Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 15:13 - પવિત્ર બાઇબલ C.L.

13 શમુએલ શાઉલને મળવા ગયો એટલે શાઉલે તેને અભિવંદન કર્યું, “પ્રભુ તમને આશિષ આપો, શમુએલ! મેં તેમની આજ્ઞા પૂરેપૂરી પાળી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને શમુએલ શાઉલ પાસે આવ્યો; ત્યારે શાઉલે તેને કહ્યું, “યહોવા તને આશિષ આપે. મેં યહોવાની આજ્ઞા પૂરેપૂરી પાળી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 શમુએલ શાઉલ પાસે આવ્યો. શાઉલે તેને કહ્યું, “ઈશ્વર તને આશીર્વાદ આપો! મેં ઈશ્વરની આજ્ઞા પૂરે પૂરી પાળી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 શમુએલ જ્યારે શાઉલ પાસે પહોંચ્યો; ત્યારે શાઉલે તેને આવકારતા કહ્યું, “યહોવા તમાંરું ભલું કરો; મેં યહોવાની આજ્ઞા પાળી છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 15:13
17 Iomraidhean Croise  

તેણે અબ્રામને આશિષ આપતાં કહ્યું: “આકાશ તથા પૃથ્વીના માલિક સર્વોચ્ચ ઈશ્વર અબ્રામને આશિષ આપો.


પુરુષે જવાબ આપ્યો, “મારા સાથી તરીકે જે સ્ત્રી તમે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું અને મેં તે ખાધું.”


તેણે કેટલાક સંદેશકો મોકલીને આવો સંદેશો પાઠવ્યો: “તમારા રાજાને દફનાવીને તમે તેના પ્રત્યે દર્શાવેલી વફાદારી માટે પ્રભુ તમને આશિષ આપો.


બીજા ભલે તારાં વખાણ કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકો ભલે તારી પ્રશંસા કરે, પણ તું પોતે ન કર.


પોતાના અપરાધોને છુપાવનાર આબાદ થશે નહિ, પરંતુ અપરાધોની કબૂલાત કરી તેમનો ત્યાગ કરનાર દયા પ્રાપ્ત કરશે.


એવા લોકો પણ હોય છે જેમની આંખોમાં ઘમંડ હોય છે, અને જેઓ સૌને તુચ્છકારની નજરે જુએ છે.


તેના પરિશ્રમનો તેને પૂરો પુરસ્કાર આપો; તેનાં કામ માટે જાહેરમાં. તેનું સન્માન કરો!


એ જ રીતે તમારે પણ તમને આપવામાં આવેલી બધી આજ્ઞાઓ પાળ્યા પછી પણ કહેવું કે, ‘અમે નક્મા ચાકરો છીએ; અમે તો માત્ર અમારી ફરજ બજાવી છે.”


બીજો નાકાદાર હતો. ફરોશીએ ઊભા રહીને પ્રાર્થના કરી, ‘હે ઈશ્વર, બીજાઓના જેવો હું લોભી, અન્યાયી અથવા વ્યભિચારી નથી અને હું પેલા નાકાદાર જેવો નથી તેથી હું તમારો આભાર માનું છું.


તેણે પોતાની માતાને કહ્યું, “તારા ચાંદીના અગિયારસો સિક્કા ચોરાઈ ગયા ત્યારે તેં તે ચોરી જનારને મારા સાંભળતાં શાપ દીધો હતો. હવે આ રહ્યા એ પૈસા. મેં જ તે લીધા હતા.” તેની માતાએ કહ્યું, “બેટા, પ્રભુ તને આશિષ આપો!”


બોઆઝે કહ્યું, “રૂથ, પ્રભુ તને આશિષ આપો! તેં તારી સાસુ માટે અગાઉ જે ભલાઈ દર્શાવી એના કરતાં અત્યારે તું જે રીતે વર્તી રહી છે તેમાં તેં કુટુંબ પ્રત્યે વિશેષ નિષ્ઠા દાખવી છે. કારણ, તું કોઈ ગરીબ કે ધનવાન જુવાન પાસે પહોંચી ગઈ નથી.


તે અર્પણ ચઢાવી રહ્યો તે પછી શમુએલ આવી પહોંચ્યો. શાઉલ તેને મળવાને અને આવકારવાને બહાર ગયો.


શાઉલે જવાબ આપ્યો, “હું પ્રભુને આધીન થયો છું. તેમના કહ્યા પ્રમાણે હું ગયો અને અગાગ રાજાને પકડી લાવ્યો અને બધા અમાલેકીઓને મારી નાખ્યા.


શાઉલ અને તેના માણસોએ અગાગને જીવતો રહેવા દીધો અને સર્વોત્તમ ઘેટાં, બળદો, વાછરડા, હલવાન અને સારી વસ્તુઓનો નાશ કર્યો નહિ. બિનઉપયોગી અને નકામી બધી વસ્તુઓનો નાશ કર્યો.”


શાઉલે જવાબ આપ્યો, “મારા પ્રત્યે આવી લાગણી દર્શાવવા માટે પ્રભુ તમને આશિષ આપો.


નાબાલના એક નોકરે નાબાલની પત્ની અબિગાઈલને કહ્યું, “તમે સાંભળ્યું છે કે દાવિદે વેરાનપ્રદેશમાંથી કેટલાક સંદેશકો મોકલીને આપણા શેઠને શુભેચ્છા પાઠવી હતી, પણ તેમણે તો ગુસ્સે થઈને તેમનું અપમાન કર્યું?


Lean sinn:

Sanasan


Sanasan