Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 14:47 - પવિત્ર બાઇબલ C.L.

47 ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 હવે ઇઝરાયલ પર રાજપદ ધારણ કર્યા પછી શાઉલ તેની ચારે તરફના સર્વ શત્રુઓની સાથે, એટલે મોઆબની સાથે, આમ્‍મોનપુત્રોની સાથે, અદોમની સાથે, સોબાના રાજાઓની સાથે તથા પલિસ્તીઓની સાથે લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 જયારે શાઉલ ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત થયો ત્યાર પછી તે તેની આજુબાજુનાં સર્વ શત્રુઓની એટલે મોઆબની વિરુદ્ધ, આમ્મોનીઓની વિરુદ્ધ, અદોમની વિરુદ્ધ, સોબાહના રાજાઓની વિરુદ્ધ તથા પલિસ્તીઓની વિરુદ્ધ લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

47 ઇસ્રાએલમાં રાજપદ ધારણ કર્યા પછી શાઉલે ચારે બાજુના દુશ્મનો સામે યુદ્ધ ખેડયાં, તેણે મોઆબીઓ, આમ્મોનિઓ, અદોમીઓ, સોબાહના રાજા, અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યા, તે જે દિશામાં વળ્યો ત્યાં તેને વિજય મળ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 14:47
17 Iomraidhean Croise  

મોટી પુત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ મોઆબ (અર્થાત્ મારા પિતામાંથી) પાડયું. તે જ આજના મોઆબીઓનો આદિપિતા છે.


નાની પુત્રીએ પણ પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ બેન-આમ્મી (મારા લોકનો પુત્ર) પાડયું. તે જ આજના આમ્મોનીઓનો આદિપિતા છે.


આ એસાવ એટલે અદોમની વંશાવળી છે. એસાવે કનાની લોકોમાંથી પત્નીઓ કરી હતી:


આ એસાવના પુત્રો તથા સરદારો છે. એસાવ એ જ અદોમ છે.


તેથી એસાવ સેઈરના પહાડીપ્રદેશમાં જઈને વસ્યો. એસાવ એ જ અદોમ છે.


પુષ્ટ યોદ્ધાઓને વીંધવામાં યોનાથાનનું તીર પાછું પડતું નહિ; દુશ્મનોનું લોહી રેડવાને શાઉલની તરવારનો ઘા ખાલી જતો નહિ.”


આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.


દાવિદે સર્વ ઇઝરાયલ પર રાજ કર્યુ અને તેની સમગ્ર પ્રજા પ્રત્યે દાવિદ ન્યાયી અને સમભાવી વર્તાવ રાખતો.


પછી યુફ્રેટિસના ઉપરવાસના પ્રદેશ પર પોતાનો કબજો ફરીથી જમાવવા જતા સોબા રાજ્યના રાજા એટલે રેહોબના પુત્ર હદાદએઝેરને તેણે હરાવ્યો.


ઈશ્વરે એલ્યાદાના પુત્ર રઝોનને શલોમોનની વિરુદ્ધ કરી દીધો. રઝોન તેના માલિક સોબાના રાજા હદાદેઝેરથી નાસી છૂટયો હતો,


પણ પ્રભુનો ઇરાદો ઇઝરાયલનું આકાશ તળેથી નામનિશાન ભૂંસાઈ જાય એ રીતે તેમનું નિકંદન કાઢી નાખવાનો નહોતો. તેમણે તેમને રાજા યરોબામ બીજાના હાથે બચાવ્યા.


હવે એ રાજા તમારો અગ્રેસર છે. હું તો વૃદ્ધ થયો છું અને મને માથે પળિયાં આવ્યાં છે. વળી, મારા પુત્રો તમારી સાથે છે. મારી બાલ્યાવસ્થાથી આજ સુધી તમારી સમક્ષ મેં મારું જીવન ગુજાર્યું છે.


શાઉલ રાજા બન્યો ત્યારે તે (ત્રીસ) વર્ષનો હતો. તેણે (બેંતાલીસ) વર્ષ ઇઝરાયલ પર રાજ કર્યું.


શાઉલે પલિસ્તીઓનો પીછો કરવો મૂકી દીધો અને પલિસ્તીઓ પોતાના પ્રદેશમાં પાછા ગયા.


શાઉલ જીવ્યો ત્યાં સુધી પલિસ્તીઓ સાથે તેને ઉગ્ર જંગ ચાલુ રહ્યો. કોઈ પણ બળવાન કે બહાદુર માણસ તેને મળે તો તે તેને પોતાના લશ્કરમાં દાખલ કરી દેતો.


શાઉલનો મુખ્ય પશુપાલક દોએગ અદોમી તે દિવસે ત્યાં હતો. કારણ, ત્યાં તેને પ્રભુ સમક્ષ ધાર્મિક માનતા પૂરી કરવા રોકાવું પડયું હતું.


Lean sinn:

Sanasan


Sanasan