Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:26 - પવિત્ર બાઇબલ C.L.

26 શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું. તેં પ્રભુની આજ્ઞા પાળી નથી અને તેમણે તને ઇઝરાયલના રાજા તરીકે નકાર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 શમુએલે શાઉલને કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું; કેમ કે તેં યહોવાનું વચન નકાર્યું છે, અને યહોવાએ તને ઇઝરાયલના રાજા તરીકે નકાર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 શમુએલે શાઉલને કહ્યું કે, “હું પાછો ફરીને તારી સાથે નહિ આવું; કેમ કે તેં ઈશ્વરનો શબ્દ નકાર્યો છે. અને ઈશ્વરે તને ઇઝરાયલ ઉપર રાજા બનવાથી નકાર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 શમુએલે કહ્યું, “હું તારી સાથે પાછો નહિ આવું, તેં યહોવાની આજ્ઞાને નકારી દીધી છે એટલે યહોવાએ તને ઇસ્રાએલના રાજા તરીકે હવે અપાત્ર ઠરાવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:26
16 Iomraidhean Croise  

પણ યાકોબે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ જ આવે. તેનો ભાઈ મરી ગયો છે, અને હવે તે જ બાકી રહ્યો છે. તમારી મુસાફરીમાં કદાચ તેના પર વિધ્ન આવી પડે તો ભારે શોક લાવીને તમે મારી આ વૃદ્ધાવસ્થામાં મારું મોત નીપજાવશો.”


તો પછી તેં પ્રભુની આજ્ઞા ઉથાપીને તેમની દૃષ્ટિમાં આવું અઘોર કૃત્ય કેમ કર્યું છે? તેં ઉરિયાને યુદ્ધમાં મારી નંખાવ્યો, આમ્મોનીઓને હાથે તેં તેને મારી નંખાવ્યો અને પછી તેની પત્નીને રાખી.


પણ તું રાજા બને તે માટે શાઉલ પાસેથી મારો ટેકો ખેંચી લઈને મેં તેને દૂર કર્યો તેમ હું તારા વારસદાર પાસેથી મારો ટેકો ખેંચી લઈશ નહિ.


હે પૃથ્વીના લોકો સાંભળો: આ લોકોની કુયુક્તિઓના ફળસ્વરૂપે હું તેમના પર આફત લાવવાનો છું. કારણ, તેમણે મારા સંદેશ તરફ લક્ષ આપ્યું નથી, અને મારા નિયમશાસ્ત્રની અવજ્ઞા કરી છે.


મારા ગુસ્સામાં મેં તમને રાજા આપ્યો અને મારા ક્રોધમાં મેં તેને લઈ લીધો.


મારા લોકોનો નાશ નક્કી થઈ ચૂકયો છે. કારણ, તેઓ મને ઈશ્વર તરીકે ગણકારતા નથી. તમે યજ્ઞકારોએ મારો નકાર કર્યો છે અને મારા શિક્ષણનો ત્યાગ કર્યો છે, તેથી હું પણ તમારો ત્યાગ કરું છું અને તમારા પુત્રોને પણ યજ્ઞકાર તરીકે સ્વીકારીશ નહિ.


તેને પદભ્રષ્ટ કર્યા પછી ઈશ્વરે દાવિદને તેમનો રાજા બનાવ્યો. ઈશ્વરે તેના સંબંધી આવું કહ્યું: ‘યિશાઈનો પુત્ર દાવિદ મને મળ્યો છે, અને તે મારો મનપસંદ એટલે, મારી ઇચ્છા પ્રમાણે વર્તનાર માણસ છે.’


કારણ, જે કોઈ તેને શુભેચ્છા પાઠવે છે તે તેનાં દુષ્ટ કાર્યોનો ભાગીદાર બને છે.


પણ હવે તારું રાજ ટકશે નહિ. પ્રભુએ પોતાને મનપસંદ માણસ શોધી કાઢયો છે અને પોતાના લોક પર તે તેને રાજા બનાવશે. કારણ, તું ઈશ્વરને આધીન થયો નથી.


તેમની વિરુદ્ધ બંડ કરવું તે જાદુવિદ્યાના પાપ જેવું જ ખરાબ છે અને અભિમાન મૂર્તિપૂજા જેવું જ ભૂંડું છે. તેં પ્રભુની વાણી નકારી છે માટે તેમણે તને રાજા તરીકે નકાર્યો છે.”


તેથી શમુએલ તેની સાથે ગયો અને શાઉલે પ્રભુની ભક્તિ કરી.


પ્રભુએ શમુએલને કહ્યું, “તું શાઉલ વિષે ક્યાં સુધી દુ:ખી થઈશ? મેં તેનો ઇઝરાયલના રાજા તરીકે નકાર કર્યો છે. તું એક શિંગડામાં થોડું ઓલિવનું તેલ લઈને જા. હું તને બેથલેહેમમાં યિશાઈ પાસે મોકલીશ. કારણ, તેના એક પુત્રને મેં રાજા થવા પસંદ કર્યો છે.”


મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.


પ્રભુની આજ્ઞાને તું આધીન થયો નહિ અને અમાલેકીઓ અને તેમના સર્વસ્વનો સંપૂર્ણપણે નાશ કર્યો નહિ તેથી જ પ્રભુએ તને આ શિક્ષા કરી છે.


Lean sinn:

Sanasan


Sanasan