા. જેવું મેં તેમને કર્યું હતું તેવું જ ઈશ્વરે મને કર્યું છે.” તેને યરુશાલેમ લઈ જવામાં આવ્યો, જ્યાં તે મૃત્યુ પામ્યો.


તું મારી અગાઉ ગિલ્ગાલ જજે. ત્યાં હું તને મળીશ અને દહનબલિ અને સંગતબલિ ચઢાવીશ. હું આવું ત્યાં સુધી ત્યાં સાત દિવસ થોભજે અને પછી શું કરવું તે હું કહીશ.”


શમુએલે હુકમ ક્રાયો, “અગાગ રાજાને અહીં મારી પાસે લાવો.” હવે મૃત્યુની કડવાશ જરૂર જતી રહી છે, એવું મનમાં વિચારતો અગાગ ભયથી કાંપતો કાંપતો આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan