Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તેથી અમાલેકીઓ પર આક્રમણ કર અને તેમના સર્વસ્વનો પૂરેપૂરો નાશ કર. એકેય વસ્તુ બાકી રાખીશ નહિ. તેમનાં પુરુષો, સ્ત્રીઓ, કિશોરો, નાનાં બાળકો, બળદો, ઘેટાં, ઊંટ અને ગધેડાં એ બધાંને મારી નાંખ, કોઈને ય જીવતું જવા દઈશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તો હવે તું જઈને અમાલેકને માર, ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર, તેમના પર દયા લાવીશ નહિ; પણ પુરુષ તથા સ્‍ત્રી, ને બાળકો તેમ જ ઘાવણાં, બળદ તથા ઘેટાં, ઊંટ તથા ગધેડાં, એ સર્વને મારી નાખ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હવે તું જઈને અમાલેકને તથા તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર. તેમના પર દયા કરીશ નહિ, પણ પુરુષ તથા સ્ત્રી, મોટાં અને નાનાં બાળકો, બળદ અને ઘેટાં, ઊંટ અને ગધેડાં, એ સર્વને મારી નાખ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હવે તમે જઈને અમાંલેકીઓ ઉપર તૂટી પડો અને તેમના સર્વસ્વનો નાશ કરો. કોઈને જીવતું જવા દેશો નહિ; પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બચ્ચાઓ, ઢોરો અને ઘેટાં, ઊંટો અને ગધેડાં બધાની હત્યા કરજો.’”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:3
20 Iomraidhean Croise  

તેમણે પૂછયું, ‘તું કોણ છે?’ અને મેં તેમને કહ્યું, ‘હું અમાલેકી છું.’


પછી પ્રભુએ મોશેને કહ્યું, “વિજયનો આ બનાવ યાદગીરી અર્થે પુસ્તકમાં લખી લે. વળી, યહોશુઆને કહે કે હું અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કરીશ.”


તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું;


પછી બલામે દર્શનમાં અમાલેકીઓને જોયા અને આ અગમવાણી ઉચ્ચારી: “અમાલેકીઓ બધી પ્રજાઓમાં સૌથી બળવાન હતા, પણ અંતે તેમનો સંપૂર્ણ વિનાશ કરવામાં આવશે.”


આથી એમનાં બધાં નરસંતાનોને મારી નાખો અને પુરુષ સાથે દેહસમાગમ કર્યો હોય એવી બધી જ સ્ત્રીઓને પણ મારી નાખો.


તેણે તેને તેના રાજા તથા આસપાસનાં ગામો સહિત જીતી લીધું. તેમણે ત્યાં બધાંને મારી નાખ્યાં. યહોશુઆએ હેબ્રોન તથા લિબ્ના તથા તેમના રાજાઓના જેવા હાલહવાલ કર્યા હતા તેવા દબીર અને તેના રાજાના પણ કર્યા.


તેણે શૂરાતનપૂર્વક લડીને અમાલેકીઓને હરાવ્યા. તેણે ઇઝરાયલીઓને સર્વ હુમલાખોરોથી બચાવ્યા.


તેમણે તને એ દુષ્ટ અમાલેકીઓનો નાશ કરવા માટે મોકલ્યો. તેમનો બધાનો નાશ થાય ત્યાં સુધી લડવાને તેમણે તને કહ્યું હતું.


શાઉલ અને તેના માણસોએ અગાગને જીવતો રહેવા દીધો અને સર્વોત્તમ ઘેટાં, બળદો, વાછરડા, હલવાન અને સારી વસ્તુઓનો નાશ કર્યો નહિ. બિનઉપયોગી અને નકામી બધી વસ્તુઓનો નાશ કર્યો.”


શાઉલે યજ્ઞકારોના નગર નોબના બીજા સર્વ રહેવાસીઓને મારી નાખ્યા. પુરુષો અને સ્ત્રીઓ, કિશોર વયનાં અને નાનાં બાળકો, બળદો, ગધેડાં અને ઘેટાં બધાંનો સંહાર કર્યો.


દાવિદ કોઈ પ્રદેશ પર હુમલો કરતો ત્યારે તે પુરુષો અને સ્ત્રીઓને મારી નાખતો અને ઘેટાં, બળદ, ગધેડાં, ઊંટ અને વસ્ત્ર સુદ્ધાં લઇ લેતો. પછી તે આખીશ પાસે જતો.


બીજે દિવસે વહેલી સવારે દાવિદે તેમના પર હુમલો કર્યો અને સાંજ સુધી લડયો. ઊંટ પર બેસીને ભાગી ગયેલા ચારસો જુવાન માણસો સિવાય તેમાંનું કોઈ બચ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan