Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:24 - પવિત્ર બાઇબલ C.L.

24 શાઉલે જવાબ આપ્યો, “મેં પાપ કર્યું છે. પ્રભુની આજ્ઞા અને તમારી સૂચનાઓનું મેં પાલન કર્યું નથી. મારા માણસોથી ગભરાઈને તેમની ઈચ્છા પ્રમાણે મેં કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ત્યારે શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તમારાં વચનનું ઉલ્‍લંઘન કર્યું છે; કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું, માન્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે; કેમ કે મેં ઈશ્વરની આજ્ઞા તથા તારી વાતોનું ઉલ્લંઘન કર્યું છે, કારણ કે મેં લોકોથી બીને તેઓની વાણી સાંભળી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે. મેં યહોવાની આજ્ઞાની અને તમાંરા હુકમની અવગણના કરી છે. હું માંરા માંણસોથી ડરી ગયો અને તેમના કહ્યાં પ્રમાંણે વત્ર્યો,

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:24
21 Iomraidhean Croise  

પુરુષે જવાબ આપ્યો, “મારા સાથી તરીકે જે સ્ત્રી તમે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું અને મેં તે ખાધું.”


તેમણે પુરુષને કહ્યું, “તેં તારી પત્નીનું કહેવું માન્યું છે અને મેં મના કરેલ વૃક્ષનું ફળ ખાધું છે તેથી તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તારે પોતાનો ખોરાક મેળવવા જીવનભર સખત પરિશ્રમ કર્યા કરવો પડશે.


દાવિદે કહ્યું, “સાચે જ મેં પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” નાથાને જવાબ આપ્યો, “પ્રભુ તને ક્ષમા આપે છે, તું માર્યો જઈશ નહિ.


જો કે હુલ્લડખોરોના બૂમબરાડાનો મને ભય હતો, અને ધાંધલિયા સમુદાયની નફરતનો ડર હતો તો પણ હું કોઈ પ્રવાસી માણસને તેમની પાસે બહાર લાવ્યો નથી.


તમારી વિરુદ્ધ, હા તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને તમારી દષ્ટિમાં જે ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી મને દોષિત જાહેર કરવામાં તમે સાચા છો અને મને ગુનેગાર ઠરાવતા તમારા ન્યાયચુકાદામાં તમે વાજબી છો.


ત્યારે ફેરોએ મોશે અને આરોનને બોલાવીને તેમને કહ્યું, “મેં તમારા ઈશ્વર અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.


બહુમતી ખોટું કરવાની તરફેણમાં હોય અને ન્યાયને મરડી નાખવા જૂઠી સાક્ષી આપે ત્યારે તમારે તેનાથી દોરવાઈ જઈને ખોટું કરવું નહિ.


પછી ફેરોએ માણસ મોકલીને મોશે તથા આરોનને બોલાવ્યા અને તેમને કહ્યું, “આ વખતે મેં પાપ કર્યું છે. પ્રભુ તો ન્યાયી છે, વાંક તો મારો તથા મારા લોકોનો છે.


ત્યારે સિદકિયા રાજાએ જવાબ આપ્યો, “ભલે, તે તમારા હાથમાં છે, હું તમારી સલાહ વિરુદ્ધ કશું કરી શકું નહિ”


બલામે પ્રભુના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે. મારો સામનો કરવા તમે મારા માર્ગમાં આડા ઊભા છો તેની મને ખબર ન હતી. મારું જવું તમને પસંદ પડતું ન હોય તો હું ઘેર પાછો જવા તૈયાર છું.”


એક નિર્દોષ ખૂન કરાવવા દગો કરીને મેં પાપ કર્યું છે. તેમણે જવાબ આપ્યો, તેમાં અમારે શું? તારું પાપ તારે માથે!


શું હું માણસોની અનુમતિ પ્રાપ્ત કરી લેવા માગું છું કે ઈશ્વરની? શું હું માણસોને પ્રસન્‍ન કરવા માગું છું? જો હું હજુ પણ એમ જ કરતો હોઉં તો હું ખ્રિસ્તનો સેવક નથી.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


શાઉલે જવાબ આપ્યો, “મારા માણસોએ અમાલેકીઓ પાસેથી તે મેળવ્યાં છે. તેમણે તમારા ઈશ્વર પ્રભુને અર્પણ ચઢાવવા માટે ઉત્તમ ઘેટાં અને બળદો રાખ્યાં છે, બાકીનાંનો તો અમે સંપૂર્ણ નાશ કર્યો છે.”


શાઉલે જવાબ આપ્યો, “મેં તો પાપ કર્યું છે. પણ મારા લોકના આગેવાનો અને સર્વ ઇઝરાયલની સમક્ષ મારું માન રાખો. મારી સાથે પાછા ચાલો. જેથી હું તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરી શકું.”


શાઉલ અને તેના માણસોએ અગાગને જીવતો રહેવા દીધો અને સર્વોત્તમ ઘેટાં, બળદો, વાછરડા, હલવાન અને સારી વસ્તુઓનો નાશ કર્યો નહિ. બિનઉપયોગી અને નકામી બધી વસ્તુઓનો નાશ કર્યો.”


તો પછી તમે મારા મંદિરમાં મારા જે બલિ અને અર્પણો ચઢાવવા મેં આજ્ઞા આપી છે તેને કેમ ઠુકરાઓ છો? એલી, મારા લોકો મને જે બલિ ચઢાવે છે તેના ઉત્તમ હિસ્સાથી તારા પુત્રોને પુષ્ટ થવા દઈને તું મારા કરતાં તારા પુત્રોને વિશેષ માન કેમ આપે છે?


શાઉલે જવાબ આપ્યો, “મેં ખોટું કર્યું છે. મારા પુત્ર દાવિદ, પાછો આવ. હું તને ફરી કદી ઇજા નહિ પહોંચાડું. કારણ, તેં આજે રાત્રે મારો જીવ મૂલ્યવાન ગણ્યો છે. હું તો મૂર્ખાઈ કરીને ભારે ભૂલ કરી રહ્યો છું.”


Lean sinn:

Sanasan


Sanasan